________________
શ્રમણભગવત-૨
અનેક વિદ્વાન મુનિવરને પ્રાકૃત વ્યાકરણને અભ્યાસ કરાવનાર, જ્ઞાની સાથે ૨૧-૨૫-૩૬ જેવા ઉપવાસની દીર્ઘ તપશ્ચર્યા કરનાર, વડીલેની ભક્તિ, વિનય, વૈયાવચ્ચવાળા મુનિશ્રી વીરશેખર વિજયજી મહારાજને ૨૭૦ વર્ધમાનતપની ઓળીના સમારાધક પૂ. આ. શ્રી વિજયરાજતિલકસૂરીશ્વરજી મહારાજની તારક નિશ્રામાં પાલડી–રાજસ્થાન-માં સં. ૨૦૪૧ના જેઠ સુદ ૧૦ને બુધવારે તા. ૨૯-૫-૮૫ના શુભ દિવસે ગણિપદ અને સં. ૨૦૪૪ના ફાગણ વદ ૩ને રવિવારે તા. ૬-૩-૮૮ના શુભ દિવસે, ગત વીશીના નવમાં શ્રી દામોદર જિનના સમયમાં અષાઢી શ્રાવકે બનાવેલા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથસ્વામીના પ્રતિમાજીથી પાવન તીર્થમાં, પંન્યાસપદથી વિભૂષિત થયા.
ત્યાર બાદ, પૂ. પંન્યાસપ્રવરશ્રીના વરદ હસ્તે અનેકવિધ શાસનપ્રભાવના થઈ શાહ દેવશી મેઘજી પેથડ પરિવારના આ નેતા પુત્રને પગલે પગલે પરિવારમાંથી પણ ઘણી દીક્ષાઓ થઈ પૂજ્યશ્રીની નિશ્રામાં ઉપધાન, ઓળી વગેરે તપ, પ્રતિષ્ઠા–અંજનશલાકા આદિ મહોત્સવ, છરીપાલિત સંઘે આદિ મહાન કાર્યો થયાં. ૩૫ વર્ષના દીક્ષા પર્યાયમાં તેઓશ્રીએ મહાન પ્રભાવનાઓ કરીને જૈનધર્મને જ્યકાર પ્રવર્તાવ્યો. પરિણામે, ૯૪ વર્ષના દીર્ધાયુષી ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાને અનુવતીને, તેઓશ્રીની જ તારક નિશ્રામાં, ૩૦મી અંજનશલાકા–પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે, સં. ૨૦૪૬ના ફાગણ સુદ ૧૧ને બુધવારે તા. ૭-૩-૯૦ના શુભ દિવસે શ્રી નેમીશ્વર તીર્થ (ડાળિયા)ના પ્રાંગણમાં આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. પૂજ્ય આચાર્યશ્રી વિજયવીરશેખરસૂરીશ્વરજી મહારાજ નિરામય દીર્ધાયુષ્ય પામીને અનેકવિધ શાસનપ્રભાવક કાર્યો કરતાં રહે એ જ અભ્યર્થના! અને પૂજ્યશ્રીનાં ચરણારવિંદમાં કેટિ કેટિ વંદના !
પ્રશમરસપાનિધિ અને ગુરુદેવની અખંડ સેવાના ઉપાસક પૂ આચાર્યશ્રી વિજયજયકુંજરસૂરીશ્વરજી મહારાજ - સિદ્ધાંતમહોદધિ પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજને સુવિશાળ સાધુસમુદાય નજર સમક્ષ અંકિત થાય અને સિંહગર્જનાના સ્વામી નીડર વક્તા પૂ. આ. શ્રી વિજયમુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજની યાદ આવે ને આવે છે. એવા એ પૂ. આચાર્યદેવની પુણ્યસ્મૃતિ સાથે પડછાયાની જેમ સંકળાયેલું એક વ્યક્તિત્વ એટલે પૂ. આ. શ્રી વિજયજયકુંજરસૂરીશ્વરજી મહારાજ. અનેક વિશેષતાઓ ધરાવતા પૂજ્યશ્રીના જીવનની એક વિશેષતા તે વિરલાતિવિરલ વિશેષણ પામી જાય એવી છે. એ છે આજીવન અંતેવાસીત્વ. દીક્ષા ગ્રહણથી માંડીને પૂજ્યશ્રીએ પૂ. ગુરુદેવનાં દેહદિલની સાથે પડછાયાની જેમ જ સંલગ્ન રહેવાની એવી “સેવાવૃત્તિ” સ્વીકારી કે પૂ. ગુરુદેવશ્રીના સમાધિમૃત્યુની પળ સુધી એ સેવાવ્રત અખંડ જ રહ્યું !
પૂજ્યશ્રીનું સંસારી વતન તારંગાની તળેટીમાં વસેલું વાવ-સતલાસણા પાસેનું કેઠાસણા ગામ. ધંધાર્થે પ્રારંભમાં ટાંકેદઘેટી (મહારાષ્ટ્ર) અને પછી વર્ષોથી નાસિકમાં સ્થિર થયેલા.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org