________________
શાસનપ્રભાવક
પ્રખર તપરવી, સમર્થ સાહિત્યસર્જક અને મહાન શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી વિજયપ્રભાકરસૂરીશ્વરજી મહારાજ
પિતાના પરોપકારી અને પ્રભાવશાળી વ્યક્તિત્વને લીધે જિનશાસનના ચતુર્વિધ સંઘને જેમના પ્રત્યે અવિહડ રાગ રગરગમાં વ્યાપી વળે છે તેવા શ્રી વિજયપ્રભાકરવિજયજી મહારાજ પણ પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં વિનય, વિવેક, મમતા, ઉદારતા, વિદ્વત્તા, વ્યવહારકુશળતા, પરોપકારીતાને લીધે અત્યંત કપ્રિય મહાત્માની ખ્યાતિ ધરાવે છે.
જ્યાં ૨૫ જેટલાં જિનમંદિરે જિનશાસનની આલબેલ પોકારી રહ્યાં છે, જ્યાંથી અસંખ્ય ભવ્યાત્માઓ પ્રત્રજ્યાના પુનિત પંથે પળ્યા છે, તે વિરાગનગરી રાધનપુરમાં શેઠ રતિભાઈ ભુરાભાઈ દોશીનાં સુશ્રાવિકા ધર્મપત્ની હીરાબહેનની રત્નકુક્ષિાએ સં. ૧૯૨ના ફાગણ વદ ૧ (ધૂળેટી)ને દિવસે તેઓશ્રીને જન્મ થયો. પૂજ્યશ્રીનું સંસારી નામ બાબુભાઈ હતું. બાબુભાઈ કુસંગને પ્રતાપે બાલ્યકાળમાં ઉન્માર્ગે ચડી ગયા હતા, પરંતુ પૂ. મુનિવરેના સત્સંગે તરત જ સન્માર્ગે ચડી ગયા. છ વર્ષની કુમળી વયે આયંબિલની ઓળી કરવાનું મન થયું અને હોંશે હેશે કરી. નાનપણથી જ ધાર્મિક સંસ્કારો સુદઢ અને સુવિકસિત થયા. કુટુંબ ધંધાર્થે મુંબઈ આવ્યું, તેમાં પરમ શાસનપ્રભાવક સુવિશાળ ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનાં પ્રવચનની પ્રગાઢ અસર થઈ. માતાપિતાની ધાર્મિક વૃત્તિએ બાબુભાઈ ને પ્રોત્સાહન પૂરું પાડ્યું. તેઓ સંયમજીવનના પૂર્વસંસ્કરણ રૂપ અનેક વ્રત-નિયમો ધારણ કરવા લાગ્યા. જીવન સંયમ માટે, મોક્ષ માટે જ છે એવી દૃઢ શ્રદ્ધા સેવવા લાગ્યા. રાત્રિભૂજન કે હોટલમાં ખાવાનું બંધ કર્યું. આ વદ ૮ થી કારતક સુદ પ સુધી મિષ્ટાન લેતા નહીં. પિતાને વાપરવા મળતા પૈસા દીન-દુઃખીને આપી દેતા. ૧૪ વર્ષની ઉંમરે ચાર મિત્રોએ થોડા પૈસા ભેગા કર્યા અને મહાવીર જન્મ કલ્યાણકના દિવસે ૭૦૦ પુણ્યવાનને એક આનાની પ્રભાવના કરી હતી. બાબુભાઈની આ ધર્મ પ્રવૃત્તિ અને ચારિત્રપ્રીતિથી પિતા રતિલાલ પણ ખૂબ જ રાજી રહેતા. તેઓ ઇચ્છતા કે પિતાની હયાતીમાં જ બાબુલાલની દીક્ષા થાય. અને બન્યું પણ એમ જ. ભવતારિણી દીક્ષાદાતા પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજની પાવક નિશ્રામાં દાદર-મુંબઈમાં સં. ૨૦૧૦ના મહા સુદ ૪ને શુભ દિવસે પ્રત્રજ્યા સ્વીકારીને બાબુભાઈ ૧૭ વર્ષની યુવાન વયે પૂ. આ. શ્રી વિજયમુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બની મુનિશ્રી પ્રભાકરવિજયજી નામે ઘેષિત થયા.
- ગુરુકૃપાના બળે અને ફળસ્વરૂપે પૂજ્યશ્રીમાં સાધના-સ્વાધ્યાય-શાસનસેવાના અનેકાનેક ગુણોને વિકાસ થયો. સ્વપૂર કલ્યાણની પ્રવૃત્તિઓમાં તપશ્ચર્યા એ સંયમજીવનને પામે છે. પૂજ્યશ્રીએ તો સંસારીપણામાં પણ તપ-સાધના પર વિશેષ રુચિ દર્શાવી હતી. સાધુપણામાં તે આ ગુણને અનેકગણો વિકાસ થયે. પૂજ્યશ્રીએ આજ સુધીમાં છઠનાં પારણે છઠ-એક માસ, ચારનાં પારણે ચાર – એક માસ, પાંચ ઉપવાસ પાંચ વારથી માંડીને ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૨૦, ૩૦, ૩૩, ૪૨ ઉપવાસની આરાધના દોઢ વર્ષમાં કરી છે. આજ સુધીમાં ૧૨૦૦ ઉપરાંત ઉપવાસ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org