________________
૪૩૬
શાસનપ્રભાવક
નામ જ્યન્તીલાલ પાડ્યું. બાલ્યકાળથી જ જયંતીલાલને ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક અનુષ્ઠાનમાં અત્યંત રસ હતે. શૈશવ દરમિયાન પાંચ પ્રતિક્રમણનાં સૂત્રો, અતિચાર, જીવવિચાર નવતત્વ આદિ અનેક સૂત્રો કંઠસ્થ કરી લીધાં. જિનપૂજા, રાત્રિભેજન ત્યાગ, અભક્ષ્ય ત્યાગ આદિ કુટુંબદત્ત સંસ્કારે તેમના જીવનમાં સહજ વણાઈ ગયા હતા. સામાયિક, વિષધ આદિ અનુષ્ઠાન કરવા બાળ જયન્તીલાલ અનેક વાર ઉલ્લસિત બનતે. પિતાશ્રી કરબટિયાથી ધંધાર્થે અમદાવાદ આવીને વસ્યા, તેથી પુત્રની ધર્મભાવનાને અધિક પ્રેત્સાહન મળ્યું. બાર વર્ષના જયન્તીલાલને હાથ પર મસે થયે હતે. ઘણા ઉપચાર છતાં મટયો નહિ ત્યારે મોટાંબહેને કહ્યું, “નવપદ આયંબિલની આરાધનાથી મહારાજા શ્રીપાલને કેદ્ર મડ્યો હતો, તે તારે આ મસો શી વિસાતમાં? નવપદજીની ઓળી કર તો મટી જશે !” બાળક જયેન્તીલાલ ઓળીમાં ઓછામાં ઓછા ત્રણ આયંબિલ કરવા જ, એ સંકલ્પ કર્યો. અને સંકલ્પ માત્રના પ્રભાવે ચમત્કાર થયેઃ મસા મટી ગયો ! આથી જયન્તીભાઈની ધર્મશ્રદ્ધા સુદઢ અને સુવિકસિત થઈ સાદગીપૂર્ણ જીવન, તેજસ્વી બુદ્ધિશક્તિ અને પ્રબળ ધર્મભાવનાથી તેમનું જીવન અદ્ભુત વિકાસ સાધતું ગયું. ૧૮ વર્ષની વયે મેહમયી મુંબઈ નગરીમાં આવ્યા તે ય આ વિરાગવૃત્તિમાં કંઈ ફેરફાર થયે નહિ. પાયધુની પરના શ્રી ગેડીજીના ઉપાશ્રયમાં પૂ. આ. શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ઉપધાનતપની આરાધના કરી. એવામાં લાલબાગમાં પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજની છત્રછાયામાં વૈરાગ્યનીતરતી વાણી વહાવતા મુનિરાજ શ્રી ભાનવિજયજી મહારાજના સંપર્કથી સંયમ સ્વીકારવાની ભાવના જાગી. પરંતુ કુટુંબીજને મેહવશ અંતરાયરૂપ બન્યાં. પૂ. આ. શ્રી વિજ્યપ્રેમસૂરીશ્વરજી મહારાજના સાનિધ્યમાં દ્વિતીય ઉપધાનતપની મંગલ આરાધના કરી અને આજીવન ચતુર્થ વ્રતને સ્વીકાર કરી મહારાજાને અપંગ બનાવી દીધો. આ બધી પ્રગતિમાં તેમને પિતાના વડીલ બંધુ બાબુભાઈનું ગુપ્ત રીતે બહુમૂલ્ય પીઠબળ મળ્યા કરતું હતું.
- ત્યાર બાદ, યુવાન મુમુક્ષુએ પૂજ્યની પાસે રહી સંયમની તાલીમ લેવા લાગ્યા. સ્વાધ્યાય, વિનય, તપ આદિ આચરી રહ્યા. મુમુક્ષુ–મંડળ બિહાર–બંગાળની તારક-કલ્યાણક ભૂમિની યાત્રાએ નીકળ્યું. જયંતીલાલ પણ આ મંડળીમાં જોડાયા અને રાજગૃહીના ડુંગરા પર ધન્ના-શાલિભદ્રની દેરી પાસે અંતરની ઊર્મિઓ બેકાબૂ બનતાં, ભાવવિભેર બનીને જયંતીલાલ દઢ નિર્ધાર કર્યો કે ચાલુ વર્ષમાં દીક્ષા ન થાય તે આયંબિલ કરવાં. આ ભીષ્મ સંકલ્પની જાણ થતાં જ કુટુંબીઓના અવરોધ દૂર થયા; અને દીક્ષા માટે અનુમતિ મળી. જયંતીલાલ સં. ૨૦૦૮ના અષાઢ સુદ ૧૪ના દિવસે વાત્સલ્યવારિધિ પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં પૂ. મુનિરાજ શ્રી ભાનુવિજયજી મહારાજના શિષ્યરત્ન સમતામગ્ન પૂ. મુનિશ્રી પદ્રવિજયજી મહારાજના શિષ્ય બન્યા અને મુનિશ્રી જગચંદ્રવિજયજી તરીકે ઘોષિત થયા. દીક્ષા અંગીકાર કરીને પૂજ્યશ્રી સ્વાધ્યાયમગ્ન બની ગયા. ૪ પ્રકરણ, ૩ ભાષ્ય, ૫ કર્મગ્રંથ, શ્રી તત્ત્વાર્થસૂત્ર, વીતરાગસ્તેત્ર, યેગશાસ્ત્ર, શ્રી દશવૈકાલિક સૂત્ર, શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર, ઇન્દ્રિયપરાજ્ય શતક, ધર્મરત્ન પ્રકરણ, તર્કસંગ્રહ, બૃહદ્ સંગ્રહણ, સમકિતના ૬૭ બેલની સાય, સિદ્ધહેમ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org