________________
૮૦૨
શાસનપ્રભાવક તબિયત બગડી. ત્યારથી તેઓશ્રી નાઇલાજે બેસણું કરવા લાગ્યા. જીભ ઉપર અજબ કાબૂ ધરાવતા હતા. હંમેશાં પાદવિહાર કરવાના આગ્રહી હતા. તબિયત લથડી પછી ક્યારેક ડાળીને ઉપયોગ કરતા. તબિયત લથડ્યા પછી સ્વજીવન વિશે વિશેષ સભાન થઈ ગયા હતા. આરાધનાને વેગ પણ વધાર્યો હતો. અને સમાધિભાવમાં સવિશેષ લીન રહેતા હતા. અહમદનગરનું ચોમાસું થયું ત્યારે પ્રતિષ્ઠાનાં કાર્યો પૂજ્યશ્રી અને ગુરુબંધુ શ્રી વિજયધનપાલસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સુંદર રીતે ઊજવાયાં હતાં. ત્યાર બાદ પૂજ્યશ્રીનું છેલ્લું ચોમાસું સંગમનેર મુકામે થયું. ચાતુર્માસ દરમિયાન સુંદર આરાધના કરી-કરાવી. સં. ૨૦૪પના કારતક વદ ૪ને દિવસે સકળ સંઘની ઉપસ્થિતિમાં, વિશાળ સાધુગની નવકારમંત્રની અખંડ ધૂન વચ્ચે, પદ્માવતીની આરાધના પૂર્વક અને પંચમહાવ્રતના ઉચ્ચારણપૂર્વક અંતિમ આરાધના કરી સમાધિપૂર્વક આ નશ્વર જગતમાંથી વિદાય લીધી—કાળધર્મ પામ્યા. સમગ્ર જૈન સમાજમાં આ સમાચારથી ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ. પાલખી ઉપાડવાની, અગ્નિસંસ્કાર કરવા વગેરેની સારી એવી બેલી બેલાઈ ગામેગામથી ભાવિકે આવ્યા. પાંચ હજાર ભક્તજનોની વિશાળ મેદની વચ્ચે પૂજ્યશ્રીના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું ત્યારે સૌની આંખો અશ્રુભીની થઈ હતી. પૂજ્યશ્રીની માંદગી દરમિયાન પૂ. મુનિરાજ શ્રી શિવાનંદવિજયજી મહારાજ તથા પૂ. મુનિરાજ શ્રી ધર્મેધરવિજયજી મહારાજે ખડે પગે સુંદર સેવા બજાવી હતી, જેની અનુમોદના કરીએ તેટલી ઓછી છે.
આવા પરમ ઉપકારી, નિરપૃહી, નિખાલસ, ત્યાગી, તપસ્વી, સ્વપરના કલ્યાણકારી આચાર્યદેવના જવાથી સકળ સંઘને મોટી ખોટ પડી. એંસી વર્ષની ઉંમરમાં બાવન વર્ષને દીર્ઘ દક્ષા પર્યાય પાળી એક સુંદર સંયમજીવનને આદર્શ મૂકી જનાર સૂરિવરનાં ચરણારવિંદમાં કેટિ કોટિ વંદના !
(સંકલન : પૂ. મુનિશ્રી શિવાનંદવિજયજી મહારાજ.)
પ્રકાંડ પંડિત અને કુશળ અધ્યાપક પૂ. આચાર્યશ્રી વિજયગુણુનંદસૂરીશ્વરજી મહારાજ
ગમે તે કુળમાં કે ગમે તે સ્થળમાં, ગમે તે યુગમાં કે ગમે તે કાળમાં જન્મ લે, પરંતુ મનુષ્યના પૂર્વ ભવના સંસ્કારો એને યોગ્ય માર્ગે લઈ ગયા વિના રહેતા નથી. પૂજ્યપાદ આચાર્યશ્રી વિજ્યગુણાનંદસૂરીશ્વરજી મહારાજ એનું જીવતું–જાગતું દષ્ટાંત છે. પૂજ્યશ્રીને જન્મ કર્ણાટક પ્રાંતના સુપ્રસિદ્ધ શહેર બેલગાંવ પાસે નિપાણીમાં લિંગાયત કુળમાં થયું હતું. પિતાનું નામ શિવબાલાગ્યા અને માતાનું નામ સંગવા હતું. તેમને ત્યાં સં. ૧૯૮૦માં જન્મેલા આ પનેતા પુત્રનું નામ ગુરુપાદ પા રાખ્યું. ગુરુપાદપ્પાએ બોર્ડની મેટ્રિકની પરીક્ષા ૮૦% ગુણ મેળવીને પસાર કરી હતી. એ દર્શાવે છે કે તેમને જ્ઞાનાર્જન પ્રત્યે નાનપણથી જ લગાવ હતે. એવામાં સં. ૧૯૯૬માં નિપાણીમાં પૂ. સિદ્ધાંતમહેદધિ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ ચાતુર્માસ બિરાજમાન હતા. એક દિવસ પિતાશ્રીની પ્રેરણાથી ગુરુપાદપા આચાર્યદેવનાં દર્શન
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org