________________
શાસનપ્રભાવક
રાત્રિભોજન કેમ નહિ? ', “બાળગ્ય નવકાર”, “ધર્મનું વિજ્ઞાન આદિ નૂતન શૈલીથી લખાયેલા ગ્રંથ છે. વિજ્ઞાન વિષયક ગ્રંથેની તે હજાર નકલે ખપી ગયેલી છે અને દેશવિદેશમાં લોકપ્રિય પણ થયેલી છે.
એવી અનેકવિધ શાસનપ્રભાવના દ્વારા બહુમુખી પ્રતિભાને ઉપસાવતા સાધુવરને સં. ૨૦૪૧ના માગશર સુદ ૬ને દિવસે પાલિતાણામાં પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજે ગણિ પદ, સં. ૨૦૪૪ના ફાગણ વદ ૩ને દિવસે અમદાવાદમાં પૂ. આ. શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પંન્યાસપદ અને સં. ૨૦૪૬ના ફાગણ સુદ ૧૧ને શુભ દિવસે બોરસદ મુકામે પૂ. આ. શ્રી વિજયરાજતિલકસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્યપદ પ્રદાન કરવામાં આવ્યાં. પદપ્રદાનના આ દિવસે, પ્રસંગને અનુલક્ષીને બોરસદમાં જીર્ણોદ્ધાર પામી રહેલા શ્રી આદિનાથ જિનમંદિર માટે રૂા. દેઢ લાખનું ફંડ થયું. બહારગામના સંઘેએ તેમ જ ભાવિકેએ જૈનમંદિરમાં દેવદ્રવ્ય અને સ્વદ્રવ્ય અર્પણ કરી સુંદર લાભ લીધે. જીવદયામાં પણ અનુમોદનીય ફાળે નેંધાય. આ પ્રસંગે પૂજ્યશ્રીના સંસારી સંબંધીઓએ પણ દ્રવ્યને અનુપમ સવ્યય કર્યો હતે. સાધના-આરાધનામાં ઉત્કૃષ્ટ સ્થાને બિરાજતા આ સૂરિવર નિરામય દીર્ધાયુષ્ય પામીને શાસનપ્રભાવનાનાં સર્વોત્કૃષ્ટ કાર્યો સફળતાપૂર્વક પાર પાડતા રહે અને તે માટે શાસનદેવ પૂજ્યશ્રીને સંપૂર્ણ સ્વાચ્ય બક્ષો એવી અલ્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણોમાં કેટ કેટિ વંદના !
(સંકલન : પૂ. મુનિશ્રી જિનરક્ષિતવિજયજી મહારાજલિખિત પુસ્તિકાને આધારે.)
પ્રાકૃત–સાહિત્ય વિશારદ, કર્મ સાહિત્યના પંદર ગ્રંથના રચયિતા, તપોભૂતિ
પૂ. આચાર્યશ્રી વિજયવીરશેખરસૂરીશ્વરજી મહારાજ
પૂ. આ. શ્રી વિજયવીરશેખરસૂરીશ્વરજી મહારાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં તેજસ્વી તપસ્વી છે. પૂજ્યશ્રીનો જન્મ મોસાળ, હાલારના નવાગામે સં. ૧૯૯૪ના ચૈત્ર સુદ ૧૨ને શુભ દિવસે માતા જેમાબહેનની રત્નકુક્ષિએ થયે હતો. તેઓશ્રીનું સંસારી નામ વીરચંદ હતું. કુટુંબના ધાર્મિક સંસ્કારે, પૂર્વભવની પુણ્યરિદ્ધિ અને પૂના પારસસ્પર્શ સમાં સમાગમ ભાઈ વીરચંદની ભાવના વૈરાગ્યવાસિત થઈ અને આગળ જતાં, તેઓ દીક્ષાની ભાવનાવાળા થયા. ૧૭ વર્ષની ભરયુવાન વયે સિદ્ધાંતમહોદધિ પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં અને પૂ. શ્રી રાજશેખરસૂરિજી મહારાજના શિષ્યપદે સં. ૨૦૧૧ના મહા સુદ ૧૦ના દાદર-જ્ઞાનમંદિરમાં દીક્ષા અંગીકાર કરીને વીરચંદભાઈ મુનિશ્રી વીરશેખરવિજયજી બન્યા. પૂની પરમ કૃપાથી સિદ્ધહેમ સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ, કાવ્ય-ન્યાય આગમાદિ ગ્રંથને ગહન અભ્યાસ કરીને કર્મસાહિત્યમાં પ્રવેશ કર્યો. સચ્ચારિત્ર ચૂડામણિ, કર્મસાહિત્યનિપુણુમતિ પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના માર્ગદર્શન મુજબ વિશાળકાય બંધવિજ્ઞાન પંદર ગ્રંથના મૂળ ગ્રંથકાર, સ્વપજ્ઞસત્તા વિધાન ગ્રંથકાર,
Jain Education International 2010_04
For Private & Personal Use Only
WWW.jainelibrary.org