________________
શ્રમણભગવંતો-૨
૩૭૩ તેમ શાસ્ત્રાભ્યાસમાં પણ આગળ રહેવા લાગ્યા. રાતદિવસ જોયા વિના સતત અભ્યાસ મગ્ન રહેવું એ પૂજ્યશ્રીનું એક મહાન લક્ષણ બની ગયું. પૂજ્યશ્રી માનતા કે કોઈ સાધુને ધર્મશાનું જ્ઞાન સંપાદન કરવું હોય તે ઓછામાં ઓછા દસ વર્ષને સમય આપવો જોઈએ. એમાં ગુરુકૃપા ભળે તે તે કહેવું જ શું! પૂજ્યશ્રી ઉપર પૂ. આ. શ્રી વિજયદાનસૂરિજી મહારાજના ચાર હાથ હતા. તેઓશ્રીએ તેમને ઘડવામાં ખૂબ જ કાળજી લીધી હતી. દિક્ષા પછીનાં શેડાં જ વર્ષો પછી પૂજ્યશ્રીને પ્રવચન માટે તૈયાર કર્યા હતા. રાધનપુરમાં જ, સગાં-વહાલાં-પરિચિત સમક્ષ મુનિશ્રી મુક્તિવિજ્યજી મહારાજે પ્રથમ વ્યાખ્યાન કરીને સૌનાં મન મોહી લીધાં હતાં. સં. ૧૯૯૩માં પૂનામાં ચાતુર્માસ દરમિયાન પૂ. ગુરુદેવેની નિશ્રામાં ૭-૭ કલાકની વાચનાને અખંડ લાભ લઈ અત્યંત જ્ઞાનવૃદ્ધિ કરી હતી. આ ચાતુર્માસમાં માતા મણિબહેનની તબિયતના સમાચાર મળતાં ત્રણે બંધુએ ચાતુર્માસ બાદ તુરત પૂનાથી રાધનપુર તરફ વિહાર કરવા લાગ્યા પરંતુ મણિબહેન લેણાવા સામે આવ્યાં હતાં. સં. ૨૦૧૦માં પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી, ગણિવર્યની નિશ્રામાં ચાતુર્માસ વખતે મુનિશ્રી મુક્તિવિજયજીના યુવાનીના ઉત્સાહને એક ન જ દિશાબોધ મળે. નમસ્કાર મહામંત્રાદિ વિષયક ચિંતનની દિશા મળતાં પૂજ્યશ્રીને જીવનમાં એક ન જ પ્રકાશ ફેલાયે જેના પ્રભાવે તેઓશ્રીની વૃત્તિ-પ્રવૃત્તિમાં સંઘવાત્સલ્ય, મૈત્રી આદિ અનેક ગુણોથી વિશેષ ખિલવણી થવા પામી. પૂજ્યશ્રી વારંવાર આ ચાતુર્માસને યાદ કરીને ધન્યતા અનુભવતા. પૂજ્યશ્રીના જીવન–સાગરનું પેટાળ આમ તે ઢગલાબંધ તેજસ્વી રત્નના પ્રકાશથી ઝગારા મારી રહ્યું હતું, પરંતુ એમાં યે નિરીહતા, સંયમપ્રિયતા, સ્વાધ્યાયરસિકતા આદિ ગુણો તે એવા વિશિષ્ટ કોટિના હતા કે એની જેડ જડવી મુશ્કેલ છે. સંયમપ્રિયતા તે એવી કે વિજાતીયના પરિચયથી સાવ અળગા રહેતા. સાધ્વીજીઓ કે સ્ત્રીઓ સાથે બહુ બોલતા નહિ. જે સાધુ-સાધ્વી આવી મર્યાદાના પ્રેમી ન હેય એમના પરિચયમાં આવતા જ નહીં. તેઓ પ્રત્યે પૂજ્યશ્રીને સ્વાભાવિક જ અરુચિ રહેતી. પૂજ્યશ્રી કહેતા કે, બીજા મહાવ્રતમાં હજી ડાઘણું અતિચારે લાગે તે એ ક્ષમ્ય છે પણ સંઘ-સાધુ પાસે ચતુર્થ મહાવ્રતના અણિશુદ્ધ પાલનની અપેક્ષા રાખે એ વધુ પડતી ન ગણાય. સાધુ એ મહાવ્રતના રાજા ગણાય. આ મહાવ્રતના પાલન માટે સજાગ કહેવું જોઈએ. તે જ સંઘ તરફથી મળતી સુવિધાઓ મેળવવાને તેઓ પાત્ર ગણાય.
સ્વાધ્યાય પ્રત્યે વિશેષ રુચિ એ પૂજ્યશ્રીને વિશિષ્ટ ગુણ હતે. નિત્ય નવું મેળવવાની તમન્ના પૂજ્યશ્રીને છેલ્લાં વર્ષોમાં અંગ્રેજી અભ્યાસ માટે પ્રયત્નશીલ રાખતી. નવસારી ચાતુર્માસ પછી તે તેઓશ્રીએ અંતરમુખી આરાધના વધુ પ્રમાણમાં આરંભી દીધી. સાંજે પ્રતિક્રમણ બાદ તુરત જ સૂઈ જતા અને રાત્રે સાડાબાર–એક વાગે જાગીને સવાર સુધી સ્વાધ્યાયમાં ખેવાઈ જતા. જીવનના પ્રારંભકાળે કંઠસ્થ કરેલું કેટલુંય શ્રત આ રીતે પૂજ્યશ્રીએ છેલ્લાં વર્ષોમાં ફરી તાજું કરી લીધું હતું. વાચન કર્યા વગર રહી જ શક્તા નહીં. માંદગીમાં કઈ વાર આરામ કરવાની સલાહ મળે તે કહેતા કે, મને જે વાંચવા-વિચારવાનું કે તત્વચર્ચા કરવાનું મળે તે જ મને સાચે આરામ મળે. સ્વ–પર સમુદાયના સુવિહિત સાધુઓ સાથે હળી-મળી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org