________________
શ્રમણભગવંતો-૨
४२१ શાક્ત વિધિવિધાનની ખેવના કરવામાં તેમ જ આવા ઉચ્ચતમ શાસ્ત્રજ્ઞાનને વારસો જળવાઈ રહે અને પ્રસાર પામે તે માટે અનુગામી સાધુવને તૈયાર કરવામાં કર્યો. સં. ૨૦૧૫માં પૂજ્યશ્રીએ જુદા જુદા મુનિવરોને પાઠ આપવાનું શરૂ કર્યું. અનેક મુનિએ આ કાર્યમાં જોડાઈને નૂતન કર્મસાહિત્યની રચના કરવા લાગ્યા. ત્યાર બાદ પ્રકૃતિ-સ્થિતિ–રસપ્રદેશ અને એના પણ અવાંતર વિભાગે કરીને જુદા જુદા મુનિઓને એના ઉપર સંસ્કૃત ટકા રચવા માટે સેંપાઈ. ખુદ મુનિવરશ્રીએ દીર્ઘકાળ પર્યત નિરંતર પરિશ્રમ વેઠીને ચાર-પાંચ ગ્રંથની ટીકા સંસ્કૃત ભાષામાં રચેલી. તે માટે ૪૦-૫૦ હજાર કલેકપ્રમાણુ સાહિત્ય તેઓશ્રીના હસ્તે સજવા પામ્યું. તેમ છતાં, પૂજ્યશ્રીમાં નિરભિમાનીતાનો ગુણ ઊડીને આંખે વળગે તેવો છે. વ્યાખ્યાનને જરા પણ શોખ નહીં, છાપાં-પાનિયાંમાં લખીને કીતિ મેળવવાની લાલસા નહીં, શિષ્યસમુદાયથી વીંટળાવાની ઝંખના નહીં. એકાંતપ્રિય અને અભ્યાસપ્રિય પ્રકૃતિથી જ્ઞાનસાધના અખંડ–અવિરામ ચાલતી રહે. પૂ. આચાર્યશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજે સં. ૨૦૨૮માં અમદાવાદ જ્ઞાનમંદિરમાં જેન તત્ત્વજ્ઞાન તથા આચાર સંબંધી વાચનાઓ આપવા ભલામણ કરી, ત્યારે એકધારા છ-સાત મહિના સુધી વર્ગો ચલાવ્યા. સાન્તાક્રુઝમાં જાયેલી ગ્રીષ્મ ધાર્મિક શિક્ષણ શિબિરમાં પણ પૂજ્યશ્રીએ અનેકને પ્રભાવિત ક્ય. તેથી જ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ કાળધર્મ પૂર્વે સમગ્ર સમુદાયને હિતશિક્ષા રૂપે એક કલમ ઘડતા ગયા કે નાના-મોટા સૌએ આગમન વિષયમાં મુનિ શ્રી જયેષવિજયજીની સલાહ લેવી. છેદસૂત્ર-પ્રાયશ્ચિત્ત આદિ વિષયમાં પણ પૂજ્યશ્રી એટલા બધા મહાન ગીતાર્થ અને ગંભીર ધર્મપુરુષ છે કે અનેક શ્રાવક-શ્રાવિકાઓએ તેઓશ્રી પાસે પ્રાયશ્ચિત્ત લીધાં છે. તદુપરાંત, પૂ. ગુરુદેવશ્રી સાથે રહેતા લગભગ બધા જ સાધુમહાત્માઓની આંતરિક સારસંભાળ, સારણું–વારણ, અધ્યયન-અધ્યાપન આદિની મહત્તમ જવાબદારીને વહન કરવામાં કયારેય પ્રમત્તભાવ દર્શાવ્યું નથી.
પૂજ્યશ્રીએ પૂ. આ. શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજના સહવાસ પ્રસંગે, તેઓશ્રીની સેવા બજાવતાં બજાવતાં શ્રી ભગવતીસૂત્રના ગોદ્ધહન કર્યા હતાં અને પૂજ્યશ્રીને અમદાવાદ પંકજ સેસાયટીમાં સં. ૨૦૩૧ના કારતક વદ ૧૦ને દિવસે મહોત્સવ પૂર્વક ગણિપદ પ્રદાન કરવામાં આવ્યું. સં. ૨૦૩૪ના વૈશાખ સુદ પાંચમે પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજે પંન્યાસપદવીથી વિભૂષિત કર્યા. ત્યારબાદ, આગમશાસ્ત્રના મર્મજ્ઞ તરીકે જૈનજગતમાં પ્રસિદ્ધ પંન્યાસપ્રવરશ્રીને સં. ૨૦૪૦ના મહા સુદ ૧૩ને દિવસે જલગાંવમાં આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. સાથે સાથે પૂ. ગુરુદેવે તેઓશ્રીની પાત્રતા જોઈને “સિદ્ધાંતદિવાકર નું બિરુદ આપ્યું. ત્યારથી પૂજ્યશ્રી “સિદ્ધાંતદિવાકર” આચાર્યશ્રી વિજયષસૂરીશ્વરજી મહારાજ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. પૂજ્યશ્રી વર્તમાનમાં શ્રેષ્ઠ પ્રાચનિક પ્રભાવક આચાર્ય છે. શ્રીસંઘ તેઓશ્રીના માર્ગદર્શન વડે સતત લાભાન્વિત થતા રહે છે. બસોથી વધુ સાધુઓને તેમ જ સંખ્યાતીત શ્રાવક-શ્રાવિકાઓને પ્રાયશ્ચિત્ત અને ધર્મમાં સ્થિરતા કરાવવાનું પવિત્ર કાર્ય કર્યું છે. વૃદ્ધ સાધુઓની સારસંભાળ
અને વૈયાવચ્ચ પૂજ્યશ્રીને નેંધપાત્ર ગુણ છે. પિતા મુનિશ્રી ધર્મઘેષવિજ્યજી, શ્રી મતિધનવિજ્યજી, શ્રી રત્નાશુવિજ્યજી મહારાજની જેવી રીતે સેવાભક્તિ કરી, તે જોઈને સૌનાં મસ્તક
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org