________________
૫૦
શાસનપ્રભાવક
માટેની તૈયારી કરવી પડી. પણ સાથે સાથે અજ્ઞાનવશ દીક્ષા અટકાવનાર કુટુંબીઓને કહી દીધું કે તમે બીજી દીકરીની દીક્ષામાં વિદ્ધ ન નાખવાની કબૂલાત કરતા હે તે હું મટી દીકરીના લનની જવાબદારી લઉં. કુટુંબીઓ આ વાતમાં કબૂલ ન થતાં ચંદનમલજી લગ્નના ત્રણ દિવસ આયંબિલ તપ સાથે પૈષધ લઈ ઉપાશ્રયમાં જ રહ્યા. લગ્નમાં ભાગ ન લીધે. પુત્રી વાસંતીના ભાવ શિથિલ ન બને તે માટે એને વાગડ સમુદાયના ચારિત્રસંપન્ન પૂ. સા. શ્રી ચતુરશ્રીજી મહારાજ પાસે રાખી. સંયમની ભાવના પ્રબળ બનતાં વાગડદેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયકનકસૂરિજી મહારાજના વરદ હસ્તે સાંતલપુર મુકામે ચાલુ ઉપધાનતપની માળારોપણ પ્રસંગે ૧૪ વર્ષની પુત્રી વાસંતીકુમારીને સં. ૨૦૦૫ના કાર્તિક સુદ ૧૩ના દીક્ષા અપાવી અને તેઓ પૂ. સા. શ્રી નિર્મળાશ્રીજી મહારાજનાં શિષ્યા પૂ. સા. શ્રી દિનકરશ્રીજી મહારાજ બન્યાં. ત્યાર બાદ, ત્રીજા નંબરની પુત્રી સુંદરીને પણ પૂ. સા. શ્રી દિનકરશ્રીજી મહારાજ પાસે સંયમની તાલીમ માટે મૂકી અને એ પણ વૈરાગ્યવાસિત બનતાં ૯ વર્ષની ઉંમરે પૂ. આ. શ્રી વિજયકનકસૂરિજી મહારાજના વરદ હસ્તે સં. ૨૦૧૧ના માગશર સુદ દના સંયમ અપાવ્યું અને પૂ. સા. શ્રી દિનમણિશ્રીજી બન્યાં.
ત્યાર બાદ ચંદનમલજી પતે પણ પિતાના રાજકુમાર જેવા દીકરા સાથે સં. ૨૦૧૧માં કલકત્તા મુકામે પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના હસ્તે દીક્ષિત બન્યા અને તેઓશ્રીના શિષ્ય તરીકે મુનિશ્રી ચંપકવિજયજીના નામે જાહેર થયા. તેમના પુત્ર કુંદનમલ પણ તેઓશ્રીના શિષ્ય તરીકે મુનિશ્રી કનકધ્વજવિજ્યજી બન્યા. દીક્ષાના પ્રારંભકાળમાં પૂ. ગુરુવર્યોની સેવા વૈયાવચ્ચ તથા જ્ઞાનાદિમાં પ્રગતિ કરતા રહ્યા. છેલ્લાં ૧૭ વર્ષોથી પૂ. ગુરુદેવની આજ્ઞાથી જુદાં જુદાં ગ્રામ-નગર-તીર્થોમાં અલગ ચાતુર્માસ કરીને અનેક ગ્રામ-નગરમાં સારી એવી આરાધના કરાવી રહ્યા છે. આજે ૭૫ વર્ષની ઉંમરે પણ પૂજ્યશ્રીને તપ-સ્વાધ્યાયને અનમેદનીય રસ છે. સં. ૨૦૩રમાં તપને ઉલ્લાસ વધતાં છઠ્ઠથી વરસીતપ કર્યો હતે. સં. ૨૦૪૨માં ગણિપદવીથી અને સં. ૨૦૪૪માં પંન્યાસપદવીથી વિભૂષિત થયેલા પૂજ્યશ્રીની સંયમનિષ્ઠા, સ્વાધ્યાયમગ્નતા, સુદીર્ઘ સંયમપર્યાય, ગંભીરતા આદિની વિશેષ ગ્યતા જાણી સં. ૨૦૪૭ના દ્રિ. વૈશાખ સુદ ૬ના શુભ દિવસે મુંબઈ-ભૂલેશ્વરમાં આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા; અને આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ નામે ઉઘેષિત થયા.
પૂજ્યશ્રી સ્વભાવે શાંત, સરળ અને સૌમ્યતાની મૂર્તિ છે. તેઓશ્રીએ તપ-ત્યાગ, જ્ઞાન-ધ્યાન અને સંયમની ઉત્કૃષ્ટ સાધનાપૂર્વક સ્વજીવનને સ્તુત્ય અને ધન્ય બનાવ્યું છે. એટલું જ નહીં, પિતાના પરિવારને પણ સંયમના માર્ગે પ્રસ્થાપિત કરી શાસનની શોભા વધારી છે. તેમ જ પૂ. આચાર્યશ્રી સ્વ.પર કલ્યાણના માર્ગે સતત પ્રવૃત્ત રહી શાસન અને શ્રીસંઘનાં અનેક નાનામોટાં કાર્યો માટે પ્રેરણા અને માર્ગદર્શન આપી રહ્યા છે. પૂજ્યશ્રીની શુભ નિશ્રામાં અનેક સ્થાનેમાં વિવિધ આરાધનાઓ, અનુષ્ઠાને અને ભવ્ય ઓચ્છવ-મહોત્સવ અનેરી શાસનપ્રભાવનાપૂર્વક થઈ રહ્યાં છે. આવા પુણ્યપ્રભાવી પ્રશાંતમૂતિ પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજને શત વંદના !
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org