________________
શ્રમણભગવત-૨
૪૭ મધુર વક્તા તરીકે પ્રસિદ્ધ થયા. બાળક પણ સમજી શકે તેવી સરળ અને મધુર વાણીમાં વ્યાખ્યાન આપવાની કુશળતા પ્રાપ્ત કરી.
પૂ. દાદાગુરુશ્રીએ સં. ૨૦૦૭ થી તેજસ્વી મુનિઓને કર્મસાહિત્ય, આગમશાસ્ત્ર અને સંસ્કૃતમાં કર્મ સાહિત્યના નવા ગ્રંથમાં ટીકાનું નિર્માણ થાય તે માટે વાચના આપી, અભ્યાસ કરાવ્યું. સ્વયં મુનિએ ૪૫ આગમનું વાચન પૂરું ન કરે ત્યાં સુધી મિષ્ટાન્નને ત્યાગ કર્યો. આમ, પૂજ્યશ્રીને સાધુઓ સારા, સંયમી અને જ્ઞાની ને શાસનની પ્રભાવના કરે એવી ધગશ હતી. ઉત્તરોત્તર એક દવા બીજા દીવાને પ્રગટાવે તેમ અનેક મુનિએ લેખન, વક્તવ્ય સાથે જિનશાસનની પ્રભાવના કરનારા બન્યા. આ બધામાં વાત્સલ્ય વરસાવનાર અને મુનિઓના સંયમની કાળજી હોય તે તે પૂ. દાદાગુરુદેવ શ્રી વિજયએમસૂરીશ્વરજી મહારાજને અસીમ ઉપકાર છે. આમ, પૂ. મુનિરાજ શ્રી રાજેન્દ્રવિજયજી મહારાજે પૂજ્યની છત્રછાયામાં કૃપાદૃષ્ટિ સંપાદન કરી અનેક ક્ષેત્રોમાં ચાતુર્માસ દરમિયાન પ્રભાવના કરતા રહ્યા, જેમાં તેઓશ્રીને વડીલ ગુરુબંધુ વર્ધમાન તપની ૧૦૦ એળીના તપસ્વી મુનિરાજ શ્રી મણિભવિજયજી મહારાજને પૂર્ણ સહગ સાંપડતો રહ્યો. લગભગ ૯ ચાતુર્માસમાં સાથે રહ્યા. મુનિશ્રી રાજેન્દ્રવિજયજી મહારાજનાં પ્રવચને, શિબિરો આદિ જૈનસંઘમાં સારે પ્રભાવ પાડનારાં નીવડ્યાં. યુવાનોમાં ધાર્મિક જાગૃતિ આવતી ગઈ. શ્રીસંઘમાં આધ્યાત્મિક ઉત્કર્ષ થાય એવી ભાવના પૂજ્યશ્રીના હૃદયમાં વૃદ્ધિ પામતી રહી. તત્વજ્ઞાનની વાચનાઓ આપતાં આપતાં સકળ સંઘમાં જૈન-તત્ત્વજ્ઞાનની વૃદ્ધિ થાય તે માટે તત્ત્વજ્ઞાનને મૂર્ત સ્વરૂપ આપતાં મેટા રેકઝીન ચાર્ટ-map-નકશા-તૈયાર કરાવ્યા જેની ૩ આવૃત્તિઓ પ્રગટ થઈ તે નકશાઓને સરળતાથી સમજાવવા માટે જે તત્ત્વજ્ઞાન ચિત્રાવલીની ગુજરાતી અને હિન્દી આવૃત્તિ પ્રકાશિત કરાઈ, જેનું લખાણ વિદ્વર્ય મુનિરાજ શ્રી જયસુંદરવિજયજી મહારાજ પાસે કરાવ્યું, જેને આજે ઘણ સંઘમાં અસંખ્ય જિજ્ઞાસુઓ સુંદર ઉપગ કરી રહ્યા છે.
આસપાસના વિષમ વાતાવરણથી જૈનકુળમાં વ્યાપક બની ગયેલાં અભક્ષ્ય ખાનપાન જોઈને પૂજ્યશ્રીના દિલમાં કરુણા ઊપજી. આહારમાં શુદ્ધિ ન જળવાય તે માત્ર તન જ નહિ, મનુષ્યનું મન પણ બગડતું હોય છે; આત્મા તામસી બની જતા હોય છે, જેના પરિણામે આલોક-પરલેક, ઉભય લેક બગડે છે. કષાયની માત્રા વધવાથી સંસારનું પરિભ્રમણ વધે છે. આ બધાંના નિવારણ માટે શાસ્ત્રમાં બાવીશ પ્રકારના અભક્ષ્યને ત્યાગ દર્શાવ્યું છે આહારશુદ્ધિના વિષય ઉપર સં. ૨૦૨૧માં પાટણમાં જૈન ધાર્મિક શિક્ષણ શિબિરમાં વાચના આપી. ત્યાર બાદ આહારશુદ્ધિ-પ્રકાશ નામના ગ્રંથનું સંકલન કર્યું, જેમાં શાસ્ત્રોના પ્રમાણે, વિદ્વાને અને ડોકટરેના અનુભ, બુદ્ધિજીવીને ગળે ઊતરી જાય એવી શાક્ત દલીલેમાહિતી ઓ આપવામાં આવી છે, જેની ગુજરાતીમાં પાંચ આવૃત્તિઓ, હિન્દીમાં બે અને મરાઠીમાં એક આવૃત્તિ થઈ અનેક નગરોમાં લેખિત ઇનામી પરીક્ષા લેવાઈ અનેક યુવાનપ્રૌઢા અભક્ષ્ય ખાનપાનના ત્યાગી બન્યા. આ પુરતકનું અંગ્રેજીમાં પણ પ્રકાશન થનાર છે. અનંત પુણ્યરાશિથી જૈનકુળમાં જન્મ પામેલા બાળયુવાન વર્ગમાં બહારનાં ભૌતિક સાધનથી–ટીવી;
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org