________________
શ્રમણભગવંતો-૨
૪૫૧ સંયમમૂર્તિ, વાત્સલ્યવારિધિ અને અનુપમ વ્યક્તિત્વને ધારણ કરનારા
પૂ. આચાર્ય શ્રી વિજય મહાબલસૂરીશ્વરજી મહારાજ
સૌરાષ્ટ્રના સાવરકુંડલા પાસે ગાધકડા ગામમાં જન્મેલા મનસુખભાઈ તે જ પૂ. આચાર્યશ્રી વિજય મહાબલસૂરીશ્વરજી મહારાજ. “દૂધવાળા” તરીકે ઓળખાતા મનસુખભાઈ જેમ જ્ઞાતિમાંવેપારીવર્ગમાં જાણીતા હતા, તેમ ધાર્મિક ક્ષેત્રમાં પણ ધર્મ-આરાધના, દેવભક્તિ, ગુરુભક્તિ, સાધર્મિક સેવા વગેરે કાર્યોથી અને વિનય, વિવેક, સરળતા, ઔચિત્ય આદિ સદ્ગુણથી સુખ્યાત હતા. જીવનભર યાદ રહે એવી ધન્ય પળ ક્યારેક મળી આવે છે. મનસુખભાઈના જીવનમાં પણ એક એવી પુણ્યપળ આવી. પવિત્રતાની પ્રતિમૂર્તિ જેવા પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજ્યપ્રેમસૂરીશ્વરજી મહારાજને પુણ્યપરિચય થયું અને મનસુખભાઈ એ આત્માને “મહાત્મા” બનાવવાનું લક્ષ્ય નિશ્ચિત કર્યું. આ ભાવના ધર્મતીર્થપ્રભાવક પૂ. આચાર્ય શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજના સતત સમાગમથી, ભવ્ય પ્રેરણાથી તેમ જ માર્ગદર્શનથી દઢતર બની. સિદ્ધાંતમહોદધિ પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી અનેક મુમુક્ષુઓને આરાધના કરવા માટે અનુકૂળતા કરી આપનારા અને સંયમની સંગીતતાલીમ આપનારા મુમુક્ષુમંડળમાં મુખ્ય સંચાલક સ્થાને રહીને બે વરસ સુધી સફળ સંચાલન કરનાર મનસુખભાઈએ અનેક દીક્ષાર્થીઓને તૈયાર કરી એ દ્વારા પૂજ્યપાદશ્રીના અનહદ આશીર્વાદ મેળવ્યા.
સં. ૨૦૦૬માં ર૬ વર્ષની ભરયુવાનીમાં મનસુખભાઈ એ પિતાનાં ધર્મપત્ની વિમલાબહેન સાથે અંધેરી-મુંબઈ મુકામે ઉપધાન તપની આરાધના કરી અને ત્યારે જ સજોડે બ્રહ્મચર્ય વ્રતને સ્વીકાર કરી સંયમમાગે જવાના પિતાના દઢ નિર્ધારને પરિવાર સમક્ષ વ્યક્ત કર્યો. ચાર વર્ષના પિતાના પુત્ર પ્રવીણને પૂજ્યપાદશ્રીની શીતળ છાયામાં, પિતાના ગુરુદેવશ્રી મિત્રાનંદવિજયજી મહારાજ પાસે ભણવા માટે મૂકીને સંયમમાર્ગ તરફ મકકમ કદમ ઉઠાવ્યું. પિતાના આ પુત્રને કુળ નહિ, પણ શાસનને અજવાળે” એવી ઉદાત ભાવનાથી જન્મતાં જ નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરાવનારા આ પિતાની ધર્મભાવનાનું ફળ આજે આપણે પૂઆચાર્ય શ્રી વિજયપુણ્યપાલસૂરિજીની પ્રતિભામાં જોઈ શકીએ છીએ. પિતાના આઠ વર્ષના પુત્ર પ્રવીણને દીક્ષા આપવા અંગે કુટુંબીઓને મોટા પાયે વિરોધ હોવાથી સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ના દિવસે ખાનગી રીતે વણી (જિ. નાસિક) મુકામે પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સંયમ અપાવ્યું. ત્યાર બાદ મનસુખભાઈ એ પિતે પણ થોડા જ દિવસમાં સં. ૨૦૧૧ના જેઠ સુદ પના દિવસે મુંબઈ-ભાયખલામાં અધ્યાત્મયેગી પૂ. પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યના શુભ હસ્તે ભવ્ય સમારેહપૂર્વક પોતાનાં ધર્મપત્ની સાથે દીક્ષા અંગીકાર કરી, અને મનસુખભાઈ મુનિ શ્રી મહાબલવિજ્યજી નામે પૂ. આ. શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બન્યા તથા વિમલાબહેન સાધ્વીશ્રી વિમલકીતિશ્રીજી તરીકે પ્રવતિની સાધ્વીશ્રી જ્યાશ્રીજી મહારાજના પ્રિશિષ્યા સાધ્વી શ્રી નિરંજનાશ્રીજી મહારાજનાં શિષ્યા બન્યાં. આજે
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org