________________
શ્રમણભગવત-૨
૪૧૫ ગુરુસેવાના આદર્શરૂપ સાધુર્ય, પ્રશાંતમૂર્તિ પૂ. આચાર્યશ્રી વિજયરવિપ્રભસૂરીશ્વરજી મહારાજ
પૂજ્યશ્રીનું મૂળ વતન પાટણ. પિતાનું નામ મફતલાલ અને સ્વનામ રસિકલાલ હતું. સં. ૧૯૮૩માં જન્મેલા રસિકલાલે પિતા સાથે સં. ૧૯ના ફાગણ સુદ ત્રીજે પાલીતાણા મુકામે સંયમ સ્વીકાર્યું. પૂ. આ. શ્રી વિજયમાનતુંગસૂરીશ્વરજી મહારાજ (ત્યારે મુનિવર)ના શિષ્ય તરીકે પિતા મફતલાલ મુનિ શ્રી હરિપ્રભવિજયજી બન્યા, અને તેઓશ્રીના શિષ્ય તરીકે રસિકલાલ મુનિશ્રી રવિપ્રવિજયજી મહારાજ બન્યા.
ધૂજ્ય ગુરુદેવેની નિશ્રામાં જ્ઞાન-ધ્યાનની સાધનામાં આગળ વધતાં તેઓશ્રીને વર્ષો બાદ સં. ૨૦૩૧ના કારતક વદ ૧૦ના માંડલમાં ગણિ–પંન્યાસપદે સ્થાપિત કરાયા. શ્રી હસ્તગિરિ તીર્થોદ્ધારક અને આગમવિદ્ આચાર્યશ્રી વિજ્યમાનતુંગસૂરીશ્વરજી મહારાજની સેવામાં મગ્ન રહેતા. પૂજ્યશ્રીને પ્રિય આગમના હસ્તલેખનમાં સદૈવ સહાયક રહેતા. તેઓશ્રીનું માર્ગદર્શન હસ્તગિરિ તીર્થોદ્ધારના કાર્યકરો અને ટ્રસ્ટીઓ માટે મહત્વનું બની રહ્યું હતું. પૂજ્યશ્રીનાં માતુશ્રી હીરાબહેન, સાધ્વીશ્રી હેમપ્રભાશ્રીજી તથા બહેન સુશીલાબહેન, સાધ્વીશ્રી સૂર્યયશાશ્રીજી મહારાજના નામે સુંદરતમ શાસન-આરાધના–પ્રભાવના કરી રહ્યાં છે. તેઓશ્રીના પરિવારના અનેક આત્માઓ સંયમની સાધના કરી રહ્યા છે. પ્રેરક પ્રવચનધારાના વાહક તેઓશ્રીને સં. ૨૦૪૩ના માગશર સુદ ૬ને દિવસે લીંબડી મુકામે આચાર્ય પદાધિષ્ઠિત કરાતાં પૂ. આચાર્યશ્રી વિજય રવિપ્રભસૂરીશ્વરજી મહારાજ તરીકે પ્રખ્યાત બન્યા. પૂ. ગુરુદેવની નિશ્રામાં કાયાની છાયા જેમ વર્તનારા પૂજ્યશ્રીને સંયમપર્યાય ૪પ વર્ષ છે. દીર્ધાયુષ્ય પ્રાપ્ત કરી પૂજ્યશ્રી સુંદર શાસનપ્રભાવના કરતા રહે એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણેમાં કેટ કેટ વંદન !
સંઘપયોગી અનેક પ્રકાશનના લેખક-સંપાદક-સંશોધક-વિવેચક પૂ. આચાર્યશ્રી વિજયનિત્યાનંદસૂરીશ્વરજી મહારાજ
પૂજ્યશ્રીની જન્મભૂમિ જૈનપુરી અમદાવાદ. પિતાનું નામ મોહનલાલ. એમને ત્યાં સં. ૧૯૭૮ના કારતક સુદ ૩ને દિવસે પુત્રરત્નને જન્મ થયો. પુત્રનું નામ રાખ્યું જયન્તીલાલ. જયન્તીલાલ વ્યાવહારિક અને ધાર્મિક શિક્ષણ પામીને વૈરાગ્યના રંગે રંગાયા. અમદાવાદમાં સં. ૨૦૦૦ના વૈશાખ સુદ ૭ને દિવસે પૂ. આ. શ્રી વિજયજંબુસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે દિક્ષા પામીને મુનિશ્રી નિત્યાનંદવિજયજી મહારાજ બન્યા. થોડા જ સમયમાં આગમ–પ્રકરણ આદિનો સુંદર અભ્યાસ કર્યો. તપના ક્ષેત્રે પણ ઠીક ઠીક પ્રગતિ કરી ૧૦૦ એળી પૂર્ણ કરી. પૂજ્યશ્રીને લેખનકાર્યનો અત્યંત શોખ હવાથી થોડા સમયમાં એમનાં અતિ ઉપયોગી પ્રકાશને સંઘની સેવામાં રજૂ થયાં. પ્રવ્રયાગાદિ વિધિ, પિંડનિર્યુક્તિ પરાગ, ઘનિયુક્તિ પરાગ, બૃહદ્
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org