________________
શ્રમણભગવત-૨
૪૫૯ અને સંસારને ત્યાગ કરી, ત્યાગમાર્ગને સ્વીકાર કરતાં જેવા સ્થાનિક તેમ જ પૂના, સંગમનેર, નાસિક વગેરે સ્થળેથી ૮૦ હજારની માનવમેદની ઉમટી હતી. વિશાળ દીક્ષામંડપ તેના સુશોભન અને સુજનથી અલૌકિક લાગતું હતું. સિદ્ધાંતમહોદધિ પૂ. આચાર્યપ્રવર શ્રી વિજ્યપ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે રજોહરણ સ્વીકારી દીક્ષાર્થીઓ નાચી ઊઠતાં જેનારા પણ ધન્ય બની ગયા. પ્રાંતે દીક્ષા અંગીકાર કરતાં ધનરાજભાઈ પૂ. આ. શ્રી વિજયયદેવસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બનાવી મુનિશ્રી ધનેશ્વરવિજ્યજી નામે અને ચાંદીબહેનને સાધ્વી શ્રી ચંદ્રયશાશ્રીજી નામે ઉઘેષિત કરવામાં આવ્યાં.
પૂ. મુનિરાજ શ્રી ધનેશ્વરવિજયજી મહારાજ દિક્ષાજીવનના આરંભથી જ તપ-જપ, જ્ઞાન-ધ્યાન, વૈયાવચ્ચ અને સંયમની ઉત્કૃષ્ટ સાધનામાં લાગી ગયા. પૂ. ગુરુદેવશ્રી વિજયયદેવસૂરીશ્વરજી મહારાજે એ દિવસોમાં મહારાષ્ટ્રની ભૂમિને નવપલ્લવિત બનાવવાનું ભગીરથ કાર્ય ઉપાડ્યું હતું. એ બાજુના ભાવિકે ધર્મથી સાવ વંચિત હતા. તેઓને ધર્મમાગે વાળવા અને દઢ બનાવવા પૂજ્યશ્રી વિચારવા લાગ્યા. પૂજ્ય ગુરુદેવની સાથે પૂ. મુનિરાજશ્રી ધનેશ્વરવિજયજી મહારાજ પણ સંયમી જીવનના પરિષહ-ઉપસર્ગો પ્રસન્નચિત્તે ખેલતાં જંગલરસ્તે લાંબા અને વિકટ વિહાર કરવા લાગ્યા. પૂ. ગુરુદેવની સેવામાં જીવન સમર્પિત કર્યું. પૂ. ગુરુદેવની જીવલેણ બીમારીમાં સતત પરિશ્રમ સેવી સેવાભક્તિ–વૈયાવચ્ચને એક આદર્શ ખડો કર્યો. વૃદ્ધ મહાત્માઓ પૂ. શ્રી લાવણ્યવિજયજી મહારાજ, પૂ, અશોકવિજયજી મહારાજ, શાંતમૂતિ પૂ. શ્રી વિજયરંગસૂરીશ્વરજી મહારાજ આદિની ખડે પગે રહી, પિતાનું કર્તવ્ય સમજી, સુંદર સેવા કરી.
પૂ. મુનિશ્રીની યોગ્યતા જોઈ વડીલેએ તેમને સં. ૨૦૪રમાં અમલનેર મુકામે ગણિપદ અને સં. ૨૦૪૪માં અહમદનગરમાં પંન્યાસપદ પ્રદાન કર્યું, અને સંગમનેરના મહાન પુણ્યોદયે સં. ૨૦૪૭ના જેઠ સુદ ૧૧ના શુભ દિને આચાર્ય પદે આરૂઢ કરી આચાર્ય શ્રી વિજયધનેશ્વરસૂરિજી મહારાજના નામે ઘેષિત કરવામાં આવ્યા. ત્યારથી પૂ. આચાર્યશ્રીની પ્રેરણાથી અને શુભ નિશ્રામાં શ્રીસંઘ અને શાસનનાં અનેક કાર્યો પ્રભાવનાપૂર્વક સુસંપન્ન બન્યાં છે. પૂનાથી પાલીતાણ શ્રી સિદ્ધગિરિતીર્થને છ'રીપાલિત યાત્રા સંઘ, ઉપધાન આદિ સુંદર રીતે જાયા છે. પૂ. આચાર્યશ્રીના શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી શિવાનંદવિજ્યજી મહારાજ ઘણા જ શાંત, સરળ અને વ્યાખ્યાનકુશળ છે. પ્રશિષ્ય મુનિરાજ શ્રી ધર્મેશ્વરવિજયજી દાદાગુરુ જેવા જ સેવાભાવી છે. વૈયાવચને તેઓશ્રીએ જીવનને એક આદર્શ બનાવ્યું છે. આ બંને મુનિમહારાજે પૂ. આચાર્યશ્રીની સાથે જ વિચરી સ્વ-પર કલ્યાણમાં સદાય તત્પર રહે છે. પૂ. આ. શ્રી વિજય ધનેશ્વરસૂરીશ્વરજી મહારાજ સ્વભાવે પ્રશાંત, ઉદાર, માયાળું, મિલનસાર, ધીરગંભીર અને સૌમ્ય છે. તેઓશ્રીની નિસ્પૃહતા અને અંતર્મુખતા ગજબની છે. દીક્ષા જીવનના પ્રારંભથી આજપર્યંત કેઈને પણ એક ટપાલ લખી નથી. સ્વાધ્યાયાદિમાં મગ્ન, નિત્ય જાપમાં લીન અને સાધુજીવનચર્યાના પાલનમાં રહી ઉજજવલ ચારિત્રધર્મની ભૂરિ ભૂરિ અનુમોદના કરી રહેલા પૂજ્ય સૂરિવરને શતશઃ વંદના !
(સંકલનઃ પૂ. મુનિરાજશ્રી શિવાનંદવિજ્યજી મહારાજ)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org