________________
૪૧૮
શાસનપ્રભાવક
પૂજ્યશ્રીની પુણ્યનિશ્રામાં શાસનનાં અનેકવિધ કાર્યો થાઓ અને એ માટે શાસનદેવ પૂજ્યશ્રીને દીર્ધાયુ બક્ષે એવી પ્રાર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણેમાં કેટિશઃ વંદના !
(સંકલન : પૂ. મુનિરાજશ્રી શિવાનંદવિજયજી મહારાજ.)
‘ગુરુકુલવાસનો અને આદર્શ સિદ્ધ કરનાર સૂરિવર પૂ. આચાર્યશ્રી વિજ્યવિચક્ષણસૂરીશ્વરજી મહારાજ
રાજસ્થાનના લાપદ ગામમાં વસતા વનેચંદજીને ત્યાં સં. ૧૯૮૮ના શ્રાવણ વદ અને દિવસે એક પુત્રરત્નને જન્મ થયે. જન્માષ્ટમીએ જન્મેલા આ પુત્રનું નામ વીરચંદ રાખવામાં આવ્યું. વીરચંદને નાનપણથી જ સંયમ સ્વીકારવાના કેડ હતા, પરંતુ કુટુંબ અને સમાજના અવરોધે ઘણુ હતા. એવા અનેક અવરોધોને પાર કરીને વીરચંદજીએ સં. ૨૦૦૫ના વૈશાખ સુદ પાંચમને દિવસે નાસિક મુકામે પૂ. આ. શ્રી મુક્તિચંદ્રસૂરીશ્વરજી (ત્યારે મુનિવર્ય) મહારાજના હસ્તે સંયમ સ્વીકાર્યું અને મુનિશ્રી વિચક્ષણવિજ્યજી મહારાજ બન્યા. પૂજ્યશ્રીના જીવનના પ્રારંભકાળથી જ ગુરુભક્તિનો ગુણ વિકસ્યો હતો. પરિણામે ક્ષયોપશમ એ છે હવા છતાં ચેડાં જ વર્ષોમાં અનેક શાસ્ત્રમાં પારંગત બન્યા. ન્યાય, વ્યાકરણ, આગમ આદિ શાના ઊંડા અભ્યાસી બન્યા અને અધ્યાપનકાર્યમાં અનુપમ રસ હોવાથી અનેકના વિદ્યાગુરુ બન્યા.
સ્વાધ્યાય કરવા-કરાવવાની પ્રવૃત્તિને જ મુખ્યતા આપવા દ્વારા પિતાના પૂ. ગુરુદેવશ્રીના વારસાને શોભાવનારા તેઓશ્રીએ જીવનમાં કેટલાંયે વર્ષો, કાયાની છાયા જેમ, ગુરુસેવામાં સહર્ષ વિતાવીને “ગુરુકુલવાસને અદ્ભુત આદર્શ ખડો કર્યો છે. વર્ષોથી ગણિ-પંન્યાસપદથી અલંકૃત તેઓશ્રીને સં. ૨૦૪૩ના પિષ વદ ૬ને દિવસે મુંબઈ-શ્રીપાલનગરમાં પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્યપદે અભિષિક્ત કરાયા. પૂજ્યશ્રીના હસ્તે પનવેલ, પૂના, વડનગર આદિમાં પ્રતિષ્ઠા મહોત્સવ થયા છે, ઉપધાનતપની આરાધના થઈ છે અને દીક્ષામહોત્સ ઊજવાયા છે. સુંદર શાસનપ્રભાવનાયુક્ત ૪૩ વર્ષને સંયમપર્યાય ધરાવતા પૂજ્યશ્રી અત્યાધિક શાસનસેવા કરવા માટે દીર્ધાયુષ્ય પામો એવી શાસનદેવને પ્રાર્થના તથા પૂ. ગુરુદેવશ્રીનાં ચરણકમલમાં હૃદયપૂર્વક કોટિશ વંદના !
પ્રતિષ્ઠાઓ, ઉપધાન, ઉઘાપનાદિ અનુષ્કાનોના પ્રભાવક નિશ્રાદાતા પૂ. આચાર્યશ્રી વિજયજિનપ્રભસૂરીશ્વરજી મહારાજ
પૂજ્યશ્રીનું જન્મસ્થાન ડીસા સં. ૧૯૮૫ના મહા વદ ૧૧ને દિવસે તેમનો જન્મ થયે હતે. પિતાનું નામ ચીમનલાલ અને તેમનું જન્મનામ જેસિંગલાલ હતું. જેનેજગતમાં અધ્યાત્મયોગી તરીકે પ્રસિદ્ધ પૂ. પંન્યાસજી શ્રી ભદ્રંકરવિજ્યજી ગણિવરને પરિચય પારસનું કામ કરી ગયે, અને જેસિંગલાલનું જીવન પરિવર્તન કરી ગયે. સં. ૨૦૦૬ના વૈશાખ વદ ને
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org