________________
શ્રમણભગવંતો-૨
09
સમુદાયમાં બીજા ઘણા તેમનાથી ઓછા પર્યાયવાળા પંન્યાસ બનવા છતાં તેઓશ્રી મુનિવર જ રહ્યા. પણ પૂ. પંન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ સં. ૨૦૩૬માં પાટણ મુકામે સમાધિપૂર્વક કાળધર્મ પામતાં, અને તેની આગ્રહભરી વિનંતીથી, પૂજ્યશ્રીને શ્રી ભગવતીસૂત્રના
ગોદ્રહનપૂર્વક સં. ૨૦૩૭ના કારતક વદ પાંચમે પૂ. આ. શ્રી વિજ્યકનકચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે મહત્સવપૂર્વક ગણિ-પંન્યાસપદ અર્પવામાં આવ્યું. પછી ટૂંક સમયમાં જ તેઓશ્રીને પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી અમદાવાદ-નવરંગપુરામાં પૂ. આ. શ્રી વિજયકનકચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સં. ૨૦૩૮ના મહા વદ ને દિવસે આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા અને પૂજ્યશ્રી આચાર્ય શ્રી વિજયકુંદકુંદસૂરીશ્વરજી મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા.
પૂજ્યશ્રીએ જ્યાં જ્યાં સ્થિરતા કરી કે ચાતુર્માસ કર્યા ત્યાં સૌનાં દિલ જીતી લીધાં. તેઓશ્રીને સૌમ્ય ભાષામાં સામાને ગળે ઊતરી જાય એવા મીઠા શબ્દોમાં કહેવાની અનેખી શૈલી વરેલી હતી. તેઓશ્રીએ અન્યના ઉપકાર અર્થે વિવિધ પ્રકારના સત્વશીલ સાહિત્યની રચના કરી. આ સાહિત્ય ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર આદિ પ્રાંતમાં જ નહિ, પરંતુ આફ્રિકા, ઈંગ્લાંડ આદિ દેશોમાં બી, મોબાસા, લંડન આદિ શહેરમાં વસતાં અસંખ્ય જેનકુટુંબો સુધી પોંચ્યું છે. ત્યાંનાં હજારો જેનકુટુંબોની ધર્મભાવનાને સુદઢ કરવામાં સફળ થયું છે. ત્યાં પણ જેનમંદિરે, ઉપાશ્રયે આદિ બનાવવાની પ્રેરણા આપી રહ્યું છે. ભારતમાં અને વિદેશમાં જ્યાં જ્યાં સાત ક્ષેત્રની આવશ્યક્તા જણઈ ત્યાં ત્યાં સુખી કુટુંબને પ્રેરણા કરી અઢળક સંપત્તિ સન્માર્ગે વાળવામાં પૂજ્યશ્રીનાં પ્રવચને અને પુસ્તકેએ સારે ભાગ ભજવ્યું છે. પૂજ્યશ્રીનાં આવાં પુસ્તકની સંખ્યા ૬ને આંક વટાવી ગઈ છે. વળી, પૂજ્યશ્રીએ પિતાના વડીલબંધુ તથા ભત્રીજા સહિત સાત શિષ્યોને દીક્ષિત કર્યા. હાલારમાં પધારવા ભક્તજનોને વર્ષોથી વારંવાર આગ્રહ થતો હતે. ચાતુર્માસ પૂર્ણ થતાં, સ્વાચ્ય સહકાર આપશે એવી શ્રદ્ધા સાથે સં. ૨૦૩ન્ના કારતક વદમાં અમદાવાદથી વિહાર કર્યો અને શાસનપ્રભાવના કરતાં કરતાં સુખપૂર્વક ખંભાળિયા પધારી ઉપધાન તપની શરૂઆત કરાવી. બાર દિવસ પછી એકાએક તબિયત બગડી. સ્વાથ્ય વધુ નરમ પડતાં જામનગર કે અમદાવાદ જેવા, સારી સારવાર મળી શકે એવા શહેરમાં લઈ જવાની તજવીજ થવા લાગી. આ વાતની પૂજ્યશ્રીને જાણ થતાં બધાને કહી દીધું કે, “મને ગમે તેવી સ્થિતિમાં અહીંથી બીજે ક્યાંય લઈ જશો નહિ. હું પૂર્ણ સમાધિમાં છું. સૌને ખમાવું છું.' તેઓશ્રીની ઈચ્છાનુસાર ત્યાં જ ઉપચાર શરૂ રાખવામાં આવ્યા. પૂજ્યશ્રીએ છેલ્લા દિવસોમાં કહ્યું પણ ખરું કે, “કષ્ટ વેઠીને પણ હાલારની પ્રજાને ધર્મ પમાડજે.” અને સં. ૨૦૩ન્ના ફાગણ સુદ ૪ના દિવસે પદ્માસન મુદ્રામાં સમાધિપૂર્વક નવકારમંત્રનું શ્રવણ કરતાં કરતાં કાળધર્મ પામી મૃત્યુને મહત્સવ રૂપ બનાવી ગયા.
પૂજ્યશ્રીનું અંતરંગ વ્યક્તિત્વ સ્ફટિક જેવું સ્વચ્છ, સંગીત જેવું મધુર અને સુરનદી જેવું નિર્મલ હતું. પવિત્ર મનવાળા, દયાળુ હૃદયવાળા, પ્રબળ બુદ્ધિશાળી, સરળ વ્યવહારવાળા, આ મધુરભાષી મહાત્માને સંત કે ગૃહસ્થ, ધનવાન કે નિર્ધન, વિદ્વાન કે નિરક્ષર–સર્વ પ્રત્યે
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org