________________
શાસનપ્રભાવક
નિત્યક્રમ થઈ પડ્યો. પરંતુ આ અરસામાં જ કેશવજીભાઈના જીવનમાં પરિવર્તન આવે એવી ઘટના બની. તેઓ પૂ. પંન્યાસજી શ્રી ભદ્રકવિજયજી મહારાજના દર્શનથી, ચુંબક તરફ લેતું ખેંચાય તેમ આકર્ષિત બન્યા. આ આકર્ષણનો પ્રભાવ એટલે ઘેરે પડ્યો કે તેમના જીવનમાંથી સ્વાતંત્ર્ય-ચળવળની પ્રવૃત્તિને બદલે સંયમ સ્વીકારવાની તાલાવેલી જાગી. તેઓશ્રીને દિલદિમાગમાં એમ લાગવા માંડયું કે જીવનની સફળતા પામવા સર્વવિરતિનાં સોપાન સિદ્ધ કર્યા વિના ચાલે નહીં. તેમની ભાવનાને કુટુંબના સભ્યો સમજી-સ્વીકારી શકે તેમ ન હતા, પરંતુ મોટાભાઈ માણેકભાઈ (પૂ. મુનિ શ્રી મહાસેનવિજયજી મહારાજ) કેશવજીની ભાવના સમજી શક્યા. દિલની ધરતી પર દીક્ષાની ભાવનાનાં બીજનું વાવેતર થયું અને તરતમાં જ એના ઉપર પુષ્પરાવર્તની મેઘવૃષ્ટિ થવા જે એક અવસર કેશવજીએ ઝડપી લીધો. મુંબઈઅંધેરીમાં શ્રી ભાણજીભાઈ શાપરિયા તરફથી ઉપધાન તપનું આયોજન પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં થવાનું જાહેર થતાં જ તેમણે એમાં જોડાઈને પિતાની ભાવનાને વૃદ્ધિવંત કરવાને મક્કમ નિરધાર કર્યો અને એ તપમાં જોડાઈ ગયા. પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની ભેગવારક અને ત્યાગવાહક ધર્મદેશનાના શ્રવણ પછી કેશવજીભાઈને સંસારવાસ જેલવાસ જેવો અસહ્ય આકરો થઈ પડ્યો. પણ સંસારની જેલ એમને છટકવા દે તેમ ન હતી. છતાં ભાગ્યેગે ઉપધાન તપ પૂર્ણ થયા બાદ ધંધાર્થે બે વરસ માટે યવતમાલ (મહારાષ્ટ્ર) તરફ જવાનું થતાં ત્યાં પૂ. પંન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી મહારાજને વધુ લાભ મળે. અંતે સં. ૧૯૯૮ના વૈશાખ સુદ પાંચમના શુભ દિવસે નાસિક પાસેના વણ ગામે શ્રી ભદ્રકવિજ્યજી મહારાજની નિશ્રામાં દીક્ષા મહોત્સવ ઊજવાય. રાજસ્થાનના વીસલપુરના વતની પ્રેમચંદજી સાથે પરમેશ્વરી પ્રત્રજ્યા અંગીકાર કરી. પ્રેમચંદજી મુનિ શ્રી પ્રદ્યોતનવિજયજી અને કેશવજી મુનિશ્રી કુંદકુંદવિજયજી બન્યા. છેલ્લાં ૪૦૦ વર્ષના ઇતિહાસમાં હાલારની કઈ વ્યક્તિએ તપાગચ્છમાં દીક્ષા લીધી હોય તે આ પ્રાયઃ પહેલી હતી. વળી તેમણે દીક્ષા માટે છ વિગઈને ત્યાગ કર્યો અને પિતાના મનોરથને દીક્ષિત બની સફળ પણ બનાવ્યું.
મુનિશ્રી કુંદકુંદવિજયજી મહારાજ ૨૩ વર્ષની ભરયુવાનીમાં સંયમી બન્યા અને આત્મસાધનામાં લાગી ગયા. દીક્ષાના પ્રથમ પાંચ વર્ષ તે ફક્ત બે દ્રવ્યથી જ એકાસણા કર્યા. ઉપરાંત, વિનય વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ભક્તિ, નમ્રતા આદિ ગુણો પૂજ્યશ્રીના જીવનમાં ઉત્તરોત્તર વિકાસ પામવા લાગ્યા. પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ તથા પૂ. મુનિરાજ શ્રી હર્ષવિજયજી મહારાજના સાનિધ્યમાં તેઓશ્રીનું જીવનઘડતર થયું. અને સ્વાધ્યાયમાં તલ્લીનતા, ગુરુભક્તિ, તપની તત્પરતા, આત્મસન્મુખ વૃત્તિ, લગભગ નિત્ય એકાસણાં, વાત્સલ્યગુણ, સામાને સહી લેવાની વૃત્તિ, મીઠાશથી સામાની ભૂલ સમજાવવાની કળા, પરિચયમાં આવનારને ધર્મસન્મુખ કરવાની ભાવના, સિદ્ધાંતની રક્ષામાં અડગતા, ગુણાનુરાગી વલણ, સૌ પ્રત્યે સમભાવ ઇત્યાદિ ગુણ પૂજ્યશ્રીમાં વિકાસ પામવા લાગ્યા. આવા ગુણિયલ મહાત્માને તેમના ગુણે જઈને પદ માટે જેઈને પદ માટે આગ્રહ થતાં ગુરુદેવની જેમ તેઓશ્રીએ પણ હંમેશાં અનિચ્છા જ દર્શાવી.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org