________________
૩૯૬
શાસનપ્રભાવક
સંતાનને મળ્યું ખરું. આ દીક્ષા પછી સૌથી નાના મુક્તિલાલનું મન પણ સંયમ તરફ વળ્યું અને એમણે એક દિવસ પિતાની ભાવના માતા સમક્ષ પ્રગટ કરી. કાંતિલાલે એમાં ટકે પુરાવતાં માતાને કહ્યું કે, હું તારી ચિંતા કરનારે બેઠો છું. માટે મુક્તિ જે વડીલ ભાઈની રાહે જાતે હોય તે કાંઈ ખોટું નથી. માતાની સંમતિ મળતાં જ મુક્તિલ,લ સં. ૧૯૮૯માં પાલીતાણામાં સંયમ સ્વીકારી મુનિશ્રી મુક્તિવિજયજી બન્યા. આમાં કાંતિલાલને ફળ નાને–સૂને ન હતે. તેઓ ધર્મ ઓછો કરતા, પણ ધર્મ કરવાની અનુકૂળતા જરૂર કરી આપતા. મુંબઈનું જીવન, પૈસાની સારામાં સારી આવક અને માથે કઈ શિરછત્ર નહિ, તેથી કાંતિલાલ મજમજાના રંગે રંગાઈ ચૂક્યા હતા. પણ મુક્તિલાલની દીક્ષા થયા પછી એમનું જીવન ધીમે ધીમે ધર્મ તરફ વળાંક લેતું ગયું. એમાં શ્રી રામવિજયજી મહારાજનાં પ્રવચનેએ અપૂર્વ બળ પૂરું પાડ્યું. અને કાંતિલાલે પણ નિર્ણય લીધો કે જે માર્ગે બન્ને ભાઈઓ ગયા તે માગ મારે પણ બને ! કાંતિલાલે માતા સમક્ષ પિતાની ભાવના વ્યક્ત કરી. મણિબહેનને આજીવિકાની કેઈ તકલીફ ન પડે એ માટેની તમામ વ્યવસ્થા કાંતિલાલે કરી રાખી હતી. મણિબહેન તે ખરે જ સંસારમાં મણિ રૂપ જ હતાં. એમણે પિતાના ભાવિ જીવનને જરા ય વિચાર કર્યા વગર કાંતિલાલને દીક્ષા માટે રજા આપી. વધુમાં કહ્યું કે, બંને ભાઈ એની દીક્ષા ભલે બહાર થઈ, પણ તારી તે ઘરઆંગણે રાધનપુરમાં જ કરાવીશ. આ ભાવના સફળ બને એવા સંગે પણ અનાયાસે રચાઈ ગયા. સં. ૧૯૧ની સાલમાં ચૈત્ર મહિને પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ સપરિવાર રાધનપુરમાં બિરાજમાન હતા. ત્યાં ઉપાઠ શ્રી પ્રેમવિજયજી ગણિવર્યને આચાર્યપદ તથા પં. શ્રી રામવિજયજી ગણિવર્યને ઉપાધ્યાયપદ પ્રદાન કરવાનું નક્કી થયું હતું. સેનામાં સુગંધ ભળે તેમ આ પ્રસંગની સાથે જ કાંતિલાલની દીક્ષાનું મુહૂર્ત નીકળ્યું. અને ચૈત્ર સુદ ૧૪ને શુભ દિને કાંતિલાલ દીક્ષિત બની મુનિ શ્રી વિવિજયજી મહારાજ બન્યા. આમ, પૂ. મુનિરાજ શ્રી રામવિજયજી મહારાજને ગણિ-પંન્યાસપદ અપાયું ત્યારે મહાસુખભાઈ દીક્ષિત થઈને શ્રી મલયવિજયજી મહારાજે બન્યા હતા. અને ઉપાધ્યાયપદ પ્રદાન થયું ત્યારે કાંતિલાલ દીક્ષિત થઈને શ્રી રવિવિજયજી મહારાજ બન્યા. દીક્ષા જીવનમાં ય ગુરુભાઈ જ રહ્યા. ગુરુકૃપા સંપાદન કરીને ત્રણે ગુરુભાઈએ જ્ઞાન-ધ્યાનમાં મગ્ન બનીને થોડા સમયમાં જ વ્યાખ્યાતા બન્યા. એમાં ૨ શ્રી મુક્તિવિજયજી મહારાજ તે પ્રભાવક પ્રવચનકાર તરીકે પ્રથમથી જ પ્રસિદ્ધ બન્યા. આગળ જતાં ત્રણે બંધુઓને ગણિ-પંન્યાસપદ અને આચાર્યપદે આરૂઢ કરાયા, તેમાં મુનિ શ્રી રવિવિજયજી સં. ૨૦૧૫માં સુરેન્દ્રનગરમાં પંન્યાસપદે અને સં. ૨૦૨હ્ના માગશર સુદ રના દિવસે ખંભાતમાં આચાર્યપદે આરૂઢ થઈ આચાર્યશ્રી વિજયરવિચંદ્રસૂરિજી નામે પ્રસિદ્ધ થયા.
શામાં ગુરુકુલવાસનું જે મહત્ત્વ આંકવામાં આવ્યું છે તે ત્રણે પૂજ્ય બરાબર સમજી ગયેલા. તેથી પૂજ્ય ગુરુદેવેની અપૂર્વ કૃપાનું પાત્ર બની શક્યા હતા. સ્વાધ્યાયલક્ષિતા, નિરાડંબરી વ્યવહાર, સૈદ્ધાંતિક નીડરત–આદિ ગુણે તેઓશ્રીની શોભારૂપ છે. જૈન જગતમાં સુપ્રસિદ્ધ માસિક “કલ્યાણમાં પહેલાં પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજની પ્રશ્નોત્તરી પ્રકાશિત થતી હતી, પછી પૂ. પં. શ્રી ચરણવિજયજી મહારાજના પ્રોત્તર પ્રગટ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org