________________
શ્રમણભગવંતે-૨ મુનિશ્રી પદ્મવિજયજી મહારાજના શિષ્યરત્ન તરીકે જાહેર કરાયા. આજે પૂજ્યશ્રી ૪૯–૦૯ વર્ષથી ચઢતા પરિણામે બ્રહ્મચર્યાદિ સંયમધર્મની અને જ્ઞાન–ધ્યાનની સાધનામાં આગળ વધ્યા છે. આઠ વર્ષ સુધી પિતાના ભવતારક પૂ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજની અખંડ સેવા કરી. ચૌદ વર્ષ પૂ. ગુરુદેવ સાથે રહ્યા. ન્યાય, વ્યાકરણ, કાવ્ય, કેષ, આગમ, હરિભદ્રીય ગ્ર વગેરેનું તલસ્પર્શી અધ્યયન કર્યું. અલગ ચાતુર્માસ દરમિયાન ગામેગામ ખૂબ ધર્મપ્રભાવના વિસ્તારી. દરેક સંઘની ખૂબ ચાહના મેળવી. અનેક જ્ઞાનભંડારેનો ઉદ્ધાર કર્યો. યુવકેને પ્રતિબંધિવાની સહજ રૂચિ અને શક્તિથી નાસ્તિકને આસ્તિક બનાવ્યા. સૌને પ્રભુપૂજા, નવકારજાપ, સામાયિક, શાસનરાગ, જ્ઞાનભક્તિ, સંઘભક્તિથી રંગી નાખ્યા. પૂજ્યશ્રીની સદા હસતી મુખમુદ્રા, કાર્યની સ્કૃતિ, દરેકને સહાય થવાની વૃત્તિ, ધાર્મિક પ્રવૃત્તિઓમાં તલ્લીનતા સમગ્ર સંઘમાં ખૂબ જાણીતા બન્યા. નવા સાધુને દરેક રીતે કેળવવામાં અને સાચવવામાં તેઓશ્રીની દક્ષતા પ્રશંસનીય બની રહી. પૂજ્યશ્રીએ પ્રતિબોધ આપી અનેક ભવ્યાત્માઓને સંયમમાર્ગે વાળ્યા છે. તેમાં, (૧) પં. શ્રી કીતિ સેનવિજયજી ગણિ, [ અને તેમના શિ : ૧. મુનિશ્રી શીલચંદ્રવિજયજી, ૨. મુનિશ્રી વિનીતસેનવિજયજી અને ૩. મુનિશ્રી ધમસેનવિજ્યજી], (૨) પૂ. આ. શ્રી વિજય મહાબલસૂરિજી મહારાજ, [ અને તેમના શિષ્ય : ૧. આ. શ્રી વિજયપુણ્યપાલસૂરિજી મહારાજ, ૨. મુનિશ્રી ભવ્યભૂષણ વિજયજી અને ૩. મુનિશ્રી ચંદ્રદર્શનવિજયજી] (૩) મુનિરાજ શ્રી મલયચંદ્રવિજયજી મહારાજ, (૪) મુનિશ્રી હેમરત્નવિજયજી ગણિ [ અને તેમના શિષ્ય : ૧. મુનિશ્રી સુધર્મરત્નવિજયજી, ૨. મુનિશ્રી ભક્તિરત્ન વિજ્યજી, ૩. મુનિશ્રી ચિરાગરત્નવિજયજી અને ૪. મુનિશ્રી સંયમરત્નવિજયજી], (૫) મુનિશ્રી રાજરત્નવિજ્યજી મહારાજ, (૬) મુનિશ્રી દેવરત્નવિજયજી મહારાજ, (૭) મુનિશ્રી કલ્પરત્નવિજયજી મહારાજ, (૮) મુનિશ્રી ભવ્યદર્શનવિજયજી મહારાજ, [ તેમના શિષ્ય મુનિશ્રી વિમલહર્ષવિજયજી], (૯) મુનિશ્રી મુનિરત્નવિજયજી મહારાજ, (૧૦) મુનિશ્રી ભુવનરત્નવિજયજી મહારાજ (તેમના શિષ્ય મુનિશ્રી ભુવનહર્ષવિજયજી] (૧૧) મુનિશ્રી તીર્થરત્નવિજ્યજી મહારાજ, (૧૨) મુનિશ્રી સંઘરત્નવિજયજી મહારાજ અને (૧૩) મુનિશ્રી જયરત્નવિજયજી મહારાજ—એ તેઓશ્રીને શિષ્ય પરિવાર છે.
જ્યારે પૂજ્યશ્રીના પ્રેરક સદુપદેશથી સંયમના અભિલાષી બની મુનિશ્રી દિવ્યરત્નવિજ્યજી મહારાજ, મુનિશ્રી પુણ્યસુંદરવિજયજી મહારાજ, મુનિશ્રી સત્યસુંદરવિજયજી મહારાજ, મુનિશ્રી અમિતપ્રભ વિજ્યજી મહારાજ, મુનિશ્રી મહારત્નસાગરજી મહારાજ, મુનિશ્રી હર્ષધિવિજયજી મહારાજ વગેરે આજે સંયમ માર્ગની સુંદર સાધના કરી રહ્યા છે. પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં સં. ૨૦૦૫ની સાલથી સંખ્યાબંધ દીક્ષાઓ થઈ તેમાં પણ તેઓશ્રીની વૈરાગ્યમય પ્રેરણાએ નેંધપાત્ર કાર્ય કર્યું છે. ઉપરાંત, મુનિશ્રી ધર્મષવિજયજી મહારાજ, મુનિશ્રી રત્નાંશુવિજજી મહારાજ, આ. શ્રી વિજયષસૂરિજી મહારાજ, આ. શ્રી વિજયભદ્રગુપ્તસૂરિજી મહારાજ, આ. શ્રી વિજય હેમચંદ્રસૂરિજી મહારાજ, આ. શ્રી વિજયજિનેન્દ્રસૂરિજી મહારાજ, મુનિશ્રી મેઘવિજયજી મહારાજ, પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ, મુનિશ્રી હેમરત્નવિજ્યજી ગણિ આદિ શ્રમણુભગવંતોએ દીક્ષા બાદ પ્રાથમિક તાલીમ તેમ જ સંસ્કરણ તેઓશ્રી પાસે પામ્યા છે. અનેક સાધુ-સાધ્વીજી મહારાજેને આગમગ્રંથની અને બહુશ્રત આચાર્યભગવંતના શાસ્ત્રગ્રંથની પૂજ્યશ્રીએ વાચના
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org