________________
શ્રમણભગવંતો-૨
૪૦૧ અંગીકાર કરી પૂ. આ. શ્રી વિજયયદેવસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિશ્રી રંગવિજયજી તરીકે ઘોષિત થયા.
દીક્ષાદાતા અને દીક્ષાગુરુ-બન્ને મહાત્માઓ ઉચ્ચ કક્ષાના સંયમી, તપસ્વી અને ત્યાગી સૂરિવર હતા તેથી તેઓશ્રીને પણ સમજીવનની ઉત્તમ તાલીમ મળી, જ્ઞાન-તપની ઉત્તમ વૃદ્ધિ થઈ અને અંતરંગ ગુણોને વિકાસ થયે. સેવા-વૈયાવચ્ચેના ગુણે તે પ્રથમથી જ વિકસેલા હતા, એટલે સ્વ-પર સમુદાયના સાધુમહાત્માઓની સેવા કરવામાં સારી એવી નામના મેળવી શક્યા. શ્રુતજ્ઞાન પ્રાપ્ત કરવામાં પણ સિદ્ધિ મેળવી અને કેવળ ૯ વર્ષના દીક્ષા પર્યાય પછી ગુર્વાજ્ઞાથી જુદું ચોમાસું કરીને વ્યાખ્યાન આપવામાં પણ અદ્ભુત કુશળતા પ્રાપ્ત કરી. આમ, સંયમજીવનનાં અનેકાનેક સદ્દગુણને સંચય કરીને પૂજ્યશ્રી જેનસમાજમાં પોતાને વિશેષ પ્રભાવ પાથરતા રહ્યા. પરિણામે સં. ૨૦૩૧ના કારતક વદ ૧૦ને દિવસે પૂના મુકામે ગણિપદ અને સં. ૨૦૩૨ના વૈશાખ સુદ પાંચમે ધુલિયા મુકામે પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. ત્યાર બાદ, મહારાષ્ટ્રમાં પૂજ્યશ્રીનાં અનેક પ્રભાવક ચાતુર્માસ થયાં. તેઓશ્રીની નિશ્રામાં પ્રતિષ્ઠા, ઉપધાન આદિ અનેક મહત્સવે અનેરી શાસનપ્રભાવના સહ ભવ્ય રીતે ઉજવાયા. તેઓશ્રીની ઉત્કૃષ્ટ સંયમસાધના, વિશાળ જ્ઞાનપ્રાપ્તિ, યશસ્વી શાસનકાર્યો કરાવવાની કુશળતા આદિ ગુણોથી પ્રેરાઈને સં. ૨૦૩૮ના મહા વદ ૬ને દિવસે મંચર (પૂના) મુકામે આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા.
પૂ. આચાર્ય શ્રી વિજયરંગસૂરીશ્વરજી મહારાજના વિશિષ્ટ પ્રભાવથી મહારાષ્ટ્ર અને ખાનદેશના શ્રીસંઘે પૂજ્યશ્રીના અતિ નિકટના પરિચયમાં આવ્યા. તેથી પૂજ્યશ્રીની નિશ્રામાં શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો પણ ત્યાં થયાં. સાદું, સંયમી અને ત્યાગી જીવન જીવતા આ સૂરિવરની નિશ્રામાં અનેક યશસ્વી શાસનસેવાઓ સમ્પન્ન થઈ પૂજ્યશ્રીએ જ્યાં જ્યાં ચાતુર્માસ કર્યા, ત્યાં ત્યાં તેઓશ્રીની પ્રેરણાથી સ્નાત્ર મંડળ સ્થપાયાં. પૂજ્યશ્રી શ્રુતજ્ઞાન ભણાવવામાં અને વાચન કરાવવામાં પણ સતત કાળજી રાખતા. જ્યારે જોઈએ ત્યારે તેઓશ્રીના હાથમાં કાં તે પુસ્તક કે નવકારવાળી હેય જ. એટલે ભણવાનું–ગણવાનું પૂજ્યશ્રીને લઢણ પડી ગયું હતું, એમ કહેવામાં અતિશયોક્તિ નથી. હંમેશાં અઢી-ત્રણ વાગે જાગી જતા અને આત્મધ્યાન, સ્વાધ્યાય અને દેવદર્શનના નિત્યક્રમથી દિવસને આરંભ કરતા. અને આખો દિવસ જ્ઞાન–તપ સર્જનમાં જ વિતાવતા. પિતે બાલબ્રહ્મચારી હતા, નવાવાડપૂર્વક તેનું પાલન કરવામાં ખૂબ કાળજી રાખતા અને બીજા પણ તેનું ચુસ્તપણે પાલન કરે એ આગ્રહ રાખતા. સાધુજીવનમાં સાધુ એક વાર ભજન કરે એવું માનતા. તેથી પૂજ્યશ્રી હંમેશાં ઓછામાં ઓછું એકાસણું તે કરતા જ, ગોચરીમાં બહારગામથી આવેલી કઈ પણ વસ્તુ દેષિત સમજી ન વાપરવી તે આગ્રહ સેવતા. તેઓશ્રીએ ફળને પણ ત્યાગ કર્યો હતે.
જુન્નરમાં સં. ૨૦૪૦માં ચાતુર્માસ સ્થિત હતા ત્યારે નિયમ મુજબ ઊભા ઊભા પ્રતિક્રમણ કરતાં એકાએક પડી જવાથી જમણું અંગે લકવા (પક્ષઘાત)ની અસર થઈ અને જિ. ૫૧
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org