________________
શાસનપ્રભાવક
આગળ વધી રહ્યો છે. એમને અણધારી સફળતા પણ મળે છે. દરેક સાધુ-સાધ્વી ભગવંત પણ એછવ-મહોત્સવની દેખાદેખી બાજુમાં મૂકી, આવા અમૂલ્ય કાર્યમાં પિતાની શક્તિ લગાવે તે શાસનની રોનક ફરી જાય, એવી પૂજ્યશ્રીની માન્યતા છે. “જેટલે પ્રયત્ન તેટલું પરિણામ આવે જ.” આ તેઓશ્રીની અચલ શ્રદ્ધા છે. સાધુએ વ્યાખ્યાતા–પ્રભાવક બને, તેના કરતાં સંયમી બને એમ તેઓશ્રી ઝંખે છે. અપરિપકવ અવસ્થામાં મળતાં મંચ, જાહેરાતે પાટ આત્માને સપાટ બનાવે છે, એમ તેઓશ્રીનું માનવું છે. માટે જ પિતાના શિષ્યવૃંદને સંયમસ્વાધ્યાયમાં સ્થિર રાખવા કુનેહપૂર્વક કાળજી રાખી રહ્યા છે. દરેક ગુરુ-વડીલ જે આ દૃષ્ટિ અપનાવે તે કાળે કાળે થતી અપભ્રાજનામાં મહદંશે ઘટાડો થાય. કાદાચિક વિવાદ ને અનાચારનાં વમળમાં છિન્નભિન્ન થતાં થતાં શાસનની દશા તેઓશ્રીને સયાની જેમ ભોંકાય છે. આ આંશિક દુર્દશાને દૂર કરવાની શુભ ભાવના અને યથાગ્ય યત્ન રાતદિવસ કરતા રહે છે.
મહાન શાસન પ્રભાવકતા : ૪૦ વર્ષને દીક્ષા પર્યાય, વિદ્રત્તા, વ્યાખ્યાનશક્તિ, સંયમૈકલક્ષીજીવન, સ્વભાવની સૌમ્યતા, સંઘ-શાસન પ્રત્યે અનહદ વાત્સલ્યભાવ, નિઃસ્પૃહતા આદિ ગુણોને લીધે પૂજ્યશ્રીમાં “મહાન શાસનપ્રભાવકતા” હેવી સહજ છે. પરિણામસ્વરૂપ, પૂજ્યશ્રીની ભાવનાથી અંજનશલાકા–પ્રતિષ્ઠા જેવા પ્રસંગેય ડગલે ને પગલે થયા જ કરે છે. પૂજ્યશ્રીની પ્રેરણા પામી શ્રી પદ્મ આરાધન ટ્રસ્ટ, સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ, જિનશાસન આરાધના કૂટ વગેરે દ્રો શાસનનાં સાતે ક્ષેત્રની અદ્ભુત સેવાભક્તિ કરી રહ્યાં છે. લાખેકડો રૂપિયાના ખર્ચે અનેક જિનમંદિરનાં નિર્માણ, જીર્ણોદ્ધાર, ઉપાશ્રયનાં નિર્માણ, વિહારમાર્ગમાં ગ્ય વ્યવસ્થાઓ, સાધુ-સાધ્વીજી મહારાજે અને મુમુક્ષુઓનાં અધ્યયનાથે પાઠશાળાઓ, જ્ઞાનમંદિરના નિર્માણ, ધૃતરક્ષા માટે આગમગ્રંથના સંશોધન-સંપાદન-પ્રકાશન, લહિયાઓ દ્વારા લખાવવા, પુનમુદ્રણ કરાવવા આદિ અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા જીવનની ક્ષણેક્ષણ અવિરત અવિશ્રામ કાર્યરત રહે છે ! આજ સુધીમાં ૧૦૮ ગ્રંથની ૪૦૦/૪૦૦ નકલેનાં પ્રકાશન થયાં છે. અને ભારતભરના ભંડારોને સમૃદ્ધ કરવાના લક્ષથી ભેટ અપાયા છે. હજારો હસ્તલિખિત ગ્રંથ લખાયા છે, અને હજી લખાઈ રહ્યા છે. અનાર્યોનાં આક્રમણ, પરદેશીઓની લુચ્ચાઈ અને આપણાં આંખમીંચામણને લીધે જે અસંખ્ય આગમગ્રંથે ખેદાનમેદાન થઈ ગયા તેની કારમી વ્યથા આજે બચેલાને સુરક્ષિત રાખવા તેઓશ્રીને રાતદિવસ પ્રેરિત કરે છે. ટૂંકમાં, બીજું બધું ગૌણ ગણી શાસનના આધારસ્તંભ રૂપ ગણાતા જીવદયા ને છતરક્ષાના કાર્યમાં પિતાની શક્તિઓ સક્રિય કરી રહ્યા છે. આ સિવાય પ્રભુભક્તિ, સંયમશક્તિ, દાક્ષિણ્ય, પરાર્થકરણ, સંઘવાત્સલ્ય આદિ અનેક ગુણેથી વિભૂષિત પૂજ્યશ્રીને શબ્દોમાં વર્ણવવા અશક્ય છે, એ તે માત્ર અનુભવગમ્ય જ છે ! સમય-બુદ્ધિ-ગ્રંથની મર્યાદાને લીધે કિંચિત્ આલેખનમાં અતિશય હિનેતિ થવી સહજ છે. વિદ્વાન પુરુ શબ્દ પાછળના ગુણો–ભાને પકડી, આવા મહાપુરુષના જીવનના મર્મ સુધી પહોંચી, તેમના આલંબન દ્વારા આત્મહિત સાધતા રહે એ જ અભ્યર્થના, સાથે પૂજ્યશ્રીનાં ચરણારવિંદમાં કોટિશ વંદના !
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org