________________
૪૪૮
સ. ૨૦૪૧ના ફાગણ સુદ ૩ના દિવસે હસ્તગિરિમાં ગણિપદે અને સ. ૨૦૪૪ના ફાગણ વદ ૩ના મુંબઈ-શ્રીપાલનગરમાં પંન્યાસપદે પ્રતિષ્ઠિત કરાયા બાદ, પૂ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સ'. ૨૦૪૭ના વૈશાખ સુદ ૬ના ૭!ભ દિવસે સુરતમાં આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા.
શાસનપ્રભાવક
સં. ૨૦૦૧ના ધનતેરશના દિવસે નાસિક-મહારાષ્ટ્રમાં જન્મ પામીને ‘પ્રકાશ ’ નામ ધરાવનાર પૂજ્યશ્રીના પિતાનું નામ બાબુભાઇ, માતાનું નામ શાંતાબેન અને ભાઈનુ નામ મહેન્દ્ર હતું. બાબુભાઈનું મૂળ વતન તાર`ગાની તળેટીમાં વસેલું કોઠાસણા ગામ. ધંધાર્થે તેઓશ્રી મહારાષ્ટ્રમાં ટાંકેદ-ઘાટીમાં ઘેાડેા સમય રહીને નાસિકમાં સ્થિર થયા. એટલુ જ નહિ, એક આગેવાન તરીકે નાસિક ઉપરાંત આસપાસનાં કેટલાંય ગામામાં પ્રસિદ્ધ થયા. પૂ. મુનિરાજ શ્રી મુક્તિવિજયજી મહારાજ ( પછીથી આચાય )ના પરિચયે તેઓશ્રી સયમમાગે` વળવાની ભાવના ધરાવતા થયા. પ્રકાશ–મહેન્દ્ર એ વખતે નાના હતા; છતાં પિતાજી સાથે સાથે પૂજા, પ્રતિક્રમણ, પૌષધ આદિ આરાધનાએ કરતા અને દીક્ષાના વિષયમાં કંઈ પૂછવામાં આવે ત્યારે ‘ પૂ. પિતાજી જે કરે તે અમે કરવાના' એવા જવાબ આપતા. બાબુભાઇ દીક્ષા લે એમાં નાસિકના આગેવાને સંમત હતા, પણ નાનાં બાળકોની બાબતમાં સમિતિ ન હોવાથી સ. ૨૦૧૧ના વૈશાખ સુદ ને દિવસે મુરબાડ પાસેના ઘસઈ ગામે બાબુભાઇ એ નજીકનાં સગાંએની હાજરીમાં ગુપ્ત રીતે સંયમના સ્વીકાર કર્યો. પાતાનું નામ શ્રી જયકુજરવિજયજી અને એમના શિષ્ય તરીકે પ્રકાશ-મહેન્દ્રને શ્રી પૂર્ણ ચંદ્રવિજયજી અને શ્રી મુક્તિપ્રભવિજયજી નામે જાહેર કરાયા.
પૂ. મુનિરાજ શ્રી મુક્તિવિજયજી મહારાજની કડક દેખરેખ નીચે સંયમઘડતર ચાલુ થયુ'. પ્રારંભનાં થાડાં જ વર્ષમાં સુદર અને સંગીન અભ્યાસ કરી લીધા, એમાં ધીમે ધીમે શ્રી પૂર્ણ ચંદ્રવિજયજી મહારાજનાં રસ અને રુચિ લેખનમાગે` વધુ વળ્યાં. અને થોડાં જ વર્ષોમાં એક સિદ્ધહસ્ત લેખક તરીકે તેઓશ્રી સુપ્રસિદ્ધ થયા. પ્રારંભે શશધર, શ્રમણપ્રિયદર્શી', ઉપાંશુ, ચંદ્ર, નિઃશેષ, સત્યદશી` આદિ અનેક ઉપનામેાથી તેઓશ્રીએ લેખનનેા પ્રારંભ કર્યાં. શ્રી પૂ. ચંદ્રવિજયજી મહારાજના મૂળ નામે લેખન શરૂ થયા બાદ તે તેઓશ્રી સંઘ-સમુદાયમાં ખૂબ જ જાણીતા-માર્નીતા બની ગયા. પૂજ્યશ્રીને જેમ લેખનશક્તિ સ્વતઃસિદ્ધ છે, એવી જ રીતે સંપાદન/સંકલનની કળા પણ સ્વયંવશ છે. ધર્માંના મ, પાનુ ફરે સાનુ` ખરે, સાગર છલકે મેાતી મલકે, સિંધુ સમાયે બિંદુમાં, બિંદુમાં સિ' ભાગ ૧-૨-૩. આદિ પૂ. ગચ્છાધિપતિનાં પ્રવચન-પુસ્તકો, ચૂંટેલું ચિંતન ( પૂ. પંન્યાસજી મહારાજનાં પ્રવચનાંશે ), મુક્તિના મારગ મીઠે ( પૂ. આ. શ્રી વિજયમુક્તિચંદ્રસૂરિજી મહારાજના પ્રવચનાંશા ) તથા પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર, પૂ. આ. શ્રી વિજયરવિચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ આ. શ્રી વિજયજિનપ્રભસૂરીશ્વરજી મહારાજ આદિ ‘ કલ્યાણ 'ના એકી અવાજે આવકાર પામેલા વિશેષાંકે વાર વાર વાંચવાનું મન થાય, એવી પૂજ્યશ્રીની સપાદનશૈલીના ખેલતા પુરાવા છે.
સિદ્ધહસ્ત સાહિત્યસર્જક પૂ.આ. શ્રી વિજયપૂર્ણચંદ્રસૂરીશ્વરજી મહારાજ વર્ષોથી સરસ્વતીસાધનામાં લીન છે. તેઓશ્રીની આ સાધના સતત આગળ વધતી રહે, જેના પ્રભાવે આંખ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org