________________
શ્રમણભગવંતો-ર
૪૩૧ હોય કે જેમણે જિંદગીમાં કયારેય એક પણ ઉપવાસ ન કર્યો હોય! બીજી આરાધના છે ત્રણ ભુવનની ભાવયાત્રા–જેમાં ઊáલેકના મેરુપર્વત, દેવલોકના, અલકમાં ભવનપતિ આદિનાં ભવનમાં રહેલાને તીરછલકમાં નંદીશ્વર દ્વિપાદિમાં રહેલા તીર્થકરોના શાશ્વત-અશાશ્વત જિનમંદિરને જિનમૂતિઓની સચિત્ર પટ્ટો દ્વારા નિયત સ્થાનાદિની સચોટ સમજણ આપી, અહીં બેઠાં બેઠાં વંદન કરવા રૂપ ભવ્ય ભાવયાત્રા ગણતરીપૂર્વક કરવામાં આવે છે. ત્રણ લેકના એક પણ મંદિર કે મૂતિ આ યાત્રાને અવિષય બનતાં નથી. દર્શનશુદ્ધિને આ પ્રવાહ સાડાત્રણથી ચાર કલાક સુધી અવિરત વહેતે રહે છે. શ્રોતાઓ જેમાં તરબોળ ને તન્મય બની મિથ્યાત્વ–મળ ધઈ સમકિત ને નિર્મળ કરે છે. ત્રીજી આરાધના છે આયંબિલના તપ સાથે ચાર શરણને સ્વીકાર; આ ભવ કે પરભવમાં કરેલાં સુકૃતની અનમેદના અને પૂર્વે કરેલાં પાપના પશ્ચાત્તાપ સહિત નિંદા ગહીં. પાપને પખાળતી ને પુણ્યના થોકેથક ઉપાર્જતી આ આરાધના પણ પૂજ્યશ્રીની માનીતી છે. શારીરિક શક્તિ કે શ્રમની સામે જોયા વિના એક માત્ર આત્મબળે જ આરાધના કરાવી રહ્યા છે.
અંતરની વાત : આત્યંત ગુણગણોની સુવાસ તે માત્ર અનુભવગમ્ય જ હોય છે. શારીરિક પ્રતિકૂળતાના કારણે થતા દેના સેવનમાં પણ ઝળહળતો સાપેક્ષભાવ જોવા મળે છે. એકદા લાંબા વિહારમાં શ્રાવકે વચ્ચે નવકારસી લાવ્યા. પૂ. ગુરુદેવશ્રી ડાળીમાં હતા. ઘણું વનંતિ છતાં ન જ વાપર્યું. બીજા સાધુઓને કહે, તમે વાપરી લે...થાક્યા હશે. હજી ખેંચવાનું છે. હું તે ડાળીમાં છું. હમણાં પહોંચી જઈશ. ડાક સમય માટે ભગવાનના દર્શન વિના કયાં વાપરવું ? આ સાપેક્ષભાવ અને વત્સલતા જેમને સહજ છે, સંયમની પરિણતિ ને પઢતા, ગાંભીર્ય અને ગીતાર્થતા તેમ જ દીર્ઘદશિતા ડગલે ને પગલે પ્રદર્શિત થાય છે. વર્ષોથી સાથે છીએ, પણ કેઈ દિવસ જેમનામાં કોઇનાં દર્શન કર્યા નથી, જેમને સહજ સમતા જન્મજાત વરેલી છે, તેઓશ્રીની શાંત-પ્રશાંત મુદ્રા જ ઉપશાંતભાવની ચાડી ખાય છે. ત્યાગ એ જ તેઓશ્રીનું મોટું તપ છે. મિષ્ટાન્ન, ફરસાણ આદિ કેઈ દિવસ તેમના પાત્રામાં જોવા ન મળે. શરીર પીડાને લીધે કંઈ લેવું પડે એ પણ મહાપરાણે-કમને વાપરે. રાત્રે ઊઠીને ક્યારેક સીમંધરસ્વામીને ધ્યાનમાં, ક્યારેક શાશ્વત તીર્થોની ભાવયાત્રામાં, ક્યારેક દુષ્કાની ગર્તામાં, ક્યારેક વિરહકાળ દરમિયાન કરેલાં અનેક મંદિર-મૂર્તિનાં દર્શનને મરી, એના ધ્યાનમાં કલાકે સુધી ખવાઈ જાય.
વિશ્વમાં ચાલતી નિર્દોષ અને અબોલ પ્રાણુઓની કરી હત્યાથી પૂજ્યશ્રી અત્યંત વ્યથિત રહે છે. યેનકેન પ્રકારેણ શક્ય એટલી હિંસાને દૂર કરવાના તનતોડ પ્રયત્ન કરી-કરાવી રહે છે. વારંવાર કહે છે કે મંદિરની બહાર જ જે માંસ-માછલાંની કતાર હશે તે કરોડના મંદિરની કિંમત કેટલી ? શાસનનાં મૂળ સમાન ધ્યાન–પરિણામ કયાં ટકવાનાં ? આવા કલુષિત વાતાવરણ સામે જાગૃત થવા જૈનસમાજને, ખાસ કરીને યુવાનને સતત પ્રેરણું કરતા રહે છે. તેઓશ્રી કહે છે કે, બીજે ધર્મ એ છે થશે તો ચાલશે; પણ કરુણા તે આપણા ભગવાન તીર્થંકરદેવેની જન્મદાત્રી છે ! તેનાં ચીવર ચૂંથાઈ રહ્યાં છે, ક્યાં સુધી જોયા કરીશું ? આ અત્યાચાર ? ! બીજુ બધું બાજુમાં મૂકી આ કામમાં લાગી પડે. યુવાવર્ગ આ પ્રેરણા ઝીલી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org