________________
શ્રમણભગવંતો-૨
૫૭
વદ ૧૧ના દિવસે થવા પામી. સ્વ.પરને જ્ઞાન-ધ્યાનની સાધનામાં આગળ વધારતા પૂ. મુનિરાજ શ્રી ગણિપદવી સં. ૨૦૪રના માગશર સુદ બીજના દિવસે અમદાવાદમાં અને પંન્યાસપદવી સં. ૨૦૪૪ના ચૈત્ર વદ ૪ના દિવસે મુંબઈ–ભુલેશ્વર-લાલબાગમાં પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની તારક નિશ્રામાં થઈ. આચાર્યપદ-પ્રદાનને પ્રસંગ પીંપળગામ બેસવંત (જિ. નાસિક) સં. ૨૦૪૭ના દ્ધિ. વૈશાખ વદ પાંચમના શુભ દિવસે સંપન્ન થયો હતે.
મિલનસાર સ્વભાવ, જ્ઞાન-ધ્યાન તેમ જ અધ્યયન-અધ્યાપનમાં અનેરો રસ, શ્રેતાઓના દિલમાં અસર ઊભી કરે એવી પ્રવચનશૈલી, દિવસમાં ત્રણચાર કલાક પ્રવચન–વાચના આપવાની અપ્રમત્તતા, નિત્ય એકાશનને તપ આદિ વિશેષતાઓ ધરાવતા પૂ. આ. શ્રી વિજય અમરગુપ્તસૂરીશ્વરજી મહારાજ મહાન શાસનપ્રભાવક સૂરિવર છે. પૂજ્યશ્રીના પુત્રરત્ન અને શિષ્યરત્ન પૂ. પંન્યાસશ્રી ચંદ્રગુપ્તવિજયજી ગણિવરની વિદ્વત્તા અને અધ્યાપનકુશળતા સ્વ-પર સમુદાયમાં ખૂબ જ પ્રસિદ્ધ અને શ્રદ્ધેય છે. પ્રાચીન ગ્રંથના સુવિશુદ્ધ સંપાદક પૂ. પંન્યાસપ્રવરશ્રી તર્કસંગ્રહ મુક્તાવલિ, વ્યાકરણ આદિ વિષયક અનેક પુસ્તકના રચયિતા છે. પૂજ્યશ્રી સાધુસાધ્વીજી ભગવંતેને અભ્યાસમાં અનેરું માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. તેઓશ્રી સંખ્યાબંધ શ્રીમંત વિદ્યાથીઓના પાઠક અધ્યાપક છે. પૂજ્યશ્રીના પરિવારમાંથી દીક્ષિત થયેલ તેમનાં ધર્મપત્ની, બે સુપુત્ર અને ચાર પુત્રીઓ આજે સંયમની સુંદર આરાધના કરી રહ્યાં છે, જેઓનાં નામ ક્રમશઃ આ પ્રમાણે છે : પૂ. પં. શ્રી ચંદ્રગુપ્તવિજયજી ગણિવર, પૂ. મુનિરાજ શ્રી સુભદ્રવિજયજી મહારાજ, પૂ. સા. શ્રી પરમપ્રભાશ્રીજી, પૂ. સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી, પૂ. સા. શ્રી સુરપ્રભાશ્રીજી, પૂ. સા. શ્રી રત્નરેખાશ્રીજી અને પૂ. સા. શ્રી હર્ષ રેખાશ્રીજી.
મેટી ઉંમરે સંયમ સ્વીકાર્યા બાદ પણ શ્રતાનને પુરુષાર્થ ચાલુ રાખવામાં આવે અને સ્વાધ્યાય આદિ ગેમાં નિત્ય રમમાણ રહેવાનું વ્રત ટકાવી રાખવામાં આવે તે કેવી વિશિષ્ટ સિદ્ધિ પામી શકાય છે એના દષ્ટાંતરૂપે રજૂ કરી શકાય એવું નામ-કામ ધરાવતા પૂ. આ. શ્રી વિજય અમરગુપ્તસૂરીશ્વરજી મહારાજ શિષ્યાદિ પરિવાર સાથે અનેકવિધ શાસનપ્રભાવના કરવાપૂર્વક જ્યવંતા વર્તે એવી અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણમાં કેટ કેટિ વંદન!
મહાન ત્યાગી-વૈરાગી, નિ:સ્પૃહી અને શાંતમૂર્તિ પૂ. આચાર્યશ્રી વિજયધનેશ્વરસૂરીશ્વરજી મહારાજ
પૂ. આ. શ્રી વિજયધનેશ્વરસૂરીશ્વરજી મહારાજનો જન્મ સં. ૧૯૭૫ના ફાગણ વદ ૭ના દિવસે મહારાષ્ટ્રના અહમદનગરમાં થયું હતું. પિતા મેતીલાલ અને માતા રતનબહેનના એ લાડીલા પુત્રનું નામ ધનરાજજી હતું, પણ બાબુભાઈના લાડભર્યા નામે વધુ જાણીતા હતા. શરફીને વ્યવસાય ધરાવતા પિતા મોતીલાલ ઘણા સુખી અને શ્રીમંત હતા. કુદરતને કરવું તે
%, ૫૮
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org