________________
શ્રામણભગવંતો-ર
૪૩
કર્યા છે. વિશસ્થાનક તપની ઓળી, ૧૦૮ અઠ્ઠમ (ચાલુ), ૧૮ ભગવાનનાં આયંબિલ (ચાલું ), વર્ધમાન તપની ૯મી એળી ચાલુ છે, જે સં. ૨૦૨૮ના વૈશાખ મહિનામાં ૧૦૦ એળી પૂરી થઈ જવાની ધારણા છે. પૂજ્યશ્રીની વર્ધમાનતપની ૯૫મી ઓળી નિમિત્તે ૯૯ છોડને ભવ્ય ઉઘાપન મહોત્સવ તેમ જ ૯૪ અને ૯૬મી એળી નિમિત્તે ભવ્ય ઉજમણાં અમદાવાદ-નવરંગપુરામાં ઊજવાયાં હતાં. એવી જ રીતે, પૂજ્યશ્રીની પ્રેરણા અને નિશ્રામાં ૨૦ જેટલાં ઉજમણાં, ૧૫ છરી પાલિત યાત્રા સંઘે અમદાવાદ, જામનગર, બેરસદ આદિ સ્થાનમાં ઉપધાનતપની આરાધના, અનેક ભવ્યાત્માઓને દીક્ષા પ્રદાન, ૧૫ જેટલા નવા સંઘની સ્થાપના અને સ્થિરતા, ૪૦ જેટલાં નાનાંમોટાં જિનમંદિરના નિર્માણ, પાંચ દેરાસરના જીર્ણોદ્ધાર, અનેક ઉપાશ્રયેનું નિર્માણ, ૧૩/૧૪ પાડશાળાઓની સ્થાપના આદિ મહાન પ્રભાવક કાર્યો થયાં છે. પૂજ્યશ્રીએ અમદાવાદમાં શ્રી કૃષ્ણનગર જૈન સંઘ અને શ્રી બાપુનગર જૈન સંઘ આદિની સ્થાપના કરાવી છે. તેઓશ્રી દ્વારા જ્યાં સંઘે સ્થપાયા, એ આજે સારી રીતે વિકાસ પામ્યા છે. ૨૦ ઘરોને સંઘ ૧૨૦૦ ઘર સુધી પહોંચ્યું છે. જ્યાં જ્યાં ચાતુર્માસ થયાં છે, ત્યાંના શ્રીસંઘેમાં આરાધનાનાં પૂર ઊમટયાં છે. દાન-શીલ-તપ-ભાવનાના ડંકા વાગ્યા છે. સં. ૨૦૪૭માં ૯ દેરાસરની પ્રતિષ્ઠા પૂજ્યશ્રીની પ્રેરણા-નિશ્રાથી થઈ છે. રાજકોટમાં રૈયા રેડ તથા શ્રમજીવી સોસાયટી નં. ૩માં શિખરબંધી દેરાસરે બંધાયાં છે. વર્ધમાનનગરમાં સં. ૨૦૪૭ના ચાતુર્માસમાં અનેકવિધ તપારાધનાઓ અને અનુષ્કાને થયાં છે. પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગવાસ નિમિત્તે તેમની દીર્ઘ અને ઉજજ્વળ સંયમસાધનાની અનુમોદનાથે ભવ્ય મહત્સવ તેઓશ્રીની નિશ્રામાં ઊજવાય છે. પૂજ્યશ્રીનાં અપ્રમત્ત જીવનચર્યા, સતત આત્મચિંતન અને સ્વ.પર કલ્યાણની તીવ્ર ભાવનાના કારણે સંઘ અને શાસનનાં અનેક કાર્યો સુસમ્પન્ન બની રહ્યાં છે.
પૂજ્યશ્રીની મહાન તપશ્ચર્યાઓ અને શાસનપ્રભાવનાનાં અનેક કાર્યોની જેમ તેઓશ્રીનું અધ્યયનફળ પણ એટલું જ ભવ્ય છે. વિવિધ શાસ્ત્રો અને સાહિત્યના તલસ્પર્શી અધ્યયનને લીધે પૂજ્યશ્રીની વિદ્વત્તા અને વસ્તૃત્વશક્તિનો અભુત વિકાસ સાથે છે. તેઓશ્રી મધુર અને સરળ વાણીમાં ગહન અને ભાવપૂર્ણ પ્રવચનો કરવામાં કુશળ છે. તેઓશ્રીનાં પ્રભાવશાળી પ્રવચનેથી પ્રેરાઈને અનેક ભાવિકે, ખાસ કરીને, યુવાવર્ગમાં ધર્મજાગૃતિના જુવાળ આવ્યા છે. એવી જ રીતે, પિતાના અગાધ અભ્યાસના ફળસ્વરૂપે પૂજ્યશ્રીએ સાહિત્યનું વિપુલ સર્જન કર્યું છે. લેકે પકારી-લોકભોગ્ય સાહિત્યસર્જનમાં તેઓશ્રી અગ્રેસર રહ્યા છે. ધર્મ, અધ્યાત્મ, સમાજ, વિજ્ઞાન આદિ વિષયને સાંકળીને વર્તમાન સંદર્ભમાં ધર્મસંસ્થાપના અને જૈનદર્શનની મહત્તા પ્રતિપાદિત કરતા ૩૦ થી વધુ ગ્રંથ રચ્યા છે, જેમાં “વિજ્ઞાન અને જૈનદર્શન” ભાગ ૧-૨, “ સંસ્કૃતિનું વિજ્ઞાન”, “શ્રમણપાસકનું ઝગમગતું જીવન”, “વિલય ચિનગારી”, “પ્રેરણાની પરબ', “મહામંત્રનું વિજ્ઞાન', જીવનમાં મૌનને ચમત્કાર”, “વીતરાગવચનનું સર્વશ્રેષ્ઠ વિજ્ઞાન”, “સાપેક્ષવાદનું વિજ્ઞાન', પ્રેમસૂદિાદા', “જીવનનું અમૃત', “આત્મવાદ', “જીવન અને વ્રતો”, “કેધને દાવાનળ અને ઉપશમની ગંગા”, “ચિંતનનું ચૈતન્ય”, “આચારસંહિતા”, “અદશ્ય એટમ બોમ્બ,
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org