________________
શ્રમણભગવંતે-૨
૩૭૦ ફૂલની પાસે દોડી આવે તેમ, પૂજ્યશ્રી પાસે દોડી આવતા. નિવૃહ-શિરોમણિ હેવાથી નામનાની જરા પણ ખેવના ન હોવા છતાં તેમની નિશ્રામાં પ્રતિષ્ઠા-અંજનશલાકા, દીક્ષા, ઉપધાન, ઉદ્યાન, ઉજમણાઓ વગેરે ઊજવવાની અતિ આગ્રહભરી વિનંતીઓ કરાતાં, પૂજ્યશ્રીએ ધોલેરા, પાલીતાણું, મહારાષ્ટ્રભુવન, વાંકાનેર, નડિયાદ, જૂનાગઢ, શ્રી ગિરનાર સહસાવન, રાજકોટ, વેરાવળ, અમદાવાદ મેઘાણીનગર અને રાણીપ વગેરે સ્થાનમાં પ્રભુજીની પ્રતિષ્ઠા કરાવી, તેમ જ સાણંદમાં ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. છ'રી પાળતા સંઘે પણ અવારનવાર નીકળતા રહ્યા. જામક ડેરણાથી જૂનાગઢ, જામનગરથી જૂનાગઢ થઈ પાલીતાણા, વાંકાનેરથી જૂનાગઢ, ધંધુકાથી પાલીતાણા, પાલીતાણાથી જૂનાગઢ, સાણંદથી સેરિસા, વાસણાથી સેરિસા – આમ અનેક યાત્રાસંઘે પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળ્યા; અને તીર્થોમાં માળારોપણે થયાં. ત્રણ વખત જૂનાગઢ શ્રી ગિરનારજીની સંપૂર્ણ પરિકમ્મા પૂજ્યશ્રીએ કરી અને અનેક સંઘોને કરાવી. જૂનાગઢ–શ્રી ગિરનાર તીર્થ અને બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ ભગવાનની દીક્ષા અને કેવલજ્ઞાન કલ્યાણકની ભૂમિ પ્રત્યે અતૂટ શ્રદ્ધાના કારણે છેલ્લાં કેટલાંય વર્ષોથી લગભગ ભૂંસાઈ જતી કલ્યાણભૂમિની ખ્યાતિને પ્રસિદ્ધ અને પુનઃ જાગૃત કરવા ભવ્ય જિનપ્રાસાદ કરાવવાની ભાવના વારંવાર યાત્રા કરતાં પૂજ્યશ્રીને થઈ અને તેની આસપાસની ભૂમિને પિતાની સાધનાભૂમિ તેમ જ વિહારભૂમિ બનાવી. આ દીક્ષાકેવળજ્ઞાન કલ્યાણક ભૂમિ પર પૂજ્યશ્રીની પ્રેરણા અને માર્ગદર્શન મુજબ ભવ્ય નૂતન સમવસરણ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. સં. ૨૦૪૦માં ભવ્ય અંજનશલાકા મહોત્સવ દ્વારા ચતુર્મુખ શ્રી નેમિનાથ ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા તેમ જ પ્રતિષ્ઠા કરાવી. ત્યાર બાદ વાંકાનેર, રાજકેટ, અમદાવાદ આદિ સ્થળમાં પણ પૂજ્યશ્રીની નિશ્રામાં અંજનશલાકા મહત્સવો થયા.
પિતાના સ્ફટિકનિર્મળ સંયમજીવન દ્વારા કંઈક વિરતિ, દેશવિરતિ અને સર્વવિરતિનાં બીજનું વપન કરી ચૂક્યા છે. તેઓશ્રીના હસ્તે સાયલામાં મુનિશ્રી જગવલ્લભવિજ્યજી, ધંધુકાના મુમુક્ષુ બહેન, સાધ્વીજી શ્રી કે ટિપૂર્ણાશ્રીજી, વીરમગામનાં એક બહેન, મુનિશ્રી હેમદર્શનવિજયજી, મુનિશ્રી નયનરત્નવિજયજી, મુનિશ્રી શશીવલ્લભવિજયજી, મુનિશ્રી પ્રેમસંદરવિજયજી આદિ અનેક આત્માઓ સંયમ સ્વીકારી શાસનસેવા કરતા જોવા મળે છે. શ્રાવકે અને શ્રાવિકાઓ પણ પૂજ્યશ્રીની નિશ્રામાં જૂનાગઢ, વાંકાનેર, સાણંદ, લીંબડી, પાલીતાણા આદિ સ્થાનમાં થયેલ ઉપધાન તપની આરાધના દ્વારા સર્વવિરતિને આંશિક સ્વાદ માની પિતાને ધન્ય બનાવી ગયા છે. પૂજ્યશ્રી પિતાના જીવન માટે હંમેશાં વજી સમા કઠોર બનતા અને બીજા પ્રત્યે ફૂલથી પણ કમળ રહી અનેક આત્માઓને કરુણ અને વાત્સલ્યનું પાન કરાવતા હોય તેમ આજે પણ જેણાય છે. સ્વ કે પર સમુદાયમાં નાના કે મોટા બીમાર સાધુ-સાધ્વીજી પાસે સમાચાર મળતાંની સાથે વૈયાવચ્ચ કરવા-કરાવવા પૂજ્યશ્રી પહોંચી જતા અને ભક્તિપૂર્વક વૈયાવચ્ચ કરી-કરાવી સ્વસ્થતા પામે ત્યાં સુધી પાસે રહેતા. સં. ૧૯૯૧માં પાટડી મુકામે પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ પાસે અંતિમ સમય સુધી ખડે પગે સાથે રહી, ખૂબ જ ઉલ્લાસપૂર્વક અપ્રમત્ત વૈયાવચ્ચ કરી. પૂજ્યશ્રીએ અનુપમ નિર્ધામણા કરાવી. તેમ જ પૂ. આ. શ્રી વિજયભક્તિસૂરિજી મહારાજના સમુદાયના પૂ. મુનિરાજ શ્રી હરખવિજ્યજી મહારાજ શિહેર
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org