________________
શ્રમણભગવ તા-૨
૩૯૯
રૂપ ઉપધાન તપની આરાધના પણ થઇ. ઉપધાન તપની અપૂર્વ કાટિની આરાધના અને માળન રાજકોટના ઇતિહાસમાં અભૂતપૂર્વ એવા વરઘોડા પણ નીકળ્યા હતા.
પૂજ્યશ્રીની લેખનશક્તિ પણ સુંદર હતી. તેઓશ્રીની રોચક અને પારગામી શૈલીને વાંચનારા જીવનભર ભૂલી શકતા નથી. પેાતાના ભક્તો કે શિષ્યને વિશિષ્ટ રૂપે પત્રપ્રસાદી પાઠવવાનો પૂજ્યશ્રીને ગુણ નોંધપાત્ર છે. આ પત્રામાં જ્ઞાન-વૈરાગ્ય વિશે અદ્ભુત સમજણ પ્રાપ્ત થતી. પૂજ્યશ્રીની યાગ્યતા જોઈને પૂ. ગુરુદેવશ્રીએ તેઓશ્રીને સ. ૨૦૧૩ના કારતક સુદ ૧૨ને શુભ દિને રાજગૃહીમાં ગણિપદથી અલ'કૃત કર્યાં. સં. ૨૦૧૭ના મહા સુદ ૧૪ના દિવસે રાણપુરમાં અભૂતપૂર્વ અંજનશલાકા-પ્રતિષ્ઠા મહાત્સવ પ્રસંગે પન્યાસપદથી વિભૂષિત કર્યો. અને સ. ૨૦૨૯ના માગશર સુદ બીજને દિસસે માંડલમાં પૂજ્યપાદ ગુરુદેવશ્રીની આજ્ઞાથી આચાય પદે આફ્ત કરાયા ત્યારથી પૂજ્યશ્રી આચાર્ય શ્રી વિજયમાનતુ ગસૂરીશ્વરજી મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા. આગમના તલસ્પશી જ્ઞાનને લીધે પૂજ્યશ્રી ‘ આગમદિવાકર ’ તરીકે પણ ઓળખાતા હતા.
6
પૂજ્યશ્રીનુ એક અદ્ભુત કાય પણ યાવચ્ચંદ્રદિવાકરી બની રહ્યું છે. શ્રીયુત્ કાંતિલાલ મણિલાલ ઝવેરી ચેાજિત ૯૯ યાત્રાના એક પ્રસગે ૧૨ ગાઉની યાત્રાએ જતાં શ્રી હસ્તગિરિની ટાચે આવેલી દેરીએ શ્રીસંઘ સાથે દર્શનાર્થે પધાર્યાં ત્યારે શ્રાદ્ધરત્ન શ્રી કાંતિભાઈને સાહજિક પ્રેરણા કરી કે, અહીં એક જિનાલય હોય તે લોકોને આ પ્રાચીન તીર્થભૂમિની સ્પનાના વિશેષ લાભ મળી રહે. ’ કાંતિભાઈ આ પ્રેરણા ઝીલીને પરમ પૂજ્ય ગુરુદેવશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ પાસે આશીર્વાદ લેવા આવ્યા. પૂજ્યશ્રીએ કહ્યું કે, તીને અનુરૂપ મંદિર થાય તા સારું.' એ વચનસિદ્ધ મહાપુરુષની વાણીથી અધિક પ્રાત્સાહિત થયેલા કાંતિભાઈએ આ અંગે પ્રયત્નો આરંભ્યા. પૂ. આ. શ્રી વિજયમાનતુ ગસૂરીશ્વરજી મહારાજનું માર્ગદર્શીન પામતા રહી તેમણે તન, મન, ધનથી આ કાર્ય પાછળ ભાગ આપ્યા. શ્રી હસ્તગિરિ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજની ૧૨૫૦ ફૂટ ઊંચી ટૂક છે, તેના પર ૩ર૦’ × ૩૨૦'ની લ'બાઈ-પહેાળાઈવાળું ભવ્યેાત્તુંગ જિનાલય ૭૨ દેવકુલિકાયુક્ત નિર્માણ થયું. ૧૨૫ ’ની ઉંચાઈ ધરાવતા ગુલામી આરસમાં તૈયાર થયેલા મુખ્ય મંદિરની ભવ્યતા કઈ ઓર જ છે. ભારતભરમાં સૌથી વિશાળ જિનમંદિર નિર્માણ પામ્યુ છે. નીચે તળેટીમાં પણ ધર્મશાળા, ભેાજનશાળા, ઉપાશ્રય આદિ ધર્મ સ્થાનાની સગવડા કરવામાં આવી છે. શ્રી આદિનાથ પ્રભુનાં પાંચ કલ્યાણકોની સ્મૃતિ કરાવતાં દરેક કલ્યાણક મદિરા તળેટીથી ટોચ સુધીમાં નિર્માણ થવા પામ્યાં છે. તળેટીના ચ્યવનકલ્યાણક પ્રાસાદની પ્રતિષ્ઠા પૂ. આ. શ્રી વિજયમાનતુ ગસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે થઈ હતી. મુખ્ય મંદિરની પ્રતિષ્ઠા પણ તેઓશ્રીની ઉપસ્થિતિમાં થાય તેવી તેમની અંતરની ઇચ્છા હતી પરંતુ · કાળના ધર્મ'ને કોણ પામી શકે? સં. ૨૦૪૪ના શ્રાવણ વદ ૭ના દિવસે પૂ. આ. શ્રી વિજયમાનતુ ગ સૂરીશ્વરજી મહારાજ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેઓશ્રીના પાર્થિવ દેહને જિયાન પાલખીમાં બિરાજમાન કરી વિશાળ ભક્તપરિવારે આખા પાલીતાણા શહેરમાં ફેરવી અને પગપાળા શ્રી હસ્તગિરિની તળેટીમાં, જાળિયા પાસે, તીરાજની છાયામાં અગ્નિસ સ્કાર કર્યાં.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org