________________
૪૭૪
શાસનપ્રભાવક
રત્નત્રયીની સાધના કરવા સંયમ પ્રદાન કરવામાં આવ્યું, અને પૂ. શ્રી સુબોધવિજયજી મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી લબ્ધિવિજયજી મહારાજ નામે ઘોષિત થયા.
ત્યાર પછી જ્ઞાનપિપાસુ મુનિશ્રીએ પોતાના સમર્થ ગુરુવર્ય સાથે રહીને શાસ્ત્રાભ્યાસ શરૂ કર્યો. પ્રકરણ, ભાગ્ય, કર્મગ્રંથાદિ શાસ્ત્રીય અભ્યાસ સાથે સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, વ્યાકરણ, તર્ક, કેષ, તિષ આદિને અભ્યાસ કર્યો. જૈન સિદ્ધાંતનું વિશાળ જ્ઞાન પ્રાપ્ત કર્યું', અને તેઓશ્રી ઉત્તમ પ્રકારના વિદ્વાન બની રહ્યા. એથી તેઓશ્રીનાં પ્રવચનમાં ગહન તત્વચિંતન અને સુમધુર વાક્ચાતુર્યનો સુભગ સમન્વય થયે. પૂજ્યશ્રીનાં પ્રવચને શ્રોતાવર્ગનું અનેખું આકર્ષણ બની રહ્યાં. પરિણામે, અનેક પુણ્યશાળી આત્માઓ વૈરાગ્યવાસિત બન્યા અને પૂજ્યશ્રીના શિષ્ય– પ્રશિષ્યને સમુદાય વિસ્તરવા લાગે.
પૂજ્યશ્રીની અભૂતપૂર્વ પ્રતિભા, વિદ્વત્તા અને પ્રેરણાથી થતી શાસનપ્રભાવના જોઈને પૂ. ગચ્છાધિપતિ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. શ્રી વિજયસુબોધસૂરીશ્વરજી મહારાજે ભગવતીસૂત્રના ગોદ્વહન કરવાની આજ્ઞા આપી. અને પૂ. આ. શ્રી વિજયવિનયચંદ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સં. ૨૦૩૦ના માગશર સુદ પાંચમે જામનગરમાં ગણિપદ પ્રદાન કર્યું. ત્યાર બાદ, પૂજ્યશ્રીને દિનપ્રતિદિન આધ્યાત્મિક વિકાસ જોઈને અનેક સંઘેએ આચાર્યપદ સ્વીકારવા વારંવાર આગ્રહભરી વિનંતી કરી. અને પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી વિજયસુબોધસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા થતાં, પૂનામાં શ્રી આદિનાથ સોસાયટીમાં અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સં. ૨૦૩રના મહા વદ ૧૪ અને ફાગણ સુદ ૨ના પંન્યાસપદે તથા આચાર્યપદે વિભૂષિત કરી આચાર્ય શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી નામે ઉદ્દઘોષિત કરવામાં આવ્યા
પૂજ્ય આચાર્યશ્રીના પ્રસન્ન મુખારવિંદનાં દર્શન માત્રથી જેને તે ઠીક, પણ જેનત પણ આકર્ષાય છે અને જૈન ધર્મની પ્રવૃત્તિઓમાં ભાગ લેતા થાય છે. તેઓશ્રીમાં વચનસિદ્ધિ એવી છે કે તેઓશ્રી જે જે ભાવના વ્યક્ત કરે છે તેમાં શ્રાવકને અપૂર્વ ઉત્સાહ પ્રગટી ઊઠે છે અને કાર્યસિદ્ધિ થઈ જાય છે. પૂજ્યશ્રીની એક મહત્તમ ઈચછા હતી કે એક એવી વ્યાપક અને વિશાળ સંસ્થા સ્થપાય કે જેમાંથી ધાર્મિક શિક્ષણ આપતાં વિદ્વાને તૈયાર થઈ શકે, દિવસે દિવસે પાઠશાળાઓ અને શિક્ષકને વિકાસ થાય, બાળકમાં નાનપણથી જ ધર્મના સંસ્કારે દૃઢ થાય. પૂજ્યશ્રીની આવી અંતઃકુરણાથી અને એ ઉમદા વિચારને સાકાર કરતી, મુંબઈ-કાંદીવલીના ચાતુર્માસ દરમિયાન સં. ૨૦૪૦ના આસો સુદ ૬ના દિવસે–પૂજ્યશ્રીના જન્મદિને “જેન તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદ” નામની સંસ્થાની સ્થાપના થઈ. આજે આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિના પંથે પ્રયાણ કરી રહી છે. દર વર્ષે ભારતભરની જૈન પાઠશાળાઓના શિક્ષકશિક્ષિકાઓનું અધિવેશન પૂજ્યશ્રીની શુભ નિશ્રામાં યોજાય છે. તેમાં વિશિષ્ટ અને જ્ઞાનવૃદ્ધ એવા પંડિત અધ્યાપકે અને અધ્યાપિકાઓનું સોનાની ચેઈન, સૂટકેસ, પૂજાની જોડ વગેરે દ્વારા સન્માન કરવામાં આવે છે. અન્ય સૌનું પણ યથાયોગ્ય સન્માન કરવામાં આવે છે. અને આ સંમેલનમાં એકઠાં થયેલાં પંડિત શિક્ષક-શિક્ષિકાએ વિશદ ચર્ચા-વિચારણા અને પિતપોતાના
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org