________________
શ્રમણભગવંતે-૨
૪૫૩ થયા. શાસનદેવને એક જ પ્રાર્થના કે, પૂ. આચાર્યશ્રી વિજય મહાબલસૂરીશ્વરજી મહારાજ જેનશાસનની સુંદર આરાધના, રક્ષા અને પ્રભાવના દ્વારા સૂરિપદને ભાવે અને સહુનું ગક્ષેમ કરે ! પૂજ્યશ્રીનાં ચરણમાં કેટિશ વંદના !
સિદ્ધાંત પ્રભાવક, પ્રવચનપ્રદીપ અને જિનશાસનના તેજસ્વી રત્ન પૂ. આચાર્યશ્રી વિજયપુણ્યપાલસૂરીશ્વરજી મહારાજ
- જિનશાસનમાં આગવી પ્રજ્ઞા, પ્રતિભા અને પ્રભાવકતાના ધારક, કર્યસાહિત્યનિપુણ, અનુપમેય સંયમસાધક પૂ. આ. શ્રી વિજ્યપ્રેમસૂરીશ્વરજી મહારાજની છત્રછાયામાં બાળપણ વિતાવનાર બાળદીક્ષિત પૂ. આ. શ્રી વિજયપુણ્યપાલસૂરીશ્વરજી મહારાજના નામથી જેન જગતમાં ભાગ્યે જ કઈ અજાણ હશે. સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ના શુભ દિને વણું (નાસિક) મુકામે પૂ. આ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષિત બનેલા અને પ્રવીણ મટીને મુનિ પુણ્યપાલવિજયજી” તરીકે નવાજાયેલા પૂજ્યશ્રી સ્વપિતા-મુનિની ભાવનાને અનુરૂપ આધ્યાત્મિક જીવનવિકાસ સાધવા સાથે ત્યાગ-વૈરાગ્યના માર્ગે ખૂબ જ આગળ વધી રહ્યા છે. માત્ર ૮ વર્ષની વયે પંચપ્રતિકમણ, નવસ્મરણાદિ પૂર્ણ કરનાર પૂજ્યશ્રી આજે તે સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, આગમશાસ્ત્ર વગેરેને સંગીન અભ્યાસ પૂર્ણ કરવા સાથે, અગાધ અભ્યાસનું પ્રભાવક પુણ્યદર્શન કરાવી રહ્યા છે. પરિણામે, તેઓશ્રીની પ્રવચનશક્તિ આકર્ષક બની રહી છે. જૈનધર્મનાં ત, વિવિધ અને રસપષક દષ્ટાંતેને તેઓશ્રી પાસે વિપુલ ભંડાર છે. સ્વરમાધુર્યથી પ્રવચનમાં તેઓશ્રીએ આગવી શૈલી સ્થાપિત કરી છે. પૂજ્યશ્રીની વાણીમાં મધુરતા અને ગંભીરતાને સમન્વય છે. જ્યારે કોઈ સ્તવન કે સઝાય પૂજ્યશ્રીના મધુર કંઠે સાંભળવા મળે ત્યારે વહેતા ઝરણાના મરમ સંગીતને અનુભવ થાય છે. પૂજ્યશ્રીની વ્યાખ્યાનવાણીમાં વૈરાગ્યની છોળો ઊછળે છે, ભક્તિરસનું પાન થાય છે. પ્રવચનશક્તિ જેવી જ પૂજ્યશ્રીની સર્જન શક્તિ છે. આજે તેઓશ્રીએ “દિવ્યદીપ'ને ઉપનામે રચેલાં અંજનશલાકા ગીત લેકકંઠે ગુંજી રહ્યાં છે, તે જિનભક્તિ-ગુરુભક્તિનાં તેમ જ અન્ય પ્રાસંગિક ગીતે અને કુલકે પણ ઠેર ઠેર ગવાય છે. પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનું વિશેષ વાત્સલ્ય પ્રાપ્ત કરનાર પૂજ્યશ્રીને શાસ્ત્રાનુસારિતા તે જાણે વારસામાં મળી છે. કુદરતે બક્ષેલી પ્રવચનશક્તિને ચાર ચાંદ લગાડી દે એવી તેઓશ્રીની શાસ્ત્રાનુસારિતા અનુકરણીય અને અભિનંદનીય છે. તેઓશ્રીના આવા સુદર ઘડતરમાં પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરી શ્વરજી મહારાજ, પૂ. પં. શ્રી પદ્મવિજયજી ગણિવર્ય, પૂ. આ. શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજ તથા પિતા-ગુરુદેવ પૂ. આ. શ્રી વિમહાબલસૂરીશ્વરજી મહારાજને ફાળે છે. સાડા ચાર વર્ષની બાળવયથી ઉપકારી પૂજાએ અધ્યયન, સુસંસ્કારોનું વાવેતર, સંયમની રક્ષા, શાસ્ત્રાનુસારિતાને વાર વગેરે જે જે ઉપકારેની હેલી વર્ષાવી છે તેને પ્રસંગે પ્રસંગે તેઓશ્રી પ્રવચનાદિમાં યાદ કર્યા વગર રહેતા નથી. આ તેઓશ્રીની જન્મસિદ્ધ કૃતજ્ઞતાનું પ્રતિબિંબ છે.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org