________________
૪૧૬
શાસનપ્રભાવક
ક્ષેત્રસમાસ (દળદાર ૨ ભાગ) આદિ અનેક પ્રકાશનના લેખક-વિવેચક–સંકલનકાર પૂજ્યશ્રીની જ્ઞાનસાધના આજે પણ અવિરત ચાલુ છે. “દાનપ્રેમવંશવાટિકા' એ અનેક આવૃત્તિઓ પામેલું પ્રકાશન પૂજ્યશ્રી દ્વારા સંકલિત થયું છે.
- પૂજ્યશ્રીને શાંત સ્વભાવ, વિદ્વત્તા, ચારિત્રશુદ્ધિ આદિ ઉત્તમ ગુણો સંઘમાં સુપ્રસિદ્ધ છે. સં. ૨૦૪રના માગશર સુદ ૬ને દિવસે રાજકોટમાં આચાર્યપદે આરૂઢ કરાયા બાદ પૂજ્ય આચાર્યશ્રી વિજયનિત્યાનંદસૂરીશ્વરજી મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા. તેઓશ્રીને દીક્ષા પર્યાય ૪૪ વર્ષને છે. વિવિધ શાસનપ્રભાવના કરવા માટે શાસનદેવ પૂજ્યશ્રીને નિરામય દીર્ધાયુષ્ય બક્ષે એવી હાદિક અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણોમાં લાખ લાખ વંદના !
પ્રવચનકુશળ, અનેક પ્રવચન-પુસ્તકના પ્રેરક પૂ. આચાર્યશ્રી વિજયસુધાંશુસૂરીશ્વરજી મહારાજ
રાજસ્થાનના વાક્લી ગામના વતની ડાહ્યાલાલજી અને ભદ્રાદેવીના સુપુત્ર સુરતગમલજી મેહમયી મુંબઈની ધરા ઉપર વ્યાપાર માટે જઈ વસેલા. તે કાળે “લઘુરામ” તરીકે ખ્યાતિ પામેલા પૂ. મુનિરાજ શ્રી મુક્તિવિજયજી મહારાજ પિતાના સહેદર ગુરુબંધુઓ-મુનિવર શ્રી મલયવિજ્યજી તથા શ્રી રવિવિજયજી મહારાજ સાથે પૂજ્યપાદ ગુરુદેવની આજ્ઞાથી સં. ૧૯૯૯૨૦૦૦ના ચાતુર્માસાર્થે મુંબઈ પધારેલા. મોતીશા લાલબાગ જૈન ઉપાશ્રયની પ્રવચનપીઠ ઉપરથી પૂ. શ્રી મુક્તિવિજયજી મહારાજના જડવાદને જડબેસલાક લપડાક મારતાં અને સુધારાઓના કુધારાઓને વર્ણવતાં તથા ત્યાગ-વિરાગની વાણી વહાવતાં પ્રવચનોથી ધર્મ-આરાધકની મનોભૂમિ પ્રસન્ન થઈ હતી. અનેક નવલેહિયા યુવાને આ વાણુના સ્રોતમાં આત્મશુદ્ધિને ઉપાય મેળવી રહ્યા હતા. શ્રી સુરતીગમલજી પણ આ પ્રવાહને પામીને સંસારથી. ઉદ્ધિન થયા અને સં. ૨૦૦૧ના માગશર સુદ ૧૦ને દિવસે પૂ. મુનિવર્ય શ્રી મલયવિજયજી મહારાજના વરદ હસ્તે દીક્ષિત થઈ, પૂ. મુનિવર્યશ્રી મુક્તિવિજયજી મહારાજના શિષ્યરત્ન મુનિશ્રી સુધાંશુવિજયજી મહારાજ બન્યા.
ગુરુભક્તિ, સ્વાધ્યાય આદિમાં પ્રગતિ કરતાં પૂજ્યશ્રી મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજનાં સ્તવને તથા પૂજ્ય ગુરુભગવંત આચાર્યદેવ શ્રી વિજ્યરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનાં પ્રવચનનું વાચન કરવામાં પારંગત બન્યા. સં. ૨૦૩૧માં પૂ. ગુરુદેવશ્રીના વરદ હસ્તે ગણિપદ, સં. ૨૦૩૪માં પંન્યાસપદ અને સં. ૨૦૪૨માં સૂરિપદે સ્થાપવામાં આવ્યા. પૂ. આ. શ્રી વિજયમાનતુંગસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્ય પદ પામેલા અને સિંહગજનાના સ્વામી પૂ. આ. શ્રી વિજયમુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજના પ્રથમ પટ્ટધર શ્રી આચાર્ય વિજયસુધાંશુ સૂરીશ્વરજી મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર આદિ પ્રાંતની ધરાને પિતાના પદાર્પણથી પાવન કરનારા પૂજ્યશ્રીની પ્રેરણાથી પૂ. ગુરુદેવનાં પ્રવચન-પુસ્તકોનું પ્રકાશન
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org