________________
શ્રમણભગવંતો-૨
૪૫૫
નામ એટલે—પૂ. આ. શ્રી વિજયપૂર્ણચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી વિજયમુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજ. સંસારી વતન નાસિક. પિતા બાબુભાઈ અને માતા શાંતાબહેને આપેલ ધર્મસંસ્કારનું ધાવણ પીઈને ઊછરેલી પ્રકાશ-મહેશની બાંધવબેલડી એટલે જાણે રામ-લક્ષમણની અજોડ જેડી, એમાં મુખ્ય ઉપકાર જે કઈને હોય તે તે વખતે “લઘુરામ” તરીકે લેકજીભે ગવાઈ ગયેલ પૂ. મુનિરાજશ્રી મુક્તિવિજયજી મહારાજને ! વૈરાગ્યના રંગ રેલાવતી એમની દેશનાના શ્રવણે શ્રોતાઓનાં હૈયાં ડેલી ઊઠે! એમાં બાબુભાઈનું મન વૈરાગ્યવાસિત બન્યું અને એમણે સંયમી બનવાને નિર્ધાર કર્યો. તેમાં વળી સિદ્ધાંત મહોદધિ પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજને મેળાપ થતાં પિતાના પુત્ર પ્રકાશ અને મહેશને પણ સંયમમાર્ગના સાથી બનવાની ભાવના જાગૃત થઈ. વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની વાણીના શ્રવણે એમાં વેગ આવતે ગયે. અને સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ના દિવસે ધસઈ (મહારાષ્ટ્ર) મુકામે ત્રણેય સંયમમાર્ગના પથિક બન્યા. અને તેઓ મુનિશ્રી જયકુંજરવિજ્યજી મહારાજ, મુનિશ્રી પૂર્ણચંદ્રવિજયજી મહારાજ અને મુનિશ્રી મુક્તિપ્રવિજયજી મહારાજના નામે જાહેર થયા તેમાં મુનિશ્રી મુક્તિપ્રભવિજયજી મુનિશ્રી જ્યકુંજરવિજયજીના શિષ્ય બન્યા.
પૂ. મુનિરાજ શ્રી મુક્તિપ્રભવિજ્યજી મહારાજ નાનપણથી તીક્ષ્ણ બુદ્ધિ, સહનશીલતા, સમર્પિતતા આદિ વિશિષ્ટ ગુણ ધરાવતા હતા, જેના પ્રભાવે સુંદર કૃતસાધના, વર્ધમાનતપની ૩૧ ઓળી, શ્રી સિદ્ધગિરિરાજની ૯૯ યાત્રા, વિહાર ઉપવાસ સાથે એક જ દિવસમાં સિદ્ધાચલની ૭ યાત્રા, આશ્રિતવર્ગને વેગક્ષેમની સતત ચિંતા, શાસનની પ્રભાવના–રક્ષા કરવાની અદ્ભુત દક્ષતા આદિ ગુણોથી સમૃદ્ધ સંયમજીવન ધારી રહ્યા છે. પૂજ્યશ્રીએ સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં કાવ્યરચનાઓ કરી છે, કથાલેખને સાથે અવસરેચિત માર્ગદર્શક લેખ દ્વારા શ્રીસંઘને સન્માર્ગનું દર્શન કરાવવામાં અગ્રેસર રહ્યા છે. પૂ. ગુરુદેવની આજ્ઞાથી પ્રવચનપીઠને શોભાવી ત્યારથી તર્કબદ્ધ યુક્તિઓ સાથે શાસ્ત્રસિદ્ધ સત્યને મધુર છતાં માર્ગસ્થ રીતે શ્રેતાઓ સુધી પહોંચાડવા દ્વારા પૂ. ગુરુદેવનાં હૈયાંમાં અનેરું સ્થાન પામ્યા છે. નાની ઉંમરમાં દીક્ષા લેવા છતાં ગુરુનિશ્રાએ અને ગુરુકૃપાએ તેઓશ્રીનું જીવન-ઘડતર અભુત રીતે થયું છે. પૂજ્યશ્રીની જ્ઞાનરાશિ જૈન સંઘ માટે ખૂબ ખૂબ ઉપયોગી નીવડે છે. જૈન સમાજને જ્યારે જ્યારે જાગૃત કરવાનો અને અસત્યની સામે સનાતન સત્યને ખુલ્લું મૂકવાનો વખત આવ્યા છે ત્યારે ત્યારે પૂજ્યશ્રી કલમ અને વાણને કામે લગાડ્યા વિના રહ્યા નથી. પ્રવચનપીઠથી નીચે ઊતર્યા બાદ બિલકુલ શાંત અને સૌમ્ય તેમ જ હસમુખા લાગતા પૂજ્યશ્રી પ્રવચનપીઠ પર બિરાજમાન થયા બાદ શાસ્ત્રીય સત્યની રક્ષા કરવાના ટાણે કેઈની પણ શેહશરમમાં પડ્યા વિના કડકમાં કડક બન્યા વિના રહેતા નથી. સમર્થ પ્રવચનકારની સાથે સાથે સમર્થ લેખક તરીકે પણ તેઓશ્રી પ્રસિદ્ધિ પામ્યા છે. “વિજયમુક્તિચંદ્રસૂરિ ગ્રંથમાળા’ તરફથી પ્રગટ થયેલ શ્રાવકજીવન, જીવનને જીવી તું જાણ, જય શત્રુંજય, રાણકપુરની ભીતરમાં, વાર્તા રે વાર્તા, નાનકડી વાર્તા, સાહસના શિખરેથી, જિંદગી એક ઝંઝાવાત, પથ્થર કે પ્રભુ ? શ્રાવકે શું કરવું જોઈએ ? વગેરે અનેક આકર્ષક પુસ્તકો પૂજ્યશ્રીની વિદ્વત્તા, રસિકતા અને સર્જનશક્તિને પરિચય કરાવે છે.
Jain Education International 2010_04
•
For Private & Personal Use Only
www.jainelibrary.org