________________
શાસનપ્રભાઠક
સક્તતા : આવા જવલંત વાતાવરણમાં તેઓશ્રીનું જીવન–હેમ વધુ ને વધુ તેજિત-ઉત્તેજિત બનતું ગયું. આગળ વધતાં પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરિજી મહારાજ પાસે કર્મપ્રકૃતિને સાંગોપાંગ અભ્યાસ કર્યો ને તેમાં અદ્ભુત પ્રભુત્વ મેળવ્યું. પછી તે અનેક સાધુઓને તેને અભ્યાસ કરાવ્યું. આજે ૪૦ વર્ષ બાદ પણ આ કર્મપ્રકૃતિ જે કઠિન ગ્રંથ તેમને કંઠસ્થપ્રાયઃ છે. દિગંબર સાહિત્યના જયધવલા-મહાધવલા અને ગમ્મસાર જેવા ગ્રંથે પણ ટૂંક સમયમાં ખેડી લીધા. રાત્રિના ૪-૫ કલાક મેં બેલીને કડકડાટ સ્વાધ્યાય કરતા, જે જેનાર ય ભૂલ્યા નથી. મોટા મોટા પ્રાધ્યાપક અને સંશોધકોને માથાં ખંજવાળવાં પડે તેવા જટિલ કેયડા ગુરુકૃપાથી ક્ષણવારમાં ઉકેલી નાખતા. શરીર સાથેની લેણાદેણીના અભાવને કારણે મોટા ભાગનું જીવન માંદગીમાં જ પસાર થતું રહ્યું છે. ટી. બી., શ્વાસ, શરદી, ખાંસી, મસા વગેરે અનેક રેગો ઘર જમાવી બેઠા છે. છતાં અશાતા આશીર્વાદ બની છે. માંદગીમાં સૂતાં સૂતાં લગભગ પિસ્તાલીસે આગમનું તલસ્પર્શી અધ્યયન કરી લીધું. એક બાજુ સમતાભાવે રોગને સહન કરીને અને બીજી બાજુ સ્વાધ્યાયની જવલંત ત જલાવીને સંઘને તેમ જ સમુદાયને અદ્ભુત આદર્શ પૂરો પાડ્યો છે. બીજા પણ અનેકાનેક ગ્રંથોને અભ્યાસ કરી માંદગીને મહોત્સવ બનાવી દીધી !
વ્યાખ્યાનશક્તિશેલી : જેના જીવનની રગેરગમાં વૈરાગ્ય વહેતો હોય તેના મુખમાંથી બીજું શું કરવાનું હતું ? અંતરમાં ઊછળતે વૈરાગ્યનો બોધ વાણી દ્વારા પ્રગટ થાય છે. ને શ્રોતાઓને મંત્રમુગ્ધ બની વૈરાગ્યવાસિત બને છે. છેલ્લાં ૨૫-૨૫ વર્ષથી ભારતભરના અનેક મહાન સંઘે જેમનાં વિરાગનીતરતાં વચનામૃતનું પાન કરી રહ્યા છે, પાવન બની રહ્યા છે તે શ્રોતાઓ સહજ બેલી ઊઠે છે કે, “સાહેબજીના હોઠ નહિ, પણ પણ હૈયું બેલે છે. માટે જ અમારાં હદય વીંધાઈ જાય છે.” વક્તાઓ જેને આજના સમયમાં આવશ્યક માને છે તેવાં માસિકે ને છાપાંઓ, વાર્તાઓ અને નવલકથાઓ, રાજકારણ અને રમતગમતની માહિતીથી જેઓ સદા અલિપ્ત રહે છે, તેઓશ્રીના વ્યાખ્યાનમાં નરી અરિહંતની ઓળખ થાય છે, ભક્તિનું વિશ્લેષીકરણ ને વિશદીકરણ તથા સંસારની ભયંકરતાનાં વર્ણને જોવા મળે છે. આડીઅવળી કઈ વાત નહીં, છતાં દાખલા ને દલીલે, સમજાવટ ને છણાવટની શૈલી જ એવી કે અન્ય મહાન વક્તાઓને પણ કહેવું પડે કે, અહીં ખરેખર તત્વ જ મળે છે! વ્યાખ્યાન તે આને કહેવાય.” અરિહંતની ભક્તિ, વિષયેની ભયંકરતા અને નરકની વેદના–આ ત્રણે વિષયેની આગવી પ્રભુતા શ્રોતાઓને એવા રસતરબળ બનાવી દે કે વર્ષોનાં વહાણાં વાય તે પણ તે રસનો આસ્વાદ માણવા સૌ કેઈ આતુર ને અતૃપ્ત ને ઉત્કંઠિત રહે. “વૈરાગ્યદેશનાદલ ના બિરુદથી જ લેકે તેમને બિરદાવે છે.
વિશિષ્ટ આરાધનાઓ : તેઓશ્રી સીમંધરસ્વામીના પરમોપાસક છે. છેલ્લાં ૨૫ વર્ષથી ચાતુર્માસમાં સીમંધરસ્વામીના અઠ્ઠમની આરાધના કરાવે છે. પરમાત્માની કૃપાથી ને ગુરુદેવશ્રીના પુણ્યપ્રભાવે સર્વ સ્થળે બાળકથી માંડીને બુદ્દા સુધીના હજારે આરાધકે તેમાં જોડાય છે. સૌ કોઈ ત્રણ દિવસ તે સીમંધરલયમાં લીન બની જાય છે. એમાં મોટા ભાગના અઠ્ઠમ કરનાર તે એવા
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org