________________
શાસનપ્રભાવક
શુભ દિવસે રાજસ્થાનના દલોટ મુકામે આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. અનેકવિધ શાસનપ્રભાવના દ્વારા જિનશાસનને યજ્યકાર પ્રવર્તાવનારા પૂજ્યશ્રીને સંયમપર્યાય ૩૯ વર્ષને છે. પૂજ્યશ્રી સ્વસ્થ અને પ્રભાવક જીવન દ્વારા દીર્ઘકાળ પર્યત શાસનસેવા કરતા રહે એ જ પ્રાર્થના અને પૂજ્યશ્રીને અંતરની ભાવભીની વંદના !
(સંકલન : પૂ. મુનિશ્રી રવિરત્નવિજયજી મહારાજ.)
સ્વ-ર કલ્યાણકારી સાધનાઓના સમર્થ સાધક, પ્રશાંતમૂર્તિ પૂ. આચાર્યશ્રી વિજયજયશેખરસૂરીશ્વરજી મહારાજ
સુરતના ધર્મનિષ્ઠ સુશ્રાવક ચીમનભાઈનાં ધર્મપત્ની તકેરબહેનના રોમરોમમાં સંયમધર્મની પ્રીતિ ગુંજતી હતી. તેથી તે રતનપાન કરાવતાં ખોળામાં સૂતેલા પિતાના બાળકને કાનમાં કહેતાં, “બેટા, સંયમ એ જ સારે છે. અને માતાની આ ચમત્કાર જેવી વાણી તેમનાં સંતાને અને કુટુંબીજનો માટે સાચી પડી. પિતે તથા કુટુંબના અન્ય સભ્ય પણ સંયમી બન્યાં. એ રત્નપ્રસૂતા માતાની કુક્ષિએ સં. ૧૯૮૬ના જેઠ વદ પાંચમ ને રવિવારે મુંબઈમાં એક પુત્રરત્નને જન્મ થયે. પુત્રનું નામ જ્યન્તીલાલ પાડ્યું. બાલ્યવયથી તેમનું જીવન ધાર્મિક સંસ્કારોથી દીપતું હતું. વ્યાવહારિક અભ્યાસમાં પણ તેજસ્વી કારકિદી દીપાવીને મેટ્રિક સુધી અભ્યાસ કર્યો. વડીલ બંધુ અને બે ભગિનીઓના સંસારત્યાગને લીધે જ્યન્તી. લાલની વૈરાગ્યભાવના પણ પ્રજવલિત થઈ એમાં એક જીવલેણ મોટર અકસ્માતમાંથી આબાદ ઊગરી ગયા, તેથી ધર્મશ્રદ્ધા વધુ જાગૃત થઈ. અંધેરીમાં પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજની તારક નિશ્રામાં ઉપધાનતપની આરાધના ચાલતી હતી. તે પ્રસંગે આજીવન ચતુર્થવ્રતનો સ્વીકાર કરીને એક અદ્ભુત પરાક્રમ કર્યું. ગૃહસ્થાવસ્થામાં બે વાર શ્રી સમેતશિખરજી આદિ પવિત્ર કલ્યાણક ભૂમિઓની યાત્રા કરી. વૈભારગિરિ પર ધનાશાલિભદ્રની મૂર્તિ સામે ચાલુ વર્ષમાં જ પ્રવજ્યા અંગીકાર કરવાને ભીષ્મ સંક૯પ કર્યો અને ન લેવાય તે ચઉવિહાર ઉપવાસ કરવાને કઠિનતમ અભિગ્રહ ધાર્યો. માતા-પિતાએ આશીર્વાદપૂર્વક અનુમતિ આપી. જયન્તીલાલ પિતાના વડીલ બંધુની દીક્ષાથી અત્યંત પ્રભાવિત થયા હતા. તેથી વડીલ બંધુ મુનિશ્રી ધર્માનંદવિજયજી મહારાજના શિષ્ય તરીકે સં. ૨૦૦૮ના જેઠ સુદ પાંચમે સંયમ સ્વીકારી મુનિશ્રી
જ્યશેખરવિજ્યજી મહારાજ બન્યા. ગુરુસેવા, વિનય અને સ્વાધ્યાયતપની સાથે અંતર્મુખ બનીને શ્રદધિના ઊંડાણ સુધી પહોંચ્યા. પૂ. ગુરુદેવ તથા પૂ. પંન્યાસ શ્રી પદ્મવિજ્યજી મહારાજ પાસે સંસ્કૃત, પ્રાકૃત, કાવ્ય, ન્યાય, પ્રકરણ, વ્યાકરણ, આગમગ્રંથે આદિને ઊંડો અભ્યાસ કર્યો. કર્મસાહિત્યનો ઊંડાણથી અભ્યાસ કરીને નૂતન કર્યસાહિત્યના સર્જનકાર્યમાં જોડાયા. તેઓશ્રીએ
મૂળ પ્રકૃતિ રસ બંધ” નામના ગ્રંથ પર ૧૬ હજાર કલેકપ્રમાણ સંસ્કૃત વિવરણની રચના કરી. શિબિરાર્થીઓના માર્ગદર્શન માટે કર્મસિદ્ધાંતનું વિજ્ઞાન” નામનું ગુજરાતી પુસ્તક લખ્યું.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org