________________
૪૨૪
શાસનપ્રભાવક
કહેતા કે અહીં સંયમજીવનની સાધનાના પ્રભાવે દેવલેકની પ્રાપ્તિ લગભગ નિશ્ચિત છે, ત્યાં વૈભવમાં ફસાતા બચવાને એક માત્ર ઉપાય પ્રભુભક્તિ છે. એટલે અહીંથી જ પ્રભુભક્તિને તીવ્ર-રસ સંસ્કાર પેદા થઈ જાય એ માટે હું આ પ્રભુભક્તિ કરું છું. તેઓશ્રીને અનેકવાર સ્વપ્નમાં વિશાળ રમણીય જિનબિંબનાં દર્શન થતાં. એક વાર સ્વપ્નમાં પ્રભુભક્તિ કરતાં તેમને ભગવાને પૂછ્યું, “બેલ! તારે શું જોઈએ?” ત્યારે તેઓશ્રીએ જવાબ આપેલ કે, “મારે ન રાગ જોઈએ, ન કેવું જોઈએ...ન કેધ જોઈએ, ન સાન જોઈએ..ન વિકાર જોઈએ, ન વિલાસ જોઈએ....ન સુખ જોઈએ, ન દુઃખ જોઈએ..ન પોપ જોઈએ, ન સંસાર જોઈએ.” અને ભગવાને સ્વપ્નમાં જ ઊભા થઈને એમની પીઠ થાબડી. આવું તેઓશ્રીએ સ્વપ્નમાં જોયું. એક વાર સ્વપ્નમાં એક દેવે દર્શન આપી કહેલ કે હું “ધર્મજિત” નામના વિમાનને દેવ છું અને તમે મારા સ્થાને આવવાના છે, એટલે આવે છે. આ સંકેતને અનુસરીને ગણિપદપ્રદાન વખતે તેઓશ્રીનું નામ બદલીને “ધર્મજિતવિજયજી ગણિવર” રામામાં આવેલ. આ સિવાય પણ અનેકવિધ પ્રભાવક અને સૂચક સ્વપ્નો પૂજ્યશ્રીએ નિહાળ્યાં હતાં.
- પૂજ્યશ્રીએ વર્ધમાન તપની ૮૯ ઓળીની તથા વરસીતપની અનુપમ આરાધના કરી હતી. તેમાં હાર્ટ એટેક આવ્યા બાદ પણ તેઓશ્રીએ હજારો કિલોમીટરને પગપાળા વિહાર કરેલ. તેમ જ ૮૬ થી ૮૯ એમ ચાર દીઈ એળીઓ કરી. આચાર્ય પદ ગ્રહણ કરતાં કરતાં મહાપ્રભાવક શ્રી સૂરિમંત્રના પંચપ્રસ્થાનની વિધિપૂર્વક આરાધના કરી હતી. ધ્યાન, યોગ અને અધ્યાત્મનાં ક્ષેત્રોમાં પ્રગતિ સાધીને અનેક ચમત્કૃતિને અનુભવ કર્યો હતો. પૂજ્યશ્રીમાં ભક્તિ, ઉપશમભાવ, સરળતા, નિસ્પૃહતા આદિ આત્મગુણને સંચય થયે હતા. તેઓશ્રીના પગલે પગલે કુટુંબના ૧૪ સભ્યોએ સંયમમાર્ગે પ્રયાણ આદર્યું. તેમ જ તેઓશ્રીના પરિવારમાં ૧૪ શિષ્ય-પ્રશિષ્ય સંયમજીવનની આરાધના કરી રહ્યા છે. પૂજ્યશ્રીએ ૪૦ વર્ષના દીક્ષા પર્યાયમાં અંજનશલાકા, પ્રતિષ્ઠા, ઉપધાન, સંઘયાત્રા આદિ અનેક પ્રભાવક કાર્યો કર્યા હતાં. પૂજ્યશ્રીની તારક નિશ્રામાં સં. ૨૦૪૪માં ઇસ્લામપુરથી કુંભેજ તીર્થને છ'રી પાલિત સંઘ નીકળે, સાંગલીમાં ભવ્ય ઉપધાન તપનું અનુષ્ઠાન થયું, સાંગલીમાં શ્રી મહાવીરસ્વામી જિનપ્રાસાદને ભવ્ય અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાય. પૂજ્યશ્રી સં. ૨૦૪૭ના ચૈત્ર વદ ૧૪ના દિવસે કેલ્હાપુરમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તપ-જપ દ્વારા વિશિષ્ટ આત્માનુભૂતિની ચમત્કૃતિના સાધક સૂરિવરને કેટ કેટિ વંદન!
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org