________________
૩૯૮
શાસનપ્રભાવક
દિલને ડોલાવી દીધું. અને મફતભાઈના જીવનમાં મુક્તિનાં મંડાણ થયાં. પરંતુ સંસારનાં બંધનેમાંથી છૂટવું સહેલું નથી. સામે પક્ષે, પૂ. આચાર્યદેવ શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજનું કડક ચારિત્રપાલન, પૂ. પંન્યાસ પ્રવર શ્રી પ્રેમવિજ્યજી મહારાજનું અમાપ વાત્સલ્ય અને પૂ. મુનિવર્યશ્રી રામવિજ્યજી મહારાજની વૈરાગ્યનીતરતી વાણુને સાદ મક્તલાલને ભવબંધનમાંથી છૂટવા આદેશ આપી રહ્યો હતે. અંતે, શીલ અને સંસ્કારથી શોભતાં સુકોમળ ધર્મપત્ની અંજવાળીબહેન અને કિલેલ કરતી બાળકી ચંદનને ત્યાગ કરી, સં. ૧૯૯૨ના અષાઢ વદ ૧૦ને દિવસે પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પ્રવજ્યા અંગીકાર કરી મુનિશ્રી માનતુંગવિજયજી બન્યા. તેઓશ્રીની દીક્ષાના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા. થોડી વાર તે મેહવશ કુટુંબીજને આકુળવ્યાકુળ બની ગયાં, પણ ધર્મસંસ્કાર એ રંગાયેલા કુટુંબમાં ધીરજ આવતાં વાર લાગી નહિ.
પૂ. મુનિશ્રી માનતુંગવિજયજી મહારાજે દીક્ષિત જીવનનો પ્રારંભ પૂજ્યપાદ ગુરુદેવશ્રીની નિશ્રામાં જ કર્યો અને નાનપણથી જ જ્ઞાન અને ભક્તિમાં વિશેષ રુચિ ધરાવતા આ ભવ્યાત્માને વિકાસ પામતાં વાર લાગી નહિ. મુનિજીવનને શોભે તે ઉચ્ચ અભ્યાસ પૂબ જ ખંતપૂર્વક કર્યો. સાથે સાથે વ્યાકરણ, ન્યાય આદિ ગ્રંથને પણ અભ્યાસ કર્યો. શ્રતજ્ઞાનની પણ તાલાવેલી જાગી. શાનું વાચન કરવા ઉપરાંત વાચના આપવી એ પણ તેઓશ્રીને અતિ પ્રિય વિષય બની રહ્યો. તેઓશ્રીએ શ્રતજ્ઞાનને ટકાવી રાખવા માટે હસ્તલિખિત પ્રતે લખવાનું વિકટ કાર્ય ખૂબ જ ખંતપૂર્વક, જાતિ દેખરેખ નીચે કરાવ્યું અને પિતાનું જીવન શ્રતજ્ઞાનની સુરક્ષા અને સંવર્ધનમાં સમર્પિત કરી દીધું. પૂજ્યશ્રીની પ્રભુભક્તિની તલ્લીનતા તે જેઓએ તેમને પૂજા ભણાવતાં કે એકચિત્તે ગાતાં પ્રભુભક્તિનાં પ્રાચીન સ્તવને-સજ્જા સાંભળવાની મજા માણ હોય તે જ જાણી શકે. શેતાને જીવનભર યાદ રહી જાય તેવો મધુર કંઠ, સાથે રાગરાગિણીનું ઊંડું જ્ઞાન અને ભક્તિની ભીનાશથી ભાવવાહી રીતે ગાવાની અદ્દભુત રીતિ – આ સર્વ પૂજ્યશ્રીના સંગીતને અનેરી આહૂલાદક અવસ્થામાં મૂકી આપે છે.
પૂજ્યશ્રીના સંયમમાર્ગને અનુસરીને તેમનાં સંસારી પત્ની, પુત્રી અને ભાભી પણ પ્રવજ્યાના પવિત્ર પંથે પળ્યાં. પૂજ્યશ્રીએ અનેક ભવ્યાત્માઓને સંયમજીવનના માર્ગે વાળ્યા. ખાસ કરીને પિતાની જન્મભૂમિ વઢવાણમાંથી ઘણી કુમારિકાઓએ પૂજ્યશ્રીની નિશ્રામાં દીક્ષા અંગીકાર કરી. સં. ૧૯૯૭માં પાટણમાં ચાતુર્માસ દરમિયાન પૂજ્યશ્રીની વૈરાગ્યનીતરતી વાણીથી પ્રભાવિત થઈને શ્રી મફતલાલ લહેરચંદ આખા કુટુંબ સાથે દીક્ષિત થયા. આ ચારે મુમુક્ષુઓ પાલીતાણામાં સં. ૧૯ત્ના ફાગણ સુદ ને દિવસે મહોત્સવ પૂર્વક સંયમી બન્યા. સં. ૨૦૦૬ના ભાયખલા (મુંબઈ)ના ચાતુર્માસ દરમિયાન તાજનોને માટે સમુદાય વૈરાગ્યમય વાણીથી ધર્મમાર્ગમાં જોડાય ત્યારે ઘણી મોટી પ્રભાવના થઈ. સં. ૨૦૨૧ના રાજકોટના ચાતુર્માસ દરમિયાન પૂજ્યશ્રીએ ભગવતીજીના સૂત્રની વાચના આપી. શ્રીસંઘ ૩૦૦ સ્વસ્તિકનું હંમેશાં સુંદર આલેખન કરીને શ્રતભક્તિને અપૂર્વ આનંદ પ્રાપ્ત કરે. આ ચાતુર્માસ દ્વારા રાજકોટ સંઘમાં અપૂર્વ જાગૃતિ આવી હતી. પ્રતિદિન મોટી પૂજા-પ્રભાવનાઓ થતી. ચાતુર્માસમાં થયેલી ધર્મકરણના કળશ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org