________________
શ્રમણભગવતા-૨
૪૩૩
મેવાડ દેશોદ્ધારક, ૪૦૦ અઠ્ઠમના મહાન તપસ્વી પૂ. આચાર્યશ્રી વિજયજિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજ
મભૂમિ રાજસ્થાનમાં પાદરલી ગામ છે. તેમાં હીરાચંદજી નામે એક સુશ્રાવક વસતા હતા. તેમનાં ધર્મપત્ની મનુબાઈની કુક્ષિએ સં. ૧૯૭૯ના વૈશાખ વદ ૬ને દિવસે એક પુત્રરત્નને જન્મ થયે. પુત્રનું નામ જેઠમલજી રાખ્યું. શાળાકીય શિક્ષણ લઈને વેપારધંધાર્થે મુંબઈ આવેલા જેઠમલજીને પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજને પાવનકારી સંપર્ક થયે અને તેઓ સંયમી બનવાના મથાળા થયા. સંસારની જાળમાં જકડાઈ ચૂક્યા હેવાથી આ મને સફળ બનાવવા ઘણે પુરુષાર્થ કરવો પડ્યો. પણ અંતે વિજયી બનીને સં. ૨૦૦૮ના જેઠ સુદ પાંચમે મુંબઈ-ભાયખલામાં સંયમ સ્વીકારીને મુનિશ્રી જિતેન્દ્રવિજયજી મહારાજ બન્યા અને ગુરુપદે પૂ. મુનિવર્ય શ્રી ભાનુવિજયજી મહારાજને સ્થાપિત કર્યા.
ગુરુસમર્પણ, જ્ઞાન ધ્યાનની તાલાવેલી, તપપ્રેમ આદિ ગુણોને પ્રભાવે ચેડા જ સમયમાં તેઓશ્રીએ અદ્દભુત પ્રગતિ સાધી. પૂજ્યશ્રીના નાનાભાઈ ગણેશમલજીએ પણ વડીલ બંધુના સંયમજીવનથી આકર્ષાઈને બે વર્ષ બાદ દીક્ષા લીધી. મુનિશ્રી જિતેન્દ્રવિજ્યજી મહારાજ પર ગજબની ગુરુકૃપા હતી. એથી થતાં જ વર્ષોમાં જ્ઞાન–ધ્યાન અને તપ-જપનાં ક્ષેત્રે પૂજ્યશ્રીએ ખૂબ જ સુંદર પ્રગતિ સાધી. અઠ્ઠમ એમને પ્રિય તપ. સેંકડો અઠ્ઠમ કરીને આ ક્ષેત્રમાં મહાન સિદ્ધિ મેળવી. તદુપરાંત કર્મ સાહિત્યના સર્જનમાં પણ સુંદર ફાળો આપ્યો. પૂ. દાદા ગુરુદેવના કાળધર્મ બાદ તેઓશ્રીએ પિતાની વિહારભૂમિના કેન્દ્ર તરીકે મેવાડને પસંદ કર્યું. આ પ્રદેશને ઘણી રીતે ઉદ્ધાર કરવું જરૂરી હતું. વિશાળ અને મહાન જૈનમંદિરે જર્જરિત બન્યાં હતાં. ક્યાંક મંદિરો સારાં હતાં, તે પૂજકોને અભાવ હતે. આ બધી ખામીઓને નજર સમક્ષ રાખીને પૂ. પંન્યાસશ્રી જિતેન્દ્રવિજયજી ગણિવરે ખૂબ જ કષ્ટ સહન કરીને મેવાડમાં વિચરણ ચાલુ રાખ્યું અને પૂજ્યશ્રીના પ્રયત્નથી થોડાં વર્ષોમાં મેવાડ પ્રદેશ ધર્મજાગૃતિ અનુભવી રહ્યો. પૂજ્યશ્રીની પાવનકારી પ્રેરણાથી એક સે મંદિરોને જીર્ણોદ્ધાર થયે. ૬૦ જેટલાં મંદિરોની પ્રતિષ્ઠાઓ થઈ. ૧૬ ઉપરાંત ઉપધાનતપ થયાં. ૩૩ દક્ષાઓ થઈ ૨૦ ઉપરાંત પુસ્તક પ્રકાશિત થયાં, જેમાં “સબંધ” નાનને ૨૫ હજાર કલાકમાં સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથ પ્રગટ થયું છે. પૂજ્યશ્રીના માર્ગદર્શન નીચે ૧૫ જેટલા જ્ઞાનભંડારો સ્થાપિત થયા. પૂજ્યશ્રીના કુટુંબમાંથી જ છે મુમુક્ષુઓએ દીક્ષા અંગીકાર કરી છે.
મેવાડ પ્રદેશમાં અનેક નાનાંમોટાં તીર્થોના જીર્ણોદ્ધાર, વિકાસ, વિસ્તાર તથા રક્ષણ માટે અને તેને સક્ષમ અને સુદઢ બનાવવા ભગીરથે અને સતત પરિશ્રમ ઉઠાવવા બદલ પૂજ્યશ્રીને
મેવાડ દેશદ્ધારક” તરીકે ઓળખાવવામાં આવ્યા. તેઓશ્રીની યેગ્યતા પ્રમાણ, શ્રીસંઘની નમ્ર વિનંતીઓ થવાથી અને પૂ. ગુરુદેવશ્રીની આજ્ઞાને વશવને સં. ૨૦૪૪ના ફાગણ વદ ૩ને શ્ર. ૧,૫
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org