________________
શ્રમણભગવત-૨
૪૧૩ સં. ૨૦૩૮માં ખંભાતમાં પૂજ્યશ્રીને સૂરિપદ-સમારેહ ભવ્ય રીતે ઉજવાયે. એ વર્ષનું ચોમાસું મુંબઈ-શ્રીપાલનગરમાં નક્કી થયું. ત્યાં પૂજ્યશ્રીના ઉપદેશમાળા ઉપરનાં દૈનિક પ્રવચને અને સવારે શ્રી વીતરાગસ્તંત્ર ઉપર વાચન, ઉપદેશપદ પંચસૂત્ર વગેરેની પણ વાચના થતી. દર રવિવારે નાનાં ૪૦૦-૫૦૦ બાળકની તથા ૫૦૦ યુવાનોની ૫-૫ કલાક શિબિર ચાલતી. રાત્રે ૩૫-૪૦ પુણ્યશાળીઓ કર્મગ્રંથ, જીવવિચાર વગેરે વિષય પર વિસ્તૃત છણાવટવાળી વાચના આપતા. પ્રભુ મહાવીરદેવનાં પંચકલ્યાણકોના વરઘોડાની કાયમી પેજના અંગે પ્રેરણા થતાં પાંચ પુણ્યાત્માઓએ તેને લાભ લીધું હતું. ત્યારે વિશાળ જ્ઞાનભંડાર પણ વ્યવસ્થિત કરવામાં આવે. ચાતુર્માસ બાદ મહારાષ્ટ્રમાં વિહાર થયે. પૂનામાં ૮ દિવસની સ્થિરતા દરમિયાન ઠેર ઠેર પ્રવચનથી વાતાવરણ ગુંજતું થયું. ત્યાંથી પૂજ્યશ્રી ૪૦ વર્ષે પિતાની જન્મભૂમિ મસૂર પધારતા હોઈ અને આચાર્યપદવીને પ્રથમ વાષિક દિવસ ભવ્ય અષ્ટાહ્નિકા મહોત્સવપૂર્વક ઊજવવાને હેઈ, મસૂરમાં અનેરો ઉમંગથી તૈયારીઓ થઈ, નાના ગામમાં પણ બે-અઢી કલાક સામૈયું કર્યું. ત્યાર બાદ ૩૦ વર્ષથી રાહ જોઈ રહેલા અને પૂજ્યશ્રીની પધરામણી માટે વિવિધ અભિગ્રહ ધારણ કરી રહેલા વિટા ગામે પધાર્યા. બાદશાહી સ્વાગત, પ્રભાવક પ્રવચને, વિવિધ પૂજન સાથે પ્રભુભક્તિને ભવ્ય મહોત્સવ થયા પછી મહારાષ્ટ્રનાં વિવિધ ગ્રામ-નગરમાં વિચરવાનું થયું. ચાતુર્માસ કરાડમાં થયું. મહારાષ્ટ્રના પૂનાથી બેલગાંવ સુધીનાં ગામના ટ્રસ્ટીઓને આમંત્રણ પત્રિકા દ્વારા નિમંત્રીને બે દિવસનું સુંદર અધિવેશન થયું. અધિવેશનમાં પૂજ્યશ્રીએ બંને દિવસ ૬-૬ કલાક ધાર્મિક મિલકતના વહીવટ અંગે દ્રવ્ય સપ્તતિક ગ્રંથના આધારે સચોટ માર્ગદર્શન આપ્યું. આ ચાતુર્માસ દરમિયાન આ સુદ ૧૦થી મસૂરમાં ઉપધાનતપની ભવ્ય આરાધના થઈ. ત્યાર બાદ મીઠાલાલ રેડિડાવાળાના છે’રી પાલિત યાત્રા સંઘ માટે અમદાવાદ જવાને નિર્ણય થયે. પણ પૂજ્યપાદ ગચ્છાધિપતિની આજ્ઞા આવવાથી અને મહારાષ્ટ્રના શ્રીસંઘની વિનંતીઓથી કુંભે જ ગિરિતીર્થની રક્ષા માટે મહારાષ્ટ્રમાં રહેવાનું થયું. તીર્થરક્ષાનું કાર્ય કુશળતાપૂર્વક પતાવીને પૂજ્યશ્રીએ મહારાષ્ટ્રના સંઘને પિતાની આગવી પ્રતિભાનું દર્શન કરાવ્યું. એમાં દિગંબર મુનિશ્રી સમતભદ્રજીની સાથે ત્રણ-ચાર વખત મુલાકાત, આચાર્ય શ્રી કુંથું સાગરજી આદિ તથા બીજા આગેવાને સાથેની મુલાકાતેએ અગત્યનો ભાગ ભજવે. પૂજ્યશ્રીનું “સકાળ” દૈનિકમાં આવેલું નિવેદન પણ સહાયક બન્યું. પરિણામે, ત્યાંના વહીવટીતંત્રમાં આમૂલચૂલ સુધારે થયે. કુંભેજગિરિતીર્થમાં લાખ નવકારજાપનું અનુષ્ઠાન કેલ્હાપુરના ચારે ય શ્રીસંઘેએ પૂજ્યશ્રીની નિશ્રામાં કરાવ્યું હતું. મહારાષ્ટ્રમાં આવી આરાધના પ્રથમવાર જ થઈ હતી.
સં. ૨૦૪૦નું ચાતુર્માસ નિપાણી (કર્ણાટક)માં થયું. ત્યાં ભગવતીસૂત્ર, જૈન તત્ત્વજ્ઞાન, જેન આચાર, મોક્ષમાર્ગ આદિ ઉપર પૂજ્યશ્રીનાં દૈનિક પ્રવચને થતાં. શ્રી તત્ત્વાર્થસૂત્ર ઉપર પૂજ્યશ્રીએ ચતુર્વિધ સંઘને વિશેષ છણાવટવાળી સંપૂર્ણ વાચના આપી. તે ઉપરાંત, દર રવિવારે વિશિષ્ટ અને વિવિધ આરાધનાઓ થતી, જેને સ્વાદ આરાધકે આજે પણ અનુભવી રહ્યા છે. ચાતુર્માસ દરમિયાન ત્યાંનાં બાવન જિનાલયને પૂજ્યશ્રીના માર્ગદર્શન પ્રમાણે ઐતિહાસિક જીર્ણોદ્ધાર થયે. બાવન દેરીઓના ઘુમ્મટ ઉપર નવા આમલસારા અને કળશ સ્થાપન
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org