________________
શ્રમણભગવંતે-૨
૪૧૭
થતું રહ્યું અને અનેક પુણ્યાત્માઓનું આલંબન બનતું રહ્યું. સં. ૨૦૪૩માં ખંભાતમાં ચાતુર્માસ દરમિયાન તબિયત બગડી અને આ માસમાં પ્રતિક્રમણ કરતાં કરતાં, ચાર વાર શ્રી નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરીને સ્વર્ગવાસી બન્યા. સરળ, શાંત સ્વભાવથી અપ્રમત્તભાવે ગુરુસેવા અને શાસનપ્રભાવના કરી જનાર સૂરિવરને કેટિશઃ વંદના !
સમર્થ શાસન સંરક્ષક, જ્યોતિર્વિર, શાંતમૂર્તિ પૂ. આ. શ્રી વિજયધનપાલ સૂરીશ્વરજી મહારાજ
પૂ. આચાર્ય શ્રી વિજ્યધનપાલસૂરિજી મહારાજને જન્મ સં. ૧૯૮૧માં સૌરાષ્ટ્રના વરસડા ગામે થયે હતે. પિતાનું નામ જગજીવનદાસ, માતાનું નામ કપૂરબહેન અને તેમનું પિતાનું જન્મનામ ધનજીભાઈ હતું. ધર્મપરાયણ માતાપિતાએ પુત્ર ધનજીમાં ધર્મસંસ્કારનું સિંચન ઘણું જતનપૂર્વક કર્યું હતું. વ્યાવહારિક અને ધાર્મિક શિક્ષણ લેતાં લેતાં ધનજીભાઈમાં વયની વૃદ્ધિ સાથે ધર્મપરિણતિ પણ વિકાસ પામી અને અવારનવાર સાધુમહારાજના પરિચયમાં આવતાં તેમનામાં વૈરાગ્યભાવના જાગૃત બની અને આગળ જતાં દઢ પણ થઈ. તેના પરિપાક રૂપે સં. ૨૦૦૧ના જેઠ સુદ ૧૩ના શુભ દિવસે પિંડવાડામાં આચાર્યપ્રવર શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરીને મહારાષ્ટ્ર-કેસરી પૂ. આચાર્યશ્રી વિજયયદેવસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બની મુનિ શ્રી ધનપાલવિજયજી નામે જાહેર થયા.
મુનિશ્રી ધનપાલવિયજી મહારાજના દીક્ષાદાતા દીક્ષાગુરુ ઉત્કૃષ્ટ સંયમી, તપસ્વી અને ત્યાગી સૂરિવર હતા. તેઓશ્રીના આશીર્વાદ અને સંયમજીવનની ઉત્તમ તાલીમ – બન્ને મળ્યાં. સંયમની ઉત્કૃષ્ટ સાધના સાથે થોડા સમયમાં જ શારના ઊંડા અભ્યાસી બન્યા. શાંત-સરળ સ્વભાવી હોવાને કારણે અંતરંગ ગુણોને સારે વિકાસ થાય અને સ્વ-પર સમુદાયમાં સને પ્રિય બન્યા. તેઓશ્રીએ તિષવિદ્યાનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોવાથી પોતાના પૂ. ગુરુદેવને મુહૂર્ત આદિ કાર્યોમાં ખૂબ સહાયક બન્યા. આવી અનેક યોગ્યતા પ્રાપ્ત કરતાં તેઓશ્રીને ગણિપંન્યાસપદથી અલંકૃત કરવામાં આવ્યા અને ઉત્તરોત્તર વિકાસ સાધતાં સં. ૨૦૪૦ના મહા સુદ ૧૩ના દિવસે મહારાષ્ટ્રના જલગાંવ નગરે આચાર્ય પદે આરૂઢ કરી આચાર્યશ્રી વિજયધનપાલસૂરિજી નામે ઘેષિત કરવામાં આવ્યા. પૂ. ગુરુદેવશ્રી વિજયયદેવસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગવાસ પછી તેમનાં પગલે પગલે મહારાષ્ટ્રમાં વધુ વિચરતા તેઓશ્રીની નિશ્રામાં પ્રતિષ્ઠા આદિ અનેકવિધ શાસનકાર્યો થઈ રહ્યાં છે. પૂજ્યશ્રી હાલમાં સાધ્વીજીઓના વિશાળ સમુદાયની જવાબદારી સારી રીતે સંભાળી રહ્યા છે. પૂજ્યશ્રીનું વાત્સલ્ય નાના-મોટા સૌ ઉપર એકસરખું વરસતું રહ્યું છે. તેઓશ્રીની ઉદારતા, સરળતા, નમ્રતા, સહિષ્ણુતા, ગંભીરતા અને પ્રભાવકતા દ્વારા અનેક ભવ્યાત્માઓ ભવ-આલોચના દ્વારા આત્મશુદ્ધિ અને આત્મવૃદ્ધિ પામી રહ્યા છે. શ્રિ. ૫૩
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org