________________
શ્રમણભગવત-૨
૪૩૫ તપયોગમાં પણ વીર્ય ફેરવીને વર્ધમાન તપની ૬૨ ઓળી સુધી પહોંચ્યા. ઉચ્ચતમ વિદ્વત્તા સાથે ઉચ્ચતમ અધ્યાપનકળા પણ વિકસાવી. પરિણામે, પિતાની વિદ્વત્તાને અનેક જ્ઞાનપિપાસુઓને લાભ આપ્યું. વળી, પૂજ્યશ્રી તીર્થયાત્રામાં પણ વિશેષ રસ ધરાવે છે. ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક આદિ પ્રદેશનાં પાવન તીર્થોની તેઓશ્રીએ યાત્રા કરી છે. કઈ પણ વ્યક્તિની નાનકડી પણ ગુણરિદ્ધિ જોઈને તેઓશ્રીનું દિલ ઝૂમી ઊઠે છે. આવા પનેતા પ્રમોદભાવથી પૂજ્યશ્રીએ અંતરને ખૂબ ભાવિત કર્યું છે. કેઈની નાનકડી પણ સમ્યક્રસિદ્ધિ કે સફળતાની અનુમોદના કરવાનું તેઓશ્રી ચૂકતા નથી. ગુરુજને પ્રત્યેને અદ્ભુત કૃતજ્ઞભાવ દિલમાં કંડારી દીધું છે. સ્વસિદ્ધિમાં પણ પૂને જ યશના અધિકારી ગણાવે છે. શાસન પ્રત્યે અભાવ અને ભવ્ય જીના ઉપકારની ભાવના પૂજ્યશ્રીના દિલમાં સતત રમે છે. કેઈને પિતાને કરવાની ખેવના ક્યારેય કરી નથી. સહને શાસનના કરવા સદાય તત્પર રહે છે. વિનોદી સ્વભાવથી વિષાદગ્રસ્ત માનવીને વિષાદ ક્ષણમાં હરી લે છે. પૂજ્યશ્રીના સાંનિધ્યમાં શ્રી ગુણરત્નસંવત્સર નામના મહાન દીર્ઘ તપની આરાધના કરતાં કરતાં મહાતપસ્વી મુનિરાજ શ્રી સમિતિલકવિજયજી મહારાજ અપૂર્વ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીના ૧૪ સંસારી કુટુંબીજનોએ પણ દીક્ષા અંગીકાર કરીને વિક્રમ સર્યો છે. માતા, ભગિનીઓ, ભાઈ-ભત્રીજાઓ, ભત્રીજી આદિ શાસનસેવામાં જીવન સમપી કૃતકૃત્ય બન્યાં છે.
પૂજ્યશ્રીને સં. ૨૦૩૮ના માગશર વદ ૩ ને દિવસે ભુજ મુકામે ગણિપદ, સં. ૨૦૪૧ના જેઠ સુદ ૧૦ને બુધવારે મલાડ-મુંબઈમાં પંન્યાસપદ અને સં. ૨૦૪૪ના દ્વિતીય જેઠ સુદ ૧૦ના આચાર્ય પદથી વિભૂષિત કરવામાં આવ્યા. સં. ૨૦૪પમાં પૂજ્યશ્રીની નિશ્રામાં લક્ષ્મીપુરી-કેલ્હાપુરમાં ઉપધાનતપની ભવ્ય આરાધના થઈ. સં. ૨૦૪પના મહા માસમાં જવાહરનગર – સાંગલીમાં શ્રી ધર્મનાથ જિનાલયને ભવ્ય અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયે. પૂજ્યશ્રીએ શ્રી સૂરિમંત્ર પંચપ્રસ્થાનની આરાધના ત્રણ વાર પૂર્ણ કરી છે અને ચોથી વાર કરવાની ભાવના ધરાવે છે. એવી વિવિધ સ્વ-પર કલ્યાણની સાધના દ્વારા જૈનશાસનના શણગાર બની રહેલા પૂ. ગુરુદેવશ્રીને શાસનદેવ દીર્ધાયુ બક્ષે એવી અભ્યર્થના, અને પૂજ્યશ્રીનાં ચરણોમાં કેટિશઃ વંદના !
તેજસ્વી શાસ્ત્રવેત્તા, કુશળ અધ્યાપક, મહાન તપસ્વી, યશસ્વી સૂરિવર પૂ. આચાર્યશ્રી વિજયજનચંદ્રસૂરીશ્વરજી મહારાજ
કલિકાલક૯પતરુ રૂપ સિદ્ધાંતમહોદધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજે સુવિહિત શ્રમણનું સર્જન કરવાનો ભેખ લીધે હતો. કુશળ ઝવેરી સમા એ મહાપુરુષ રત્નતુલ્ય વ્યક્તિઓની ઉત્તમતાને એક જ દષ્ટિમાં પારખીને તેમને સંયમમાગે સંચરવા પ્રેરતા. પૂ. આચાર્યશ્રી વિજયજગચંદ્રસૂરીશ્વરજી મહારાજ પણ એમાંનું એક બહુમૂલ્યરત્ન છે. પૂજ્યશ્રીને જન્મ ઉત્તર ગુજરાતના કરબટિયા (વડનગર) ગામે શ્રાદ્ધવર્ય શ્રી કેશવલાલ માનચંદનાં ધર્મપત્ની ચંદનબહેનની કુક્ષિએ સં. ૧૯૮૫ના પિષ વદ અમાસને દિવસે થયે હતે. માતાપિતાએ પુત્રનું
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org