________________
૪co
શાસનપ્રભાવક તીર્થ અને તીર્થ પતિની અપૂર્વ ભક્તિ, આગમવાણીની ભવ્ય ઉપાસના, પૂજ્ય પ્રત્યે સમર્પિત ભાવ, આશ્રિતે પ્રત્યે અપાર વાત્સલ્યવૃષ્ટિ, સ્વભાવમાં સરળતા અને શીતળતાના ગુણોથી સંપન્ન આ સૂરિવર અગણિત ભક્તજનોનાં હૈયાંમાં અમર વાસ કરી રહ્યા છે. ત્યારે સ્થૂળ દેહે આ પૃથ્વી પર હાજર ન હોવા છતાં ગુણદેહે અત્રતત્ર-સર્વત્ર દર્શન દેતા હોય એવું લાગ્યા વગર રહેતું નથી. જે તીર્થના નિર્માણમાં પૂજ્યશ્રીને અપૂર્વ ફળો હતો તેના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સુવિશાળ ગચ્છાધિપતિશ્રી સાથે પધારેલા ૧૦ આચાર્ય, ૨ ઉપાધ્યાયજી મહારાજ, ૧૧ પંન્યાસપ્રવરે, ૧૬૦ મુનિવર અને ૫૦૦ થી અધિક શ્રમણીગણ વચ્ચે પૂજ્યપાદ શ્રી વિજય માનતુંગસૂરીશ્વરજી મહારાજની ગેરહાજરી સૌનાં અંતરને કેરી ખાતી હતી. આ પ્રભાવક પ્રસંગની પુણ્ય સ્મૃતિ ઈતિહાસને પાને કંડારાશે ત્યારે તેના આદ્ય ઉપદેશકનું નામ સુવર્ણાક્ષરે કેતરાશે એમાં શંકા નથી. સં. ૨૦૧૦ના એક નાનકડા ગામડામાંથી જીર્ણપ્રાયઃ દશામાં હાથ લાગેલી હસ્તપ્રતમાંથી તેઓશ્રીએ મહામુનિવર શ્રી દિપવિજયજી મહારાજ રચિત “ હમ કુલકલ્પવૃક્ષ યાને ગણધર યુગપ્રધાન દેવવંદન’ને વ્યવસ્થિત કરી જેનશાસનને એક અનુપમ કૃતિનું દર્શન કરાવ્યું. સં. ૨૦૧૧માં કલકત્તા મુકામે પૂજ્યશ્રીના પરમ તારક ગુરુદેવશ્રીની નિશ્રામાં આ કૃતિની પ્રથમ આરાધના થઈ પછી આજે તે સ્થાને સ્થાને પ્રચાર પામી છે. એવા એ મહાસમર્થ શાસનપ્રભાવક સૂરિવરને અંતરની કોટિ કોટિ વંદના!
સંયમજીવનના ઉત્કૃષ્ટ સાધક અને મહાન ત્યાગી–તપસ્વી પૂ. આચાર્યશ્રી વિજયરંગસૂરીશ્વરજી મહારાજ
પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયરંગસૂરીશ્વરજી મહારાજને જન્મ વડેદરા પાસેના દરાપરા નામના એક નાનકડા ગામમાં સં. ૧૯૬૫માં કારતક વદ અમાવાસ્યાના દિવસે થયો હતો. પિતાનું નામ મનસુખલાલ અને માતાનું નામ ગંગાબહેન હતું. તેઓશ્રીનું જન્મનામ ડાહ્યાલાલ હતું. આદર્શ માતાપિતાની છત્રછાયામાં બાળક ડાહ્યાભાઈને ઉછેર થયે હતે. ગામ સાવ નાનું હતું તેથી ધાર્મિક અને વ્યાવહારિક શિક્ષણની સગવડ ન હોવાથી ડાહ્યાભાઈને ભણવા માટે પાલીતાણા તીર્થક્ષેત્રમાં આવેલ ગુરુકુળમાં મૂકવામાં આવ્યા. ધાર્મિક સંસ્કારેને વારસો ગળથુથીમાં જ મળેલે, તેથી ડાહ્યાભાઈ ખૂબ જ અપ્રમત્તભાવે ધાર્મિક શિક્ષણ લેવા લાગ્યા અને અહીં આવનાર યાત્રિની સેવાભક્તિ કરવામાં પણ રસ લેવા લાગ્યા. પ્રભુભક્તિમાં તે અપાર રુચિ હતી જ, તેથી સિદ્ધગિરિની ૯૯ યાત્રા કરી. વધુ ધાર્મિક અભ્યાસ કરવાની તાલાવેલી લાગતાં તેઓશ્રી મહેસાણાની પાઠશાળામાં દાખલ થયા. એનાથી ય આગળ બીજાં બે વર્ષ શિવપુરીની બેટિંગમાં રહીને ધાર્મિક અભ્યાસમાં સારી એવી પ્રગતિ કરી. ત્યાર બાદ તેમને પૂ. આ. શ્રી વિજ્યયદેવસૂરીશ્વરજી મહારાજને નિકટને પરિચય થયે. સાથે પૂર્વભવનું પુણ્ય જાગ્યું, અને પ્રાંતે સં. ૧૯૯૩ના કારતક વદ પાંચમને શુભ દિને સિદ્ધાંતમહેદધિ પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે અઠ્ઠાવીસ વર્ષની ભરયુવાન વયે ભાગવતી દીક્ષા
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org