________________
૪૦૮
6
સમાન સ્નેહ હતો. એ મહાત્માને કોઈ પરાયું કે પારકું ન હતું; તેઓશ્રીમાં વસુધૈવ કુટુંબકમ્ 'ની ભાવના ચરિતાર્થ થતી દેખાતી હતી. આવી મહાન વિભૂતિનાં ચરણારવિંદમાં કેટિશ: વંદના અને પૂજ્યશ્રીના ગુણુવૈભવ સૌનાં મનમ ંદિરમાં પ્રતિષ્ઠિત થાય એવી આશા !
( સ`કલન : પૂ. આ. શ્રી વિજયકુ’દકુ દસૂરીશ્વરજી મહારાજના ‘ સ્મૃતિગ્રં’થ ’માંથી સાભાર.)
શાસનપ્રભાવક
ધર્માંતી પ્રભાવક, સિદ્ધાંતસંરક્ષક, સમર્થ સાહિત્યસ ક પૂ. આ. શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજ
ગરવી ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલુ લીંચ ગામ તેમનું મૂળ વતન. ડભોઈ, છાણી, ખંભાત, કપડવંજ, પાટણ, ચાણસ્મા, રાધનપુર આદિ ગામનગરાની જેમ જ લીંચ ગામ પણ ધનિષ્ઠ ગામામાં અગ્રેસર છે. શ્રી ઋષભદેવ પરમાત્માનું ત્રણ માળનું વિશાળ ગગનચુંબી જિનાલય, ઉપાશ્રય, જ્ઞાનમંદિર, ૧૦૦ વર્ષ જૂની પાંજરાપેાળ વગેરેથી આ ગામ ગુજરાતમાં પેાતાની આગવી વિશેષતા ધરાવે છે. વીસમી સદીમાં શાહ અમૂલખ તારાચંદનુ પ્રતિષ્ઠિત કુટુંબ લીચથી વેપારાથે દક્ષિણ મહારાષ્ટ્રમાં સતારા જિલ્લામાં મસૂર ગામે જઈ ને વસ્યું. ૮૦ માણસનુ આ કુટુંબ ૧૯૮૫ સુધી સયુક્ત રહેતું. સૌ એક રસોડે જમતા. શા અમૂલખ તારાચંદના નામની મુંબઇ માંડવી બંદર ઉપર, અમદાવાદ માધુપુરામાં, કલકત્તા અને મસૂરમાં-એમ ચાર પેઢીએ ચાલતી. સુખસમૃદ્ધિની મેળા ઊછળતી. મસૂરમાં પ્રભુભક્તિ માટે જિનાલય બંધાવવાના આ કુટુંબના વડેરાએને કોડ જાગતાં સંઘના સહયાગથી ભવ્ય શિખરબંધી જિનાલય બંધાવ્યું. પ્રાચીન પ્રતિમાજી મેળવવા બે વર્ષ સુધી તપાસ કરતાં કરતાં ભરૂચમાં સંપ્રતિ મહારાજાના ભરાવેલા ૨૭ ઈંચના શ્રી સુમતિનાથ પ્રભુ આદિ પાંચ સુંદર નયનરમ્ય જિનમિએ મળી આવ્યાં. સમગ્ર મહારાષ્ટ્રમાં સંપ્રતિરાજાનાં જિનખિ’બે મસૂર અને સાંગલી—એ જ સ્થળે છે. આજે પણ એ તરફ વિહાર કરનારા પૂજ્યપાદ આચાર્યાદિ શ્રમણભગવંતે મસૂરમાં તીર્થધામનાં દન–વંદન જેટલા જ પરમાનંદ અનુભવે છે.
સ. ૧૯૮૪માં આ કુળની કીતિ ના સ્તંભ રોપાય છે. પૂજ્યપાદ શાસનસમ્રાટ સૂરિચકૅ ચક્રવતી તીર્થોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની સ્થિરતા અમદાવાદ– હકીભાઈની વાડીમાં હતી. માધુપુરાની પેઢી સંભાળતા શાહ અમૂલખ તારાચંદના પાંચમા પુત્ર ગોવિદભાઈ કે જેએ જન્મથી વિરાગીં જેવા હતા, તેમને ૫૦-પ૨ વર્ષોંની વયે સંયમ લેવાના મનોરથ જાગ્યા. કુટુ અને વાત કરી, કુટુંબે અનુમતિ આપી. સમગ્ર કુટુંબે તેમના દીક્ષા-પ્રસ’ગ અનેાખી રીતે ઊજન્મ્યા. શાસનપ્રભાવના અનેરી વિસ્તરી. મહારાષ્ટ્રભરમાં દીક્ષાધના ડંકા વાગ્યા. અમૂલખ તારાચ’દના સમગ્ર કુટુંબમાં ધ શ્રદ્ધા અને ધર્માચારના વારસા ચિર જીવ બન્યા. જે ઘરમાંથી એક સયમી પાકે તે ઘરમાંથી અનેક સયમી આત્માએ બહાર પડે, અને
Jain Education International. 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org