________________
४२१
શાસનપ્રભાવક
સંયમમાર્ગે સંચરવા સજજ બન્યા હતા, જેમાં રમણીકભાઈ પણ વ્યાખ્યાન સાંભળવા જતા. પૂજ્યશ્રીના સાક્ષાત પરિચયથી તત્ત્વસભર વાતચીતે અને તે દ્વારા હિતશિક્ષાને બોધ મળવા લાગે. પૂજ્યશ્રીને ત્યાગ–
તમય, વિશુદ્ધ ચારિત્રમય જીવનથી રમણીકલાલને સાચી સાધુતાનું ભાન થયું અને બીજી બાજુ એવી સાધુતા અપનાવી લેવાની પ્રબળ ભાવના જાગી. આ રીતે ૮-૧૦ યુવાને મુમુક્ષુમંડળમાં જોડાઈ ગયા અને એ સૌએ સં. ૨૦૦૬માં પાલીતાણું–આયંબિલ ભવનમાં પૂ. ગુરુભગવંતની નિશ્રામાં ચાતુર્માસમાં સાથે રહી જ્ઞાનાભ્યાસ કર્યો. દિવાળી લગભગમાં સમેતશિખર આદિ પૂર્વ દેશનાં તીર્થોની, કલ્યાણકભૂમિની યાત્રા કરી, જેમાં રમણીકલાલ પણ જોડાયા અને સંયમ સ્વીકારવા માટે બધા ઉત્સાહી બન્યા.
સં. ૨૦૦૭ના પાલીતાણાથી સુરત તરફ વિહાર ચાલુ હતો, તે દરમિયાન સુરેન્દ્રનગર પિતાશ્રીને તથા મુંબઈ મામા-મામીને દીક્ષાની વિનંતી કરતા જ રહ્યા. સુરતમાં અનુમતિ ન મળી. આથી મુમુક્ષુઓની દીક્ષા પ્રસંગે સુરત નીકળી જવાને દઢ સંકલ્પ કરી મુંબઈથી સુરત નીકળી ગયા. સગા-સંબંધીઓને ખબર પડી કે રમણીકલાલ સુરત મુકામે દીક્ષા લઈ લેશે. આથી, ત્યાં દીક્ષા લે એના કરતાં મુંબઈ ઘર આંગણે કરવાનો નિર્ણય થયો. આ નિર્ણય કરી પૂ. ગુરુભગવંતને સુરત પત્ર લખ્યું કે આપ મુંબઈ પધારો અને રમણીકલાલને અમારા ઘર આંગણે દીક્ષા અપાવી. આ રીતે દીક્ષા માટે અનુકૂળતા થઈ. સુરતથી પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી સપરિવાર મુંબઈ–ભૂલેશ્વર-લાલબાગ ઉપાશ્રય પધાર્યા. દીક્ષા નિમિત્તે શ્રી જિનેન્દ્રભક્તિમહોત્સવની ઉજવણી થઈ. સ. ૨૦૦૭ના વૈશાખ સુદ ૬ના દિવસે પાંચ મુનિઓની વડી દીક્ષા સાથે સી. પી. ટેન્ક-માધવબાગના વિશાળ મંડપમાં વરસીદાનનો વરઘોડો ઊતર્યો અને ભવ્ય રીતે દીક્ષા થઈ. રમણીકલાલ પૂ. મુનિવર્ય શ્રી ભાનવિજયજી મહારાજના શિષ્ય રૂપે સંયમ સ્વીકારી મુનિશ્રી રાજેન્દ્રવિજયજી બન્યા.
દીક્ષા અંગીકાર કરીને પૂજ્યશ્રી ઉત્તરોત્તર સાધનામાં લાગી ગયા. પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ અષ્ટપ્રવચનમાતા, પ્રકરણ, કર્મસાહિત્ય આદિ શાસ્ત્રસ્વાધ્યાય અંગે સમજાવતા. પૂજ્યશ્રી ભાનુવિજ્યજી મહારાજ સંસ્કૃત ભાષાના સરળ નિયમો, વ્યાકરણ, ન્યાયભૂમિકા, એઘિનિયુક્તિ વગેરે શીખવતા. બાહ્યભાવથી કેમ વેગળા થવું અને અંતરભાવમાં કેમ ડૂબી જવું, એની વારંવાર હિતશિક્ષા આપતા. સાથે પ. પૂ. શ્રી પદ્મવિજયજી મહારાજ સાધુક્રિયાઓ, આહારગવેષણ, ગ્રહણ—આસેવનશિક્ષા, સંસ્કૃતવાચન આદિ સમજાવતા. આમ, ત્રણે પૂને અસીમ ઉપકાર થયે અને ટૂંક સમયમાં કર્મગ્રંથ, કર્મપ્રકૃત, સંસ્કૃત ગ્રંથ, પ્રકરણ ગ્રંથ આદિને અભ્યાસ કર્યો. જ્ઞાનાભ્યાસ સાથે ચારિત્રપાલનમાં પણ આગળ વધતા રહ્યા. બ્રહ્મચર્યની નવવાડાનું પાલન, જીવદયા--જયણાનું પાલન, ચરણસિત્તરી વગેરેની કાળજી, ગોચરી–પાણીનું ગષણ, સહનશીલતા, દેહદમન, ક્રિયાની શુદ્ધિ વગેરેમાં ગુણેને વિકાસ કરતા રહ્યા. સં. ૨૦૧૧માં વર્ધમાનતપને પાયે નાંખી પ્રારંભ કર્યો, જેમાં ૩૦ એળી સુધી પહોંચ્યા. સં. ૨૦૧૬માં પૂ. દાદાગુરુદેવ આ. શ્રી વિપ્રેમસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદથી નમસ્કાર મહામંત્રના માહામ્ય પર પ્રવચન આપવાની મંગળ શરૂઆત કરી અને આગળ જતાં
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org