________________
૩૮૬
શાસનપ્રભાવક
શ્રમણ-શ્રમણીની ઉપસ્થિતિમાં અજોડ એવી આ આરાધના પૂર્ણ કરી “તપસ્વી-સમ્રાટ'નું બિરુદ પામ્યા. છતાં તેઓશ્રી તપથી વિરામ ન પામ્યા અને ત્રીજી વાર પણ વર્ધમાન તપને પ્રારંભ કર્યો. તેર તેર હજાર આયંબિલના તપસ્વી સાધક બની ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું. પૂજ્યશ્રીની મૌનસાધના પણ ઠેર ઠેર સુંદર પ્રભાવ પાથરવામાં સફળ નીવડતી રહી છે. એની સાખ તેઓશ્રીની ચાતુર્માસિક સ્થળમાં શ્રી સંઘમાં સારી એવી સંખ્યામાં થયેલી વર્ધમાન તપની સમૂહ આરાધનાઓ પૂરે છે. તદુપરાંત, પૂજ્યશ્રીની નિશ્રામાં અંજનશલાકા–પ્રતિષ્ઠાદિ મહેન્સ મેટી સંખ્યામાં ઊજવાતા રહે છે. આયંબિલ તપને પૂજ્યશ્રીએ પિતાનું જીવન જ બનાવી દીધું હોય તેમ લાગે છે. ઘણી બધી ઓળીઓ ભરઉનાળામાં તેઓશ્રીએ ઠામચૌવિહારથી કરી છે. પૂજ્યશ્રીની સંયમશુદ્ધિ, દર્શનશુદ્ધિ અનુપમ છે. પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર તરીકે સિદ્ધાંતરક્ષા અને શાસનરક્ષાપૂર્વકનું પ્રભાવક જીવન જીવી રહેલા તેમ જ વૃદ્ધાવસ્થામાં ય તમય ચર્ચા જાળવી રહેલા, તેઓશ્રી અનેક સ્થાનમાં અદ્ભુત શાસનપ્રભાવના કરતાં વિચારી રહ્યા છે. સં. ૨૦૪૪માં રતલામ ચાતુર્માસમાં વર્ધમાન તપસમ્રાટ આ સૂરિદેવે ૨૬૩મી (૧૦૦+૧૦૦+૧૩) એળી પૂર્ણ કરી છે. આ તપશ્ચર્યા પિતાની રીતે આગવી છે. ૨૬૬ ઓળીના લગભગ ૧૨,૦૦૦થી વધુ આયંબિલ થાય, જે એક અનોખો વિકમ સ્થાપે છે. પૂજ્યશ્રીને સંયમપર્યાય ૫૮ વર્ષ છે. તેઓશ્રીના શિષ્ય પરિવારની વિગત આ પ્રમાણે છે: ૧. સ્વ. મુનિશ્રી પ્રવીણવિજયજી મહારાજ, ૨. સ્વ. મુનિશ્રી બાહવિજયજી મહારાજ, ૩. મુનિશ્રી મને બળવિજયજી મહારાજ, ૪. મુનિશ્રી વજુબળવિજ્યજી મહારાજ, ૫. મુનિશ્રી વિનયબળવિજયજી મહારાજ અને ૬. મુનિશ્રી હર્ષતિલકવિજયજી મહારાજ, જિનશાસનના તપસામ્રાજ્ય પર અદ્વિતીય ધ્રુવપદને પામી ચૂકેલા વિરલા સંતેમાં આ તપસ્વી શિરોમણિ મહાત્માનાં ચરણકમલમાં અનંત વંદના !
-
~
અગણિત મુહર્તાના માર્ગદર્શક, ગુરુસેવા-ગુણના આદર્શરૂપ પૂ. આચાર્યશ્રી વિજયમહદયસૂરીશ્વરજી મહારાજ
સં. ૧૯૭૦ના શ્રાવણ માસની અમાવાસ્યાને દિવસે વઢવાણમાં પિતા મનસુખલાલને ત્યાં જન્મેલા મણિલાલે પૂ. આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની ધર્મદેશનાના શ્રવણે વૈરાગ્યવાસિત બનીને સં. ૧૯૯૦ના અષાઢ સુદ ૧૪ના રોજ અમદાવાદમાં સકલાગમ રહસ્યવેદી પૂ. આચાર્યદેવ શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સંયમ સ્વીકાર્યું. અને પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજના શિષ્યરત્ન મુનિશ્રી મહાવ્યવિજયજી મહારાજ બન્યા. દીક્ષા–દિવસથી પૂજ્ય ગુરુદેવશ્રીની વિદ્યમાનતા સુધી પડછાયાની જેમ સાથે રહીને આજીવન ગુરુકુલવાસ તરીકે અદ્ભુત આદર્શ ખડે કર્યો છે. દીક્ષા, પ્રતિષ્ઠા, અંજનશલાકા આદિ વિવિધ મુહૂર્તોના માર્ગદર્શક બન્યા છે. પૂજ્યશ્રીના સંયમજીવનમાં સેવા-સમર્પણ અને
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org