________________
શ્રમણભગવત-૨
પાલીતાણામાં ગણિપદથી અને સં. ૨૦૪૪ના ફાગણ વદ ૪ના મુંબઈ, શ્રીપાલનગરમાં પંન્યાસપદથી વિભૂષિત કર્યા. પ્રસન્ન વદન, સરળતા, સાદગી, ગુરુસમર્પણભાવ, અને વાત્સલ્ય, અપૂર્વ સ્વાધ્યાયરસિકતા, નિરભિમાનીતા, નિઃસ્પૃહતા, ક્રિયારુચિ આદિ અનેકાનેક ગુણથી હર્યુંભર્યું આદર્શ જીવન ધરાવતા પૂજ્ય પંન્યાસપ્રવરશ્રી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા-આશિષપૂર્વક સં. ૨૦૪૬ના ફાગણ વદ ૧૧ના દિવસે મુંબઈ–ભૂલેશ્વર-લાલબાગમાં આચાર્યપદે અભિષિક્ત થતાં આચાર્ય શ્રી વિજયજયકુંજરસૂરીશ્વરજી મહારાજ નામે પ્રસિદ્ધ થયા. એવા સમર્થ શાસનપ્રભાવક સૂરિવરનાં ચરણે કટિશ વંદના !
કથા-કલમના કુશળ કસબી અને સર્જન-સંપાદનના કલાસ્વામી પૂ. આચાર્યશ્રી વિજયપૂર્ણચંદ્રસૂરીશ્વરજી મહારાજ
પૂજ્ય આચાર્યશ્રી વિજ્યપૂર્ણચંદ્રસૂરીશ્વરજી મહારાજનું નામ શ્રવણગેચર થતાં જ આંખ અને અંતર સમક્ષ એક સમર્થ સાહિત્યસર્જક ખડા થઈ જાય છે. જેઓ શબ્દના શિલ્પી, કલમના કસબી અને ભાવ-ભાષાના ભંડાર છે. પૂજ્યશ્રી આકાર-આકૃતિથી ભલે ઓછા જાણીતા હોય, પણ અક્ષર–આલેખનથી તે ઠેર ઠેર સુપ્રસિદ્ધ છે. જેનેજગતના જાણીતા માસિક કલ્યાણના માધ્યમે પૂજ્યશ્રી ખૂબ ખૂબ પ્રસિદ્ધ છે, તે વળી પૂજ્યશ્રીની લેખ-પ્રસાદીના કારણે “કલ્યાણ માસિક પણ ખૂબ ખૂબ પ્રસિદ્ધિ પામ્યું છે. “કલ્યાણ માં નિયમિત અનેક કલમે લખવા ઉપરાંત, લેખનું સંપાદન પણ પૂજ્યશ્રી કરતા રહ્યા છે. તેઓશ્રીની લેખનકળા અને સંપાદનસૂઝ એવી આગવી છે કે, જેના સ્પર્શે પ્રાચીન કથાનકે જીવંત બની જાય છે અને પ્રાચીન સાહિત્ય પણ નવા શણગાર પામે છે. પૂજ્યશ્રી મિતભાષી છે, પણ “કલ્યાણ” અને કલમના માધ્યમે અનેકેની સાથે કલાકે ના કલાકે મૌન વાર્તાલાપ કરતા હોય એમ લાગે. તેઓશ્રીનું સાહિત્ય સર્વમુખી છે. ચિંતન, કથાલેખન, સંપાદન, સંકલન : આ અને આવી સાહિત્યની વિવિધ ક્ષિતિજોને અજવાળતાં એમનાં કેટલાંયે પુસ્તકો પ્રકાશિત થયાં છે. જુદી જુદી સંસ્થાઓ દ્વારા પ્રકાશિત આવાં નાનાં-મોટાં પુસ્તકોની સંખ્યા ૩૦ આસપાસની થાય છે. જે કે એ બધા જ પ્રકાશને ભારે માંગને કારણે આજે અપ્રાપ્ય છે. આથી પૂજ્યશ્રીના સાહિત્યના વ્યવસ્થિત પ્રકાશન માટેની અનેકાનેક માગણી-લાગણીને માન આપીને સં. ૨૦૪૬ના મૌન એકાદશીને શુભ દિવસે સંસ્કૃતિ પ્રકાશન-સુરત ' સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. સવા-દોઢ વર્ષના ટૂંકા સમયમાં આ સંસ્થા દ્વારા ૧૦ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. આ સાહિત્યને સંઘ-સમાજે એવી અંતરની લાગણીથી વધાવી લીધું છે કે આજે પૂર્વે પ્રકાશિત પાંચ પુસ્તકે અપ્રાપ્ય બની ચૂક્યાં છે. આ સિદ્ધહસ્ત લેખક આચાર્યશ્રીએ લેખનની શરૂઆત લગભગ ૨૫ વર્ષ પૂર્વે કરી હતી. ૨૫ વર્ષના સમયમાં પૂજ્યશ્રીની કલમે અનેક ઐતિહાસિક આગામિક કથાઓ, જેનસાહિત્યની શ્રેણીબંધ કથાઓ, સંસ્કૃતિષક અનેકાનેક વાર્તાઓ, ચિંતનમનનથી ભરપૂર સાહિત્યની ભેટ જેનસંઘને મળી છે, એનું મૂલ્ય આંકી શકાય તેમ નથી.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org