________________
૪૩૭
શ્રમણભગવંતોર વ્યાકરણનાં ચૂંટેલાં સૂત્રો, યતિજિતકલ્પ આદિ અનેક શા અને પ્રકરણે કંઠસ્થ કરી લીધાં. સંસ્કૃત, પ્રાકૃત ભાષા, કાવ્ય, વ્યાકરણ આદિને અભ્યાસ કર્યો. પૂ. પ્રદાદા ગુરુદેવશ્રીને કર્મ. સાહિત્ય સંશાધન-લેખન-અધ્યયનમાં ઊંડો રસ લીધે. પૂ. ન્યાયવિશારદ શ્રી ભાનવિજ્યજી મહારાજ આદિ ગુરુદેવે પાસે શ્રી હરિભદ્રસૂરિના ગ્રંથ, મહોપાધ્યાયજીના ગ્રંથ, અધ્યાત્મના ગ્રંથ, ચરિત્રના ગ્રંથ, વૈરાગ્યના ગ્રંથ, દાર્શનિક ગ્રંથ, આદિનું વાચન-મનન કર્યું. પૂ. પ્રદાદા ગુરુદેવશ્રીના નૂતન કર્મ સાહિત્ય-સર્જનમાં પૂજ્યશ્રીની સ્થિતિબંધ વિષય પરની ૬૦ હજાર કલેકપ્રમાણુ, ત્રણ દળદાર ગ્રંથોમાં પ્રગટ થયેલી વિસ્તૃત ટીકા તેઓશ્રીની ગૌરવગાથા બની રહી. તદુપરાંત, પૂજ્યશ્રીએ બીજા પણ પજ્ઞ ટીકાયુક્ત પ્રકરણગ્રંથ, ક્ષેત્રસ્પર્શના પ્રકરણ આદિ ગ્રંથોનું સર્જન તથા પ્રાચીન ગ્રંથ ટિણ સહિત કર્મ પ્રકૃતિ તથા ચૂર્ણિનું પુનઃ સંપાદન આદિ કર્યું.
જેમ અધ્યયનમાં રસ અને બુદ્ધિની તીક્ષ્ણતા તેમ અધ્યાપનકળામાં કુશળતાને અપૂર્વ ગુણ પૂજ્યશ્રીની પ્રતિભાનો આગવો ઉન્મેષ છે. તેઓશ્રીએ તેજસ્વી શ્રમણને સંસ્કૃત-પ્રાકૃત કાવ્ય, વ્યાકરણ, પ્રકરણો, કર્મગ્રંથ-કમ્મપયટ્ટી, આગમગ્રંથ, ઘનિર્યુક્તિ. પિંડવિશુદ્ધિ, વિશેષાવશ્યક ભાષ્ય, આવશ્યકનિયુક્તિ, છેદસૂત્રે, અધ્યાત્મમત પરીક્ષા, ધર્મપરીક્ષા, ઉપદેશરહસ્ય, ભાષારહસ્ય, બત્રીસ-બત્રીસી, ગદ્રષ્ટિ સમુચ્ચય, ગબિંદુ, યોગવિંશિકા, ગશતક આદિ અનેક જટિલ ગ્રંથે ભણાવ્યા છે. મુક્તાવલી, વ્યાપિપંચક, સામાન્ય નિરુક્તિ, દિનકરી, સિદ્ધાંતલક્ષણ, સ્યાદ્વાદમંજરી આદિ ન્યાયના કઠિન ગ્રંથ પણ સાધુઓને કુશળતાથી ભણાવ્યા છે. પૂજ્યશ્રી ખાસ કરીને નવ્ય ન્યાયના અધ્યયન-અધ્યાપનમાં અગ્રેસર રહ્યા છે. પૂજ્યશ્રીએ દીક્ષાદિનથી માંડીને અવિરામ–અવિરત તપશ્ચર્યા ચાલુ રાખી છે. વૃત્તિ સંક્ષેપ અને ઊણેદારીપૂર્વકનાં એકાસણાં પ્રત્યે ગજબની નિષ્ઠા ધરાવે છે. તેથી પૂજ્યશ્રીના પરિચયમાં આવનારા અનેક ભાવિકે એકાસણના વ્રતધારી બન્યા છે. પૂજ્યશ્રીએ વર્ધમાન તપની ૩૯ એળીઓ તથા અહાઈ આદિ તપશ્ચર્યા કરી છે. દીક્ષાદિન સાથે તેઓશ્રીએ અનેક અભિગ્રહ પણ ક્યાં છે. પ્રભુદર્શન વિના જળ-અન્ન નહિ લેવાનું વ્રત, પાંચ વર્ષ પાંચથી વધુ દ્રવ્ય નહિ વાપરવાને અભિગ્રહ, ૧૦ વર્ષ સુધી મેવા-મીઠાઈ-ફટ-ફરસાણને ત્યાગ, ૧૦ વર્ષ સુધી મહિનામાં ૨૫ દિવસ દૂધને ત્યાગ, નિર્દોષ ગોચરી-પાણી વાપરવાનો આગ્રહ આદિ અનેક અભિગ્રહથી સંયમજીવનની સમૃદ્ધિ અને નિષ્ઠા વધારી છે.
સુસંયમી શ્રી જગચંદ્રવિજયજી મહારાજની વિશિષ્ટ યોગ્યતા પ્રેક્ષીને સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજે સં. ૨૦૧૮ના મહા સુદ ને દિવસે નડિયાદ મુકામે ગણિપદપ્રદાન કર્યું. પૂજ્યપાદશ્રીની આજ્ઞાથી સં. ૨૦૪૧ના જેઠ સુદ ૧૦ના દિવસે પાટણ મુકામે સુવિશુદ્ધ સંયમભૂતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભદ્રકરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સર્વ સૂત્રની અનુજ્ઞા સ્વરૂપ પંન્યાસપદ પ્રદાન કરવામાં આવ્યું. સં. ૨૦૪૪ના દ્વિતીય જેઠ વદ ૧૦ને શુભ દિને બેંગલેર મુકામે પૂ. ગચ્છાધિપતિ ગુરુભગવંતે આચાર્યપદે આરૂઢ કર્યા. આવા સુસંયમી અને સુગ્ય મહાત્મા ૪૦ વર્ષને
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org