________________
૪૬૬
શ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ પૂજ્યશ્રીના સંસારીપણે નાનાભાઈ છે; તેઓશ્રી સમુદાયના ગચ્છાધિપતિ છે; પરંતુ રાજ્યના સર્વ કાર્યભાર પ્રધાન ચલાવે તેમ, સમુદાયનું સઘળું કામકાજ પૂ. આ. શ્રી વિજયસુખાધસૂરીશ્વરજી મહારાજ જ ચલાવતા. અને આંધવા રામ-લક્ષ્મણની જોડી ગણાય. એકબીજાના પરિપૂરક બનીને ગમે તેવાં વિશાળ અને વિરાટ કાર્યાં પણ સરળતાથી પાર પાડે.
પૂજ્યશ્રીના જન્મ સ. ૧૯૭૨ના વૈશાખ સુદ ૭ના દિવસે થયા હતા. તેમનું જન્મનામ શેષમલ હતું. માતાપિતા રાજસ્થાનમાંથી મહેસાણા આવીને રહ્યાં અને ત્યાં શેષમલને અભ્યાસ માટે શાળાએ બેસાડ્યા. તેમને ધર્મ પ્રત્યે પણ ખૂબ લગની હતી. તેમનામાં પરોપકારવૃત્તિ પણ ખૂબ હતી. ત્રિમા↑ નટ્ટુ તણે મોરો' અને ‘તેનાચતેન મુનિથા ' જેવાં સૂક્તા પૂજ્યશ્રીના જીવનમાં પહેલેથી જ ચિતાર્થ થયાં હતાં. બાળપણથી જ પહેલાં ભાઇ -બહેનમિત્રાને આપીને પછી પેાતાને લેવાની ટેવ હતી. વળી મિત્રાને ભણાવવાના પણ શોખ ખૂબ રાખતા. નાનપણમાંથી જ અંદરોઅંદરના કજિયા મિટાવી એકસ'ધ કરાવવાની આવડત ધરાવતા હતા. ધર્મ પ્રવૃત્તિઓ અને ધાર્મિક અધ્યયનમાં ઊંડો રસ દાખવતા હતા. સ. ૧૯૮૭માં નાનાભાઈ પન્નાલાલની દીક્ષા થઈ. ત્યાર બાદ મહેસાણામાં ઉપધાન શરૂ થયાં. પૂજ્યશ્રી ઉપધાનમાં જોડાયા. પૂ. ગુરુદેવ શ્રી ભક્તિસૂરીશ્વરજી મહારાજની સૂયગડાંગ સૂત્રની અમ્રુતદેશના સાંભળીને સંસાર પ્રત્યે તીવ્ર અરુચિ જન્મી અને તુરત દીક્ષા લેવાની ભાવના થઇ. રાતિદવસ દીક્ષા લેવાનું જ રટણ કરવા લાગ્યા. માતાએ પણ ભાઈ શેષમલના ઉત્કટ વૈરાગ્યને જોઈ ને અનુમતિ આપી. સ. ૧૯૮૮ના પોષ વદ ૧૦ને શુભ દિવસે વીરમગામ મુકામે પૂ. ગુરુદેવ શ્રી ભક્તિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા થઈ અને નામ આપ્યું મુનિશ્રી સુમેાધવિજયજી. ખરેખર, મુનિશ્રી યથાનામણુ આધ આપવામાં અત્યંત કુશળ હોવાથી અનેક પુણ્યશાળી જીવાને પ્રતિબાધવામાં સફળ રહ્યા. પોતાની આ સાહજિક પ્રતિભાથી તેઓશ્રીએ અનેક જીવેાને ચારિત્રપથે ચડાવ્યા. પૂજ્યશ્રી જ્યારે બુલંદ કંઠે કથાગીત લલકારતા, ત્યારે ભલભલાં પાષાણુહૈયાં પણ પીગળી જતાં, પૂજ્યશ્રીને કથાકથનશૈલી વરેલી હતી, તેથી હમેશાં સે ંકડા આખાલવૃદ્ધ ભાવિક તેએાશ્રીના કથામૃતથી ધન્ય ધન્ય બનતા આજે ગામેગામ એવા સે’કડા યુવાનેા મળશે કે જેએ કહેશે કે, પૂ. આ. શ્રી વિજયસુખાધસૂરીશ્વરજી મહારાજના કથામૃતથી જ અમારા જીવનમાં ધનેા પાયે નખાયા છે. તેઓશ્રી બાળકોના ધાર્મિક સંસ્કારો ખીલવવા તરફ વિશેષ ધ્યાન આપતા. દરેકને નાના-મોટા નિયમ આપી, તેએની ધમ પ્રત્યેની રુચિને સ્થિર કરી છે અને વિકસાવી છે, જેમાંથી ઘણાએ સંયમજીવનના સ્વીકાર કરેલા છે. શાસ્ત્રામાં ધાર્મિક પિતાના પુત્ર કમલનું દૃષ્ટાંત છે: પિતા તેને ધ પમાડવા માટે અનેક આચાર્ય ભગવંતા પાસે લઈ જાય છે, પણ ફાવતા નથી. છેવટે એક ‘ વ્યવહારકુશળ ' આચાય તેને પ્રતિધે છે, અને ધમ માગે વાળે છે. આવી વિદ્યા જાણનારને ‘ વ્યવહારકુશળ ' કહેવાય છે. આચાય ભગવાને આ એક વિશેષ ગુણ માનવામાં આવે છે. આ ગુણુ પૂ. આ. શ્રી વિજયસુખેધસૂરીશ્વરજી મહારાજમાં ઉત્તમ રીતે ખીલેલા જોવા મળતા. તેઓશ્રી ભલભલા નાસ્તિકને પણ ધર્મ પમાડી ચુસ્ત આરાધક બનાવી દેતા. સં. ૨૦૧૦ના
6
Jain Education International 2010_04
શાસનપ્રભાવક
For Private & Personal Use Only
www.jainelibrary.org