________________
૪૧૪
શાસનપ્રભાવક કરાયા. બાવન કળશ, વજદંડ, ધજા આદિના આદેશ અપાયા. બાવન જિનાલયને દેવવિમાન તુલ્ય બનાવાયું. આ આરાધનામય અભુત ચેમાસું પૂર્ણ કરી, વિવિધ ગામમાં વિચરી અપૂર્વ શાસનપ્રભાવના વિસ્તારી ગઢહિંગ્લજ, કાગલ, તાકારી વગેરે ગામમાં પ્રતિષ્ઠા કરાવી. કરાડથી કુંભેજગિરિતીર્થને છરી પાલિત યાત્રા સંઘ ચૈત્ર મહિનામાં ખૂબ સુંદર નીકળે. સંઘવી મુલતાનમલજી બુધાજીની ઉદારતા પ્રશંસનીય હતી. સં. ૨૦૪૧નું ચાતુર્માસ ઇચલકરંજીમાં થયું. ત્યાં પણ ચાતુર્માસ પૂવે પૂજ્યશ્રીની નિશ્રામાં શ્રી મનમોહન પાર્શ્વનાથના જિનાલયનો શતાબ્દી મહોત્સવ વિવિધ પૂજન સહ ૯ દિવસ ભવ્યાતિભવ્ય ઊજવાયે. ચાતુર્માસ દરમિયાન અપૂર્વ તપશ્ચર્યાઓ થઈ. લગભગ ૩૫-૪૦ વરઘેડા નીકળ્યા. જિનાલયને જીર્ણોદ્ધાર થયે. સં. ૨૦૪રમાં કેલ્હાપુર-શાહૂપુરીમાં ખૂબ જ ઉદારતાપૂર્વક અને ચિરસ્મરણીય ઉપધાનતપની આરાધના થઈ. કનૈયાલાલ નેમચંદ બલદેટા પરિવારે સંપૂર્ણ લાભ લીધે. મોક્ષમાળાના ચઢાવા ખૂબ સારા થયા. મહારાષ્ટ્રમાં ત્રણ વર્ષની સ્થિરતા દરમિયાન પ્રભુભક્તિના મહોત્સવની હારમાળા ચાલી. એમાં મસૂર, વિટા, કરાડ, નિપાણી, ઇચલકરંજી, સાંગલી, તાસગાંવ, કેલ્હાપુર આદિ સ્થળોએ થયેલા મહોત્સવ અભુત હતા. તેમ જ પૂજ્યશ્રીના ઉપદેશથી ફુરસુંગી, નિરા, સતારા, સાંગલી, તાકારી, કાગલ, ચિકેડી વગેરેમાં નૂતન જિનમંદિરનાં નિર્માણ થયાં. તાકારી, કાગલ, નિરા, હળગામ, કણગલે, વાડાર, મસૂર, કુરસુંગી વગેરે સ્થળોએ ઉપાશ્રયે બંધાયા. ગડહિંગ્લજ, ચિલકરંજી વગેરે સ્થળોએ ઉપાશ્રયની યોજનાઓ વિચારાઈ મસૂરના દેરાસર તથા ઉપાશ્રયને જીર્ણોદ્ધાર થયે. અનેક સ્થળોએ પૂજ્યશ્રીના વરદ હસ્તે પ્રતિષ્ઠાઓ થઈ. કરાડમાં મુનિશ્રી સંઘરત્નવિજયજી તથા મુનિશ્રી તીર્થ રત્નવિજયજી મહારાજના દીક્ષા મહોત્સવ ઊજવાયા. આમ, અનેકવિધ શાસનપ્રભાવના દ્વારા સમગ્ર મહારાષ્ટ્રમાં ધર્મને ચેલમજીદ રંગ પ્રસરી રહ્યો.
મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ પૂજ્યશ્રીને ઉપદેશથી બોરસદ, ઇડર, ચાણક્યપુરીવડેદરા વગેરે અનેક સ્થળોએ દેરાસરેનાં નિર્માણ-જીર્ણોદ્ધાર અને ગૃહમંદિરની સ્થાપના તેમ જ નડિયાદ, મહેલાવ, પાડગોલ, નાપાડ, છાણ, હીરાપુર વગેરે ગામમાં ઉપાશ્રયેનાં નવનિર્માણ, જીર્ણોદ્ધાર આદિ કાર્યો સંપન્ન થયાં છે. આવી જ રીતે, પૂજ્યશ્રીની નિશ્રામાં મુંબઈ અંધેરી, બેરસદ, પાલીતાણા વગેરે સ્થાનમાં ઉપધાનતપની આરાધના અને પાંચથી માંડીને ૯૧ છોડનાં ઉજમણાં તેમ જ હિડાથી પાલીતાણ અને ડીસાથી શંખેશ્વરનો છ'રી પાલિત યાત્રા સંઘ વગેરે ધર્મકાર્યો ભવ્ય રીતે અવિસ્મરણીય ઊજવાયા. આજે ત્રીસેક શિષ્ય-પ્રશિબેને પરિવાર ધરાવતા પૂ. આચાર્ય શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજ અપ્રમત્તભાવે એક પછી એક ઉત્કૃષ્ટ શાસનપ્રભાવનાઓ કરી રહ્યા છે. શાસનદેવ પૂજ્યશ્રીને નિરામય અને દીર્ધાયુષી બનાવે અને પૂજ્યશ્રીના વરદ હસ્તે વધુ ને વધુ ભવ્યાતિભવ્ય શાસનપ્રભાવનાનાં કાર્યો થતાં રહે એવી અભ્યર્થના સાથે એ સમર્થ સૂરિવરનાં ચરણોમાં કટિ કોટિ વંદના !
( શ્રીમતી કલાવતીબેન મહાનંદકુમાર પન્નાલાલ, બાબુ પૃથ્વીરાજ મહાનંદકુમાર પન્નાલાલ, બાબુ જિતેન્દ્રકુમાર મહાનંદકુમાર પન્નાલાલ-મુંબઈના સૌજન્યથી.)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org