________________
શ્રમણભગવત-૨
૪૬૧ આ. માતાપિતાએ મહોત્સવ પૂર્વક બાળકનું નામ મોહનલાલ રાખ્યું. માતાપિતાના ધાર્મિક સંસ્કારે બાળકમાં ઊતર્યા અભ્યાસમાં બુદ્ધિપ્રતિભાના ચમકારા દેખાવા લાગ્યા, થોડા વખતમાં પંચપ્રતિક્રમણ અને નવસ્મરણ સુધી પહોંચી ગયા. યૌવનના આગમન સાથે મેહનલાલમાં તપશ્ચર્યાની વસંત ખીલી. વિધિસહિત વીસ સ્થાનક્તપ, ચેસઠપહેરી પૌષધ, ચાર વરસ સમોસરણ તપ, સિંહાસન તપ આદિ તપશ્ચર્યા કરીને દીર્ઘ તપસ્વી બની ગયા. એવામાં એક વખત પંજાબ દેશોદ્ધારક પૂ. આ. શ્રી આત્મારામજી મહારાજ સમી પધાર્યા. નાના એવા આ ગામમાં જેનશાસનના શિરેમણિ ગુરુદેવ પધાર્યા, તેથી સંધમાં આનંદ છવાઈ ગયે. તેજસ્વી અને તપસ્વી મેહનભાઈ પૂ. ગુરુદેવનું વ્યાખ્યાન સાંભળવા વહેલા વહેલાં પહોંચી જતા. તેઓશ્રીનાં અમૃતવચનેએ જાદૂ કર્યો. એવામાં પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સમી પધાર્યા. મોહનભાઈ પર વૈરાગ્યની અસર પ્રબળ બની. એમને પવિત્ર આત્મા જાગૃત બની ગયો. એમને સંયમજીવન સ્વીકારવાને ઉત્સાહ થયા. સમીના સંઘની ભાવનાથી પોતાના નેતા પુત્ર મેહનભાઈની દીક્ષા મહોત્સવ સમીમાં જ ઊજવાયો. સં. ૧૯૫૭ના મહા વદ ૧૦ને દિવસે પૂ. આ. શ્રી વિજ્યધર્મસૂરીશ્વરજી મહારાજે સંઘ સમક્ષ દીક્ષા પ્રદાન કરી. સભાજનેએ ચોખાથી વધાવ્યા. પૂ. ગુરુદેવે મોહનલાલને મુનિશ્રી ભક્તિવિજયજી તરીકે પોતાના શિષ્ય બનાવ્યા. મુનિશ્રી ભક્તિવિજયજી મહારાજ પણ શાસ્ત્રવિશારદ, જેનધર્મના સમર્થ જ્ઞાતા કાશીવાળા આચાર્યદેવ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજની સેવા ભક્તિભાવથી કરતા રહ્યા અને જ્ઞાન-તપના માર્ગે આગળ વધતા રહ્યા. અનેક મહારેગનાશક અને સર્વસિદ્ધિદાયક શ્રી આયંબિલ તપ દ્વારા વર્ધમાનતપની જીવનભર આરાધના અને પ્રેરણા કરતા રહ્યા. વિદ્યાભ્યાસમાં શાસ્ત્ર અને વ્યાકરણાદિમાં પારંગત થયા. પૂ. આ. શ્રી કમલસૂરિજી મહારાજને સહગ સાંપડવાથી પૂજ્યશ્રીએ ઉત્તરાધ્યયન તથા આચારાંગના ગદ્વહન કર્યા. પૂ. ગુરુદેવ તે કાશી પધાર્યા હતા અને ત્યાં વિદ્વાને તૈયાર કરવાની ભાવનાથી “શ્રી યશેવિજ્યજી પાઠશાળાની સ્થાપના કરી હતી. મુનિશ્રી ભક્તિવિજયજીને પૂ. ગુરુદેવનાં દર્શનની ભાવના થતાં તેઓશ્રી લબે વિહાર કરીને કાશી પહોંચ્યા, અને ત્યારે ગુરુશિષ્યનું હૃદયંગમ મિલન થયું હતું.
પ્રત્યેક જગ્યાએ આયંબિલ ખાતાં શરૂ કરાવવા અને તપોભાવનાની વૃદ્ધિ કરવી એ પૂજ્યશ્રીનાં આગવાં ધર્મકાર્યો હતો. સં. ૧૯૭૫ના અષાઢ સુદ બીજના શુભ દિવસે કપડવંજમાં પૂ. આ. શ્રી વિજયવીરસૂરીશ્વરજીએ તેઓશ્રીને ગણિપદથી અને પાંચમને દિવસે પંન્યાસપદથી વિભૂષિત કર્યા. સં. ૧૯૮૯માં શેઠ જીવતલાલ પ્રતાપશી તથા શેઠ નગીનદાસભાઈ આદિ આગેવાની વિનંતીને માન આપી મુંબઈ પધાર્યા. તે સમયે ભૂલેશ્વર-લાલબાગનું ચાતુર્માસ યાદગાર બની રહ્યું. સં. ૧૯૯૨માં શિષ્યસમુદાય સહિત પાલીતાણા પધાર્યા ત્યારે વીરમગામ, સમી આદિ સંઘના આગેવાની આગ્રહભરી વિનંતીથી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજ્યસાગરાનંદસૂરીશ્વરજી મહારાજે પૂજ્યશ્રીને વૈશાખ સુદ અને શનિવારે પ્રાતઃકાળે વિશાળ માનવસમુદાયની ઉપસ્થિતિમાં આચાર્ય પદથી અલંકૃત કર્યા. આ ઉપરાંત, ઉપરિયાળ તીર્થની તીર્થ કમિટી તથા ઘણાં ગામના આગેવાની ભાવનાથી પૂજ્યશ્રીને અર્ધશતાબ્દી મહોત્સવ ધામધૂમપૂર્વક ઊજવાયે.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org