________________
શ્રમણભગવંતે
૩૯૫ કપુરક્ષિતવિજયજી મહારાજ, ૪૦. મુનિશ્રી ઇન્દ્રરક્ષિતવિજયજી મહારાજ ૪૧. મુનિશ્રી વિશ્વરક્ષિતવિજ્યજી મહારાજ, ૪૨. મુનિશ્રી જિતરક્ષિતવિજયજી મહારાજ, ૪૩. મુનિશ્રી દિવ્યપદ્મવિજયજી મહારાજ, ૪૪. મુનિશ્રી રવિપદ્મવિજયજી મહારાજ, ૪પ. મુનિશ્રી નયપદ્ધવિજયજી મહારાજ, ૪૬. મુનિશ્રી જિનપદ્યવિજયજી મહારાજ, ૪૭. મુનિશ્રી ધર્મભૂષણવિજયજી મહારાજ, ૪૮. મુનિશ્રી મનેભૂષણવિજયજી મહારાજ, ૪૯ મુનિશ્રી શિવભૂષણવિજયજી મહારાજ, ૫૦. મુનિશ્રી હેમવલ્લભવિજ્યજી મહારાજ, ૫૧ મુનિશ્રી આત્મવલ્લભવિજયજી મહારાજ, પર. મુનિશ્રી રત્નવલ્લભવિજયજી મહારાજ, ૫૩. મુનિશ્રી શશીવલ્લભ વિજયજી મહારાજ, ૫૪. મુનિશ્રી દિવ્યવલભવિજ્યજી મહારાજ, અને પપ. મુનિશ્રી હંસદર્શનવિજ્યજી મહારાજ
નીડર પ્રવચનકાર, શાસનરક્ષાના સેનાની અને અપૂર્વ સમતા સાધક પૂ. આચાર્યશ્રી વિજયરવિચંદ્રસૂરીશ્વરજી મહારાજ
ગૌરવવંતા ઉત્તર ગુજરાતમાં ચમત્કારિક શ્રી શંખેશ્વર તીર્થની નજીકમાં રાધનપુર નામની મનહર પુણ્યનગરી આવેલી છે, તે આ મહાપુરુષની જન્મભૂમિ. માતાનું નામ મણિબહેન અને પિતાનું નામ મણિભાઈ. એમને ત્રણ સંતા–મહાસુખભાઈ કાંતિભાઈ અને મુક્તિલાલ. • મહાસુખભાઈ પહેલેથી ધર્મરસિયા જીવ. પિતા મણિભાઈ પણ દીક્ષાની ભાવના ધરાવતા હતા. તેઓ કહેતા કે, “આ મહાસુખ તૈયાર થઈ જાય તો એને બધું સેપીને મારે દીક્ષા લેવી છે.” પણ તેમની મનની ભાવના મનમાં રહી ગઈ. સં. ૧૯૭૫માં તેઓ આકેલા મુકામે સ્વર્ગવાસી બન્યા. માતા મણિબહેન પર જાણે વાઘાત થયે એમ દિમૂઢ બની ગયાં. આ ભવને સંબંધ પૂરો થતાં કઈ કઈ ને રોકી શકતું નથી એમ સમજીને શાંત રહ્યાં. ત્રણે બાળક નાનાં હતાં. તેઓના સંસ્કારપૂર્વકના ઉછેરની જવાબદારી હતી. એથી હિંમત હાર્યા વિના મણિબહેન પુત્રોને લઈને આકેલાથી રાધનપુર આવ્યાં. થોડા સમય બાદ મેટા પુત્ર મહાસુખને મુંબઈ શેરબજારમાં ગેઠળે. પછી કાંતિલાલને પણ મુંબઈમાં જ ગોઠ. નાને મુક્તિલાલ હજી ભણતો હતો.
આ દરમિયાન મહાસુખભાઈ ધંધાની જવાબદારી વહન કરવા સાથે પ્રભુપૂજામાં લગભગ અઢી-ત્રણ કલાકનો સમય ફાળવતા. એ વખતે મુંબઈમાં લાલબાગ ખાતે પૂ. આ. શ્રી વિજય. દાનસૂરીશ્વરજી મહારાજ, પૂ. પં. શ્રી પ્રેમવિજયજી ગણિવર્ય તથા પૂ. મુનિરાજ શ્રી રામવિજયજી મહારાજ આદિ વિશાળ પરિવાર સાથે બિરાજમાન હતા. પ્રવચને, તપ અને દીક્ષા મહોત્સવની જોરદાર લ્હાણી થતી. એમાં એક વાર મહાસુખભાઈ પૂ. મુનિવર્ય શ્રી રામવિજયજી મહારાજના વ્યાખ્યાનમાં આવ્યા. પછી તે વ્યાખ્યાનશ્રવણની એવી ભૂખ ઊઘડી કે ન પૂછો વાત. એનાથી પ્રતિબોધિત થઈને ચાતુર્માસ બાદ એમણે દીક્ષા ગ્રહણ કરી અને મુનિશ્રી મલયવિજયજી બન્યા. મણિબહેન આ વખતે રાધનપુર હતાં. એમણે દીક્ષાની ખૂબ ખૂબ અનુમોદના કરી અને સંતોષ અનુભવ્યું કે મારા પતિદેવ જે સંયમની ભાવનામાં ને ભાવનામાં ચાલ્યા ગયા તે સંયમ મારા
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org