________________
૪૦૫
શ્રમણભગવંતો-૨ હવે દીક્ષા લેવાને શી વાર છે? ” પ્રેમચંદજીના મનમાં આ વાત જ રમતી હતી. તેમણે તરત જ પૂ. પંન્યાસજી મહારાજ સમક્ષ દીક્ષા લેવાની તત્પરતા દર્શાવી. આમ, સં. ૧૯૯૮ના વૈશાખ સુદ પાંચમને દિવસે વાણ ગામે પ્રેમચંદભાઈએ દીક્ષા અંગીકાર કરી. પૂ. પંન્યાસજી મહારાજે પિતાના શિષ્યરત્ન મહાન તપસ્વી મુનિરાજ શ્રી ચરણવિજ્યજી મહારાજના શિષ્ય બનાવી મુનિશ્રી પ્રદ્યોતનવિજ્યજી નામે જાહેર કર્યા.
દીક્ષાના બીજા જ દિવસે જ્યારે વડીલ સાધુભગવંતોએ તેમને પૂછ્યું કે, “નવા મહારાજ, શું વાપરશે?” ત્યારે આ નૂતન મુનિશ્રીએ કહ્યું કે, “ગુરુમહારાજ કહે છે. મારે હવે બીજે કઈ વિચાર કરવાને હોય જ નહીં.” એમનામાં આવા ગુરુસમર્પિતતા, નિઃસ્પૃહતા, આદિ ગુણે પ્રારંભથી જ વિકસ્યા હતા. શાસ્ત્રાભ્યાસની સાથે આયંબિલ તપમાં વિશેષ રુચિના કારણે તેઓશ્રીએ તેમાં આગળ વધી સં. ૨૦૩૦માં લુણાવા (રાજસ્થાન) ગામે વર્ધમાન તપની ૧૦૦ એળી પૂર્ણ કરતાં, તેની શાસનપ્રભાવક ઉજવણી થઈ હતી. સંયમની ઉત્કૃષ્ટ સાધના સાથે વિનય, વૈયાવચ્ચ, જપ-તપ અને જ્ઞાન–ધ્યાનમાં આગળ વધતા તેઓશ્રીને ગણિ-પંન્યાસપદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે પિતાની તબિયત નરમ પડી ત્યારે પિતાના સ્વશિખ્ય સમુદાયની સઘળી જવાબદારી તેમને સેંપી. તેમની વાત્સલ્યભાવના, નિઃસ્પૃહતા, ઉદારતા, સૌજન્યશીલતા, અપ્રમત્તતા, સૌને સહાયક થવાની વૃત્તિ, ગદ્વહન કરવા– કરાવવાની ક્ષમતા અને સ્વ-પર કલ્યાણની ઉત્કૃષ્ટ ભાવના વગેરેથી તેઓશ્રી સમસ્ત શ્રીસંઘમાં સૌને પ્રિય અને આદરણીય બન્યા. સં. ૨૦૩૦ના મહા વદ ૬ના દિવસે તેઓશ્રીને આચાર્યપદે આરૂઢ કરવામાં આવતાં તેઓશ્રી પૂ. પંન્યાસજી મહારાજના વિશાળ શિષ્યસમુદાયનું વડીલપદ શેભાવી, સ્વસમુદાયના ઉત્કર્ષ સાથે શાસનનાં અને શ્રીસંઘનાં અનેકવિધ કાર્યો કરી-કરાવી રહ્યા છે. એવા પૂ. આચાર્યશ્રી વિજયપ્રદ્યોતનસૂરીશ્વરજી મહારાજને ભાવભીની કટિ કોટિ વંદના !
અનેકવિધ ગુણવૈભવના ધારક; સાહિત્યસર્જક અને દેશ-વિદેશમાં વસતા હાલારીઓને પ્રેરણાનાં પાન કરાવનારા પૂ. આચાર્યશ્રી વિજયકુંદકુંદસૂરીશ્વરજી મહારાજ
સંતભૂમિ સૌરાષ્ટ્રના હાલાર પ્રદેશમાં માંઢા ગામે સં. ૧૯૭૫ના ફાગણ સુદ ૧૧ને શુભ દિવસે પૂ. આ. શ્રી વિજ્યકુંદકુંદસૂરીશ્વરજી મહારાજને જન્મ થયે હતું. તેમનું જન્મનામ કેશવજી હતું. તેમનું કુટુંબ ધર્મપ્રેમી હતું, તેથી કેશવજીમાં નાનપણથી ધાર્મિક સંસ્કારને વિકાસ થતો રહ્યો. નવમા ધોરણ સુધી અભ્યાસ કરી પિતાના ઘીના વેપારમાં જોડાયા. વાકપટુતા તે વરેલી હતી જ, તેથી ધંધામાં જમાવટ થવા માંડી. એવામાં ગાંધીજીની સ્વાતંત્ર્ય ચળવળના રણશીંગાં ફૂંકાયાં. કેશવજીને એનું ઘેલું લાગ્યું. તેઓ ખાદીધારી બન્યા અને આઝાદીની ચળવળમાં ઝંપલાવ્યું. કલાક સુધી ભાષણ કરવાં અને ચળવળમાં સક્રિય રહેવું એ જ તેમને
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org