________________
શ્રમણભગવંત-૨
૩૦૭ થવા લાગ્યા. પછીથી આ જવાબદારી પૂજ્યશ્રીએ સંભાળી હતી. પ્રશ્નોત્તરકર્ણિક વિભાગ અનેક જિજ્ઞાસુઓને જ્ઞાનની પરબ સમ બની રહ્યો. પૂજ્યશ્રીના આ પ્રશ્નોત્તરને ગ્રંથ રૂપે પણ પ્રકાશિત કરવામાં આવ્યા છે, જેમાં અનેકવિધ પ્રશ્નોના સચેટ અને સિદ્ધાંતાનુસાર ઉત્તરો આપવામાં આવ્યા છે, જે અનેકેને માર્ગદર્શક બને છે. આવા મહાપુરુષને પણ કર્મ છોડતાં નથી એની સચોટ પ્રતીતિ પૂજ્યશ્રીને થયેલે ભયંકર અકસ્માત કરાવી જાય છે. ભયંકર વેદના વચ્ચે ય સાડા છ મહિના સુધી સમાધિને સંદેશ ફેલાવતા રહ્યા. અનેકવિધ ધર્મ પ્રવૃત્તિઓથી સભર જીવન દ્વારા અજોડ ઉપકારની વાતો કરી ગયા. લગભગ અર્ધશતીના સંયમજીવન દરમિયાન બાલદીક્ષા, દેવદ્રવ્ય, સુધારાવાદ, સૂતકચર્ચા, તિથિચર્ચા, ગુરુપૂજન આદિ પ્રશ્નો વિશે અડીખમ સેનાની અઢાથી ઝઝૂમતા રહ્યા. પૂજ્યશ્રીને ટૂંકો ઈતિહાસ એવે તે શૌર્યભર્યો છે કે નિવ્વાણુ વાતાવરણમાં પણ ચેતના અને તેજસ્વિતાનો સંચાર થઈ જાય. અંત સમયની ભયંકર અસહ્ય વ્યાધિમાં ય અપૂર્વ સમાધિમગ્ન રહીને સૌને “દુઃખ મજેથી સહન કરી લેવાને” ઉચ્ચ આદેશ પૂરો પાડતા ગયા. આમ, સંયમ, તપ અને જ્ઞાનની સુંદર આરાધના કરવા પૂર્વક યથાશક્તિ શાસનની રક્ષા અને પ્રભાવનાનાં કાર્યો સુંદર રીતે સફળતાથી કરી જનારા સૂરિવરને અંત:કરણપૂર્વક ભાવભીની વંદના ! ( સંકલન : “કલ્યાણમાસિકમાંના પૂ. આ. શ્રી વિજયનિત્યાનંદસૂરિજી મહારાજના
એક લેખને આધારે સાભાર.)
A
—
હસ્તગિરિ તીર્થોદ્ધારક, આગમદિવાકર અને સમર્થ શાસનપ્રભાવક પૂ. આચાર્ય શ્રી વિજયમાનતુંગસૂરીશ્વરજી મહારાજ
પૂજ્યપાદ પ્રશાંતમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ વિજ્યમાનતુંગસૂરીશ્વરજી મહારાજ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની રત્નાવલીના એક પ્રશમસ કરતાં રત્નરૂપ હતા. સૌમ્ય, પ્રશાંત. વિદ્વાન, બહુશ્રુત આગમદીપક પટ્ટાલંકાર હતા. તેઓશ્રી સાંસારિક અવસ્થામાં ધન્ય ધરણી સૌરાષ્ટ્ર ભૂમિમાં ઝાલાવાડ પ્રદેશના વર્ધમાનપુરી (વઢવાણ)ના વતની હતા. પિતા ઝુંઝાભાઈ અને માતા દિવાળીબહેનને પાંચ પુત્રોને પરિવાર હતું. તેમાં સં. ૧૯૬રના ફાગણ સુદ પૂર્ણિમાએ જન્મેલા ત્રીજા પુત્ર મફતલાલ નાનપણથી ધર્મરંગે રંગાયેલા રહેતા. કુટુંબ અવિહડ રાગ ધરાવતું તપાગચ્છીય વીશા શ્રીમાળી હતું. અને અત્યંત ધાર્મિક વૃત્તિ ધરાવતું હતું. તેથી મફતભાઈને ધાર્મિક સંસ્કારે તે સહજપણે પ્રાપ્ત થતા રહ્યા, પરંતુ તેમનામાં સંગીતની સૂઝ જન્મજાત હતી, તેથી સ્તવન–સઝાયના ગાનમાં તેઓ વિશેષ રસપૂર્વક નિમગ્ન રહેતા અને શ્રોતાઓને ધર્મમાં લીન કરાવતા. મતભાઈનું યંગ્ય ઉંમરે પીપળી ગામના અંજવાળીબહેન સાથે પાણિગ્રહણ થયું. પણ મતભાઈને માંહ્યલે ધર્મવૃત્તિથી સહેજે અળગે થયું ન હતું. એવામાં આબાલવૃદ્ધને ભવબંધનમાંથી મુક્ત કરાવનારી સંયમરૂપી મેહક મુરલીના બજવૈયા મુનિશ્રી રામવિજયજી મહારાજની વાણુઓ મફતભાઈના વૈરાગ્યવાસિત
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org