________________
શાસનપ્રભાવક
૪૨૮ વીડિયે, યથેચ્છ ખાનપાન, નશાબેરી દ્રવ્યથી સંસ્કારને નાશ થઈ રહ્યો છે. તેવી સ્થિતિમાં શક્ય પ્રયત્નથી તેમનામાં સંસ્કારોનું સિંચન બાલ્યકાળથી થતું રહે તે માટે પૂજ્યશ્રીએ સુશ્રાવક હિંમતલાલ રૂગનાથજીના શ્રેણિતપનાં પારણાં પ્રસંગે “સુસંસ્કારનિધિ” જના દર્શાવી. આ યોજના અંતર્ગત અનેક બાળકે-યુવાનને તેમ જ ધાર્મિક શિક્ષકને પ્રેત્સાહન, તથા ઇનામે, શિશિરે, સાહિત્યપ્રકાશન વગેરે જ્ઞાનસંસ્કરણ ચાલુ છે. મલાડ-મુંબઈમાં અતિચારસૂત્રની સ્પર્ધામાં ૪૦૦ બાળકે જોડાયા નવતત્ત્વની લેખિત પરીક્ષામાં સેંકડો બાળકે જોડાયાં, અને આહારશુદ્ધિમાં ૭૦૦ ઉપર બાળકે જોડાયાં. પંચવર્ષીય સાત્વિક સાહિત્ય લેજના હેઠળ “મનનું મંજન”, “પારમાર્થિક ચિંતન–સ્વાધ્યાય', “તપ-ત્યાગ-તિતિક્ષાની મૂતિ ', “આત્મનિરીક્ષણ દ્વારા જીવનશુદ્ધિ”, “સમાધિને અમૃતકુંભ', “સચિત્ર મહાવીર ચરિત્ર” વગેરે ગ્રંથ પ્રકાશિત થયા છે. મુંબઈ–ભૂલેશ્વર લાલબાગમાં શ્રી મહાવીરસ્વામી જિનાલયમાં ભમતીમાં પંચકલ્યાણકના પ્રસંગેની બંને બાજુમાં આરસના કેરણીવાળા પટ્ટો તથા મહાવીર પ્રભુના ૨૭ ભવના જીવનપ્રસંગે કેરેલા જોવા મળે છે, તે પૂજ્યશ્રીની પ્રેરણાની ફલશ્રુતિ છે. “સમ્મતિતક ” પ્રથમ ખંડ સટીક હિન્દી વિવેચન સાથે બહાર પડ્યો તેમાં પૂજ્યશ્રીની પ્રેરણા હતી.
પૂજ્યપાદ ગુરુભગવંત શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજે તેઓશ્રીની યોગ્યતા નિહાળી શ્રી ભગવતીસૂત્રના દહન કરાવી મલાડમાં સં. ૨૦૩૫ના વૈશાખ સુદ ૬ના દિવસે ગણિપદ અને સં. ૨૦૩૮ના મહા સુદ ૧૦ના દિવસે નડિયાદમાં પંન્યાસપદથી વિભૂષિત કર્યા જેનશાસ્ત્રમાં તૃતીય પદ આચાર્યપદ” છે. આ પદપ્રાપ્તિ માટે સાધુતાને અનેક વિકાસ થવો આવશ્યક છે. શ્રત અભ્યાસથી આત્માને ભાવિત કરે, ઇન્દ્રિ-કષાયોને અંકુશમાં લેવા, સૂક્ષ્મ રહસ્યને આત્મસાત્ કરવા, ગુરુવિનય બહુમાનચારિત્રપર્યાય વગેરે યોગ્યતા દ્વારા મુનિવર્યગણિવર્ય–આચાર્ય પદ માટે યોગ્ય ગણાય છે. આ ઉત્તમ પદે પૂ. પં. શ્રી રાજેન્દ્રવિજયજી ગણિવરને કોલ્હાપુરમાં સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ૬ના દિવસે આરૂઢ કરવામાં આવ્યા. પૂજ્યશ્રીના શિષ્ય-પ્રશિખ્યામાં મુનિરાજ શ્રી ઈન્દ્રયશવિજયજી, પ્રશિષ્ય મુનિશ્રી ભદ્રયશવિજયજી, શિષ્ય મુનિશ્રી ધર્મયશવિજયજી અને ( સંસારી બંધુ) ગુરુભ્રાતા મુનિશ્રી દેવેન્દ્રવિજયજી મુખ્ય છે. પૂ. આચાર્યદેવ શ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજને દીક્ષા પર્યાય હાલ ૪૦ વર્ષને છે. આ સુદીર્ઘ સંયમપર્યાયમાં પૂજ્યશ્રીની નિશ્રામાં શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યો થયાં છે. શાસનદેવ પૂજ્યશ્રીને નિરામય દીર્ધાયુ બક્ષીને ઉત્તરોત્તર ઉત્તમોત્તમ ધર્મ પ્રભાવના કરાવે એ જ અભ્યર્થના! અને સાથે પૂજ્યશ્રીનાં ચરણોમાં ભાવભીની કટિશ વંદના !
देवना
IN
Cી લાલ )
धर्म
હેરાન ,
file
છે
કે
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org